________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિનો પરિચય
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જન્મને વિ. સં. ૨૦૪૫માં ૯૦૦ વર્ષ પૂર્ણ થયા. તેના ઉપલક્ષ્યમાં, લોકોપકારક અને આપણી સંસ્કૃતિ તેમજ સાહિત્યની સેવારૂપે કાંઈ પ્રવૃત્તિ કરવાની પુનિત પ્રેરણા પ. પૂ. આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે આપતાં, અમોએ એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉદ્દેશો ધરાવતું ટ્રસ્ટ સ્થાપ્યું, અને તેની સાથે ગૂર્જર ભૂમિના મહાન સંસ્કારદાતા તથી જીવદયાના જ્યોતિર્ધર એવા શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતનું નામ જોડ્યું. ટ્રસ્ટનું પૂરું નામ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ છે. આ ટ્રસ્ટના વિવિધ ઉદ્દેશોમાં :
(૧) આપણા રાષ્ટ્રધન સમાન પ્રાચીન સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન, પ્રકાશન, પુનર્મુદ્રણ કરવું તથા કરાવવું.
(૨) પ્રાચીન સાહિત્યના સંશોધનાદિનું તથા સમાજને ઉપકારક શિષ્ટ સાહિત્યનું નવસર્જનાદિનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કરનાર સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન, સર્જક – લેખક યા લેખકોને વિશિષ્ટ પારિતોષિક - પુરસ્કાર - એવોર્ડ અર્પણ કરવા કરાવવા.
(૩) સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન દ્વારા સંશોધિત, સર્જિત, સંપાદિત, ગ્રંથકૃતિ કૃતિઓનું મુદ્રણ પુનર્મુદ્રણ કરવું, કરાવવું તથા તે માટે અનુદાન આપવું.
(૪) સંસ્કૃતિની વિશિષ્ટ સેવા-રક્ષા કરનાર તથા સમાજની સંસ્કારિતાને પોષનાર પ્રેરણા આપનાર / પાનાર વિશિષ્ટ વ્યક્તિ-વ્યક્તિઓની સ્મૃતિમાં યોગ્ય સ્મારક કરવું અને તેવું થતું હોય તો તે માટે અનુદાન આપવું.
(૫) સાહિત્ય અને સંશોધનને અર્થે વ્યાખ્યાનો, વ્યાખ્યાન માળાઓ તથા પરિસંવાદો (સેમિનારો) વગેરેનું આયોજન કરવું તેમ જ સાહિત્યિક અને સંશોધન અંગેના સામયિકો / જર્નલોનું પ્રકાશન કરવું વગેરેનો સમાવેશ થાય છે.
Jain Education International
(4)
For Private & Personal Use Only
www.jainelibrary.org