________________
૧૪
દનમાં એમણે કીમતી સહાય આપી હતી. છેલ્લે છેલ્લે તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પચિમા પનું સંપાદન કરી રહ્યા હતા. ઉપરાંત એમણે જુદાં જુદાં સામયિકામાં પ્રાચીન ગુજરાતી કાવ્યા સંપાદિત કરીને પ્રગટ કર્યાં હતાં. જ્યોતિષશાસ્ત્રમાં પણ એમને કેટલીક જાણકારી હતી.
ધર્મક્રિયાની દિશામાં તેને તપ, ધ્યાન અને જાપ તરફ સારી રુચિ હતી. તેએાએ એ વરસીતપ કર્યાં હતાં, તથા એળીની ધ્યાન-અપ પૂર્વકની આરાધના કરી હતી. નવકારમંત્રને જાપ તે ખૂબ એકાગ્રતાથી કરતા. તી યાત્રાએમાં એમનું અંતર ખૂબ અંતર્મુખ અને પ્રસન્ન બની જતું. વડાદરાના શ્રીસંઘે વિ. સં. ૨૦૧૦માં તેને તથા મુનિ શ્રી ચંદનવિજયજીને પન્યાસ પદવી આપી હતી.
તેના ગુરુશ્રીએ પૂજ્ય હંસવિજયજી મહારાજની હાજરીમાં જ તેએાની સ ંભાળ રાખવાની ભલામણ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને વિ. સં. ૧૯૯૦ માં કરી હતી. આ પહેલાં પણું તેને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને સારા પરિચય હતા; પણ આ પછી તે, બહુ જ ઓછા અપવાદ સિવાય, એ બન્ને સાથે ને સાથે જ રહેતા. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના જ્ઞાનભડારાના ઉલ્હારના કાર્ય માં તેએ એમના અતિ નિકટના સાથી હતા. ઉપરાંત તે, પેાતાની વ્યવહારકુશળતાને લીધે, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને અનેક કાર્યની વ્યાવહારિક જાળામાંથી મુક્ત બનાવી દેતા. આવા એક વિદ્યાવ્યાસંગી અને ચારિત્રરુચિ મુનિવરને વિ. સં. ૨૦૨૫ના પાષવિદ ૧૩ ( મેરુતેરશ, તા. ૧૬-૧-૬૯ ગુરુવાર) ના દિવસે વડાદરા પાસે છાણી મુકામે સ્વર્ગવાસ થયા ! તેએના સ્વર્ગવાસ અંગે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ તેમના તા. ૨૭-૧-૬૯ના લાગણીભર્યા પત્રમાં લખે છે કે—
“ શ્રી રમણીક એકાએક અણુધારી રીતે વિદાય લઈ ગયા ! ઘણાં વર્ષના આત્મીય સંબંધ એટલે સહજમાવે અંતરને લાગે તેા ખરું જ. તે છતાં હૃદયનું ગાંભીર્યાં ખાયું નથી. સંસારમાં આપણે સ`સારી જેવા રહ્યા એટલે અંતરને ઊણપ લાગે તો ખરી જ. આમ છતાં હું સર્વથા સમાધિ અને શાંતિમાં છું. વાસદથી બાસે વિહાર કરી પદમલા આવ્યા. ત્યાં જ રાતવાસાના વિચાર હતા. પણ બપેરે આહાર કર્યાં પછી એમ જ સૌને થયું કે આજે જ વિહાર કરી છાણી પહેાંચી જઈ એ. વિચાર નક્કી થતાં એએક વાગે ત્યાંથી વિહાર કરી અમે સાંજના સાડાપાંચ વાગ્યા લગભગ છાણી પહે ંચ્યા. લગભગ આખા દિવસમાં થઈને અગીઆર માઈલના વિહાર થયા. તેને લીધે મારી કેડમાં સખ્ત દુ:ખાવેા થઈ ગયા. પણ જે થાય તે સારા માટે જ. આખા દિવસમાં કે રાતમાં શ્રી રમણીકને કેાઈ ગભરામણ કે પીડા, કશું જ નથી થયું; તદ્દન આરામમાં-આનંદમાં જ હતા. તેરસના પ્રભાતે પાંચ વાગે, અમે સૌ પ્રભાતનું પ્રતિક્રમણ સાથે કરતા હોવાથી, મારી પાસે આવીને બેઠા અને મને જગાડયો. હું તરત જ ઊડ્યો અને પ્રતિક્રમણ માટે ઇરિયાવહીની તૈયારી કરતા હતા ત્યાં જ તે, જેમ કેઈ સામાન્ય રીતે સૂઈ જાય તેમ, ઢળી પડયા. મેં તરત જ રમણીક ! રમણીક ! એમ ચાર-પાંચ વાર ખેલાવીને તેને હલાવ્યા, પણ માલ્યા નહીં, ત્યારે મેં ચદ્રોદયવિજયને ખેલાવ્યા. તેણે આવીને બેઠા કર્યાં ત્યારે શ્વાસ ચાલતા હતા. પૂછ્યું : એસવું છે ? ત્યારે ‘ ના ' એમ મેલ્યા. તેમને તેમના આસને લઈ તે મે... નવકાર, કરેમિ ભંતે, સંથારાપેારસી, ઉવસગ્ગહર, જયવિયરાય, પગામસજઝાય આદિ સંભળાવ્યું. પણ લગભગ દસ મિનિટમાં જ સમાપ્ત થઈ ગયું ! '
સ્વજન સમાન હેતાળ અને હિતચિ ંતક એ મુનિવરને અમે અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, અને એમને ભાવપૂર્વક વંદના કરીએ છીએ. ય નય ના! નય નય મા! —સ્વર્ગસ્થના ગુણાનુરાગી—
—પ્રકાશરૂ
—સંપાદકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org