Book Title: Hit shiksha Chattrisi Author(s): Dharmdhurandharsuri Publisher: Shrutprasarak Sabha View full book textPage 8
________________ || ઓંહીં અહં નમઃ || પંડિતપ્રવર-કવિવર્ય-શ્રીવીરવિજયજી મહારાજકૃત હિતશિક્ષા-છત્રીશી [વિવરણ સહિત] પં. વીરવિજયજી મહારાજની કવિત્વશક્તિનો પરિચય અનેક ક્ષેત્રમાં મળે છે. ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાય, સ્તુતિ, રાસ, પૂજા વગેરે સર્વમાં તેમનો રસ-પ્રવાહ અસ્ખલિત વહ્યો છે, પણ તે સર્વ – ધર્મની ઉચ્ચ કક્ષાની કૃતિઓ હોવાને લીધે – સર્વભોગ્ય થઈ શકે તેવું નથી. જ્યારે પ્રસ્તુત હિતશિક્ષાછત્રીશી’ એ તેમની એવી કૃતિ છે કે તે સર્વભોગ્ય થવામાં કોઈ પણ પ્રકારે અયોગ્ય નથી. આ છત્રીશી' છે એટલે આ કૃતિમાં ૩૬ કડીઓ છે. તેમાં પ્રથમ ૧૮ કડીમાં પુરુષને શિખામણ છે, પછી આઠ કડીમાં સ્ત્રીઓને શિખામણ છે અને પછી દશ કડીમાં સ્ત્રી-પુરુષ બન્નેને શિખામણ આપી છે. સાચી શિખામણ દેનારા દુર્લભ છે. સાચી શિખામણ કોઈ કોઈ પ્રસંગે એવો લાભ આપનારી થાય છે કે જેનું મૂલ્ય આંકી ન શકાય. એનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે એવો પ્રસંગ મળે અને શિખામણ મળી ન હોય. એવા પ્રસંગે જેને હિતશિક્ષા નથી મળી એવા માણસો કેવા છબરડા વાળે છે એ સમજાવવું આ સમયમાં મુશ્કેલ નથી. વારંવાર વાંચી-વિચારીને હૃદયમાં ધા૨ણ કરવા યોગ્ય આ હિતશિક્ષાઓ છે. એ માટે સર્વપ્રથમ કર્તા એ શિખામણ આપે છે કે Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 142