Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ છત્રીશી: ૧ સંભળાવે. શેઠ તેને કહે – “ભાઈ! મોટાની સામે જવાબ ન દેવાય.” ભાઈએ આ શિખામણ બરાબર મનમાં ઠસાવી લીધી અને વિચાર કર્યો કે – એક વખત આ બધાંને બરાબર આ શિખામણ આચરી બતાવું. એક વખત બધાં બહાર ગયાં હતાં ત્યારે આ ભાઈ એકલા ઘરમાં હતા. બારીબારણાં બંધ કરીને ભાઈ ઘરમાં બેઠા. બધાં બહારથી આવ્યાં એટલે બારણાં ઉઘાડવા માટે ખૂબ બૂમો પાડી – પણ અંદરથી કાંઈપણ ઉત્તર ન મળે. છેવટે શેઠ બારીએથી ઘરમાં ગયા ત્યારે ભાઈ ઓરડામાં બેઠા બેઠા ખડખડ હસે. શેઠે કહ્યું કે – અમે કેટલી બૂમો પાડી છતાં તેં જવાબ કેમ ન આપ્યો? ત્યારે તેણે કહ્યું કે - તમે જ નહોતું કહ્યું કે મોટની સામે જવાબ ન દેવાય. આવી પ્રકૃતિવાળા આત્માઓનું હિત થતું નથી. એવા આત્માઓ શિખામણ આપનારને શિખામણ દેવા તૈયાર થાય છે, અને ઊલટું કહે છેઃ તમે જ શિખામણ લ્યો તો સારું. આવું કહેનારાનો અત્યારે તૂટો નથી. હિત કહ્યું સુણે ન કંઈ તે બધિર સરખો જાણવો.” એ કરતાં પણ આ શિખામણ આગળ વધે છે. પોતાનું હિત ઇચ્છનારે શિખામણ સાંભળતાં અને આચરણમાં ઉતારતાં શીખવું જરૂરી છે. [] લોકવિરુદ્ધ આચરણ ન કરવું એ શિખામણ જરા સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. સંસારમાં રહેલા આત્માઓ જે જે આચરણ કરે છે તેના મુખ્યત્વે બે વિભાગ પડે છેઃ પહેલું લૌકિક આચરણ અને બીજું લોકોત્તર આચરણ. લૌકિક આચરણ કરતાં હંમેશાં લોકોત્તર આચરણ જુદા પ્રકારનું અને વિરોધી હોય છે. પણ તે વિરોધ સામાન્ય અને સનાતન છે. લોકવિરુદ્ધ નિવાર એ શિખામણથી લોકોત્તર આચરણ છોડી દેવાનું નથી. જો એ પ્રમાણે લોકોત્તર આચરણને છોડી દેવાય તો શિખામણનો અનર્થ થાય. લોગવિરુદ્ધચ્ચાઓ': એ શ્રી જયવયરાય સૂત્રમાં આવતા પદનો પણ આશય આ છે. લૌકિક આચરણના બે ભેદ છે, એક લોકમાં અવિરુદ્ધ અને બીજું લોક-વિરુદ્ધ. એમાં જે લોક-વિરુદ્ધ આચરણ છે, તેનો ત્યાગ કરવો. લોકવિરુદ્ધ આચરણ કરવાથી લોકોથી અપ્રીતિના ભોગ બનવું પડે છે ને તે રીતે સ્વાર્થ અને પરમાર્થ બન્નેને ધક્કો પહોંચે છે. લોકમાં રહેનારે આ લક્ષ્યમાં રાખવા જેવું છે. લોકમાં રહેવું છે, સારેમાઠે પ્રસંગે તેનો લાભ લેવો છે ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 142