Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જેવી વિશ્વવન્દનીય વિભૂતિના નામ અને કામ સાથે સંબંધ ધરાવતા અને પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા આ ટ્રસ્ટના ઉપક્રમે, પૂજ્ય આચાર્યશ્રીના માર્ગદર્શનાનુસાર ચાલી રહેલી વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ : આપણા સાહિત્ય અને સંસ્કૃતિની અમૂલ્ય સેવા કરનાર વિશિષ્ટ પ્રતિભાસંપન્ન વિદ્વાનોને “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક” અર્પણ કરીને તેમનું બહુમાન કરવાની પ્રવૃત્તિ છે. ભૂતકાળમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજક, અધ્યાપક શ્રી શાંતિભાઈ ગુલાબચંદ શાહ તથા સ્વ. ડૉ. ઉમાકાન્ત છે. શાહને આ ચન્દ્રક અર્પણ કરવાનું સૌભાગ્ય આ ટ્રસ્ટને મળેલું. તે શંખલામાં આગળ વધતાં અમોએ આપણા મૂર્ધન્ય વિદ્વાનો પં. શ્રી દલસુખભાઈ માલવણિયા અને ડૉ. શ્રીહરિવલ્લભ ભાયાણીને આ ચન્દ્રક પ્રદાન કરવાનું નિર્ધાર્યું હતું. પરંતુ,એક યા બીજા કારણોસર તેનો સમારોહ ઠેલાતો જતો હતો, જે ઈ. સ. ૧૯૯૩માં બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થતાં યોજી શકાયો. તા. ૧૭-૧૦-૯૩ના રોજ, શેઠ હ. કે. ટ્રસ્ટના પાંજરાપોળના ઉપાશ્રયમાં, પૂ. આચાર્યશ્રીના સાંનિધ્યમાં યોજાયેલો ચન્દ્રક-પ્રદાન સમારોહ એ સાચા અર્થમાં જ્ઞાન ભક્તિ-મહોત્સવ” બની રહ્યો, અને તે સૌને માટે સંતૃપ્તિ આપનારો નીવડ્યો. તેનો અમોને અપાર આનંદ છે. એ પ્રસંગે અનેક વિદ્વાનો અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિને લીધે વિદ્વાનોના મેળા જેવું વાતાવરણ રચાયેલું, તો ભાવિક શ્રોતાવર્ગ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલો. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના ઉપકુલપતિ અને જાણીતા કવિ શ્રી સુરેશ દલાલ તેમજ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, એ બને તદન ભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓની અતિથિવિશેષ રૂપે હાજરી સોનું અને સુગંધના સુભગ સમન્વય સમી હતી. આ પ્રસંગ માણ્યા પછી સૌને થયું કે આવો અવસર ફરી ફરી યોજવો જ જોઈએ. ચન્દ્રક-પ્રદાનના ઉપલક્ષ્યમાં, તે જ દિવસે બપોરે એક વિદ્વદ્ગોષ્ઠી (સેમિનાર)નું આયોજન કરવામાં આવેલું. તેમાં પણ વિવિધ વિદ્વાન પ્રાધ્યાપકોએ ડિૉ. હરિવલ્લભ ભાયાણીની અધ્યક્ષતા હેઠળ, શ્રી હેમચન્દ્રાચાર્યના ગ્રંથો (૩) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130