Book Title: Hem Sangoshthi Author(s): Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 7
________________ આ ટ્રસ્ટ તરફથી શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતનું નામ જોડીને, આ તથા આવી વિવિધ સમુચિત સમ્પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓની શૃંખલામાં જ, ભારતીય તત્ત્વજ્ઞાન તથા જૈન દર્શન વગેરેના મૂર્ધન્ય વિદ્વાન પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા વિખ્યાત ભાષાશાસ્ત્રી તથા પ્રાકૃત ભાષાઓના મૂર્ધન્ય સંશોધક વિદ્વાન તથા સાહિત્યકાર ડો. શ્રી હરિવલ્લભભાઈ ભાયાણી આ બંને વિદ્વજ્જનોએ ભારતીય તથા જૈન સાહિત્ય તેમજ સંસ્કૃતિમાં કરેલા ભવ્ય પ્રદાનને “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' થી સન્માનવાનો એક સમારોહ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદય સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શેઠશ્રી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ ઉપાશ્રય (પાંજરાપોળ. અમદાવાદ)ના સ્થળે સં. ૨૦૪૯ આસો સુદી ૨, રવિવાર તા. ૧૭-૧૦-૧૯૯૩ના રોજ સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ના સમયે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારંભના અતિથિવિશેષ તરીકે ડૉ. સુરેશ દલાલ (મ.સ. યુનિવર્સિટી, વડોદરાના ઉપ-કુલપતિ) તથા શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ) પધારેલા. સન્માન-સમારોહનું સંચાલન ડૉ. કુમારપાળ દેસાઈએ કર્યું હતું. મુનિશ્રીઓ તથા ડૉ. નગીન જે. શાહ, ડૉ. કે. ઋષભચંદ્ર, ડૉ. રઘુવીર ચૌધરી, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. નલિની બલબીર વગેરે આમંત્રિત વિદ્વાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગોચિત વક્તવ્યો આપ્યાં હતાં. આ સન્માન-સમારોહ પ્રસંગે, ડૉ. હરિવલ્લભ ભાયાણીકૃત અને આ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત “અપભ્રંશ વ્યાકરણ (ગુજરાતી)” નું તથા શોધ-માહિતી-પત્રિકા અનુસંધાન”ના પ્રથમ અંકનું વિમોચન પણ થયું હતું. છે તે જ દિવસે બપોરે ૨-૦૦ થી ૫-૦૦ “શ્રી હૈમ-સાહિત્ય-સંગોષ્ટી' રાખવામાં આવેલી. જેમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના અધ્યક્ષપદે શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી નગીન જે. શાહ, શ્રી જયંત કોઠારી, શ્રી લક્ષ્મશ જોષી, શ્રી નારાયણ કંસારા, શ્રી કે. આર. ચન્દ્ર, શ્રી રમણીકભાઈ શાહ, શ્રી વિજય પંડ્યા, શ્રી કનુભાઈ શેઠ, શ્રી શાંતિકુમાર પંડ્યા વગેરે વિદ્વાનોએ શ્રી હેમચન્દ્રાચાર્યના રચેલા ગ્રંથો અને તેમાં નિરૂપાયેલા વિચારો વિશે વિદ્વદ્ભોગ્ય કરી હતી. જે નિબંધરૂપે પ્રસ્તુત પુસ્તકમાં પ્રગટ થઈ રહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130