________________
પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજને
શ્રદ્ધાંજલિ કાળ પણ કેવી અકળ લીલા કરે છે! આ “જ્ઞાનાંજલિ” ગ્રંથમાં જ એના પ્રેરક મુનિવરને અમારે શ્રદ્ધાંજલિ અર્પવી પડે છે ! કેવા કરુણ ભવિતવ્યતાગ ! - પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજના દીક્ષા પર્યાયનાં સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્ત, વડોદરાના શ્રીસંઘે જ્ઞાન અને જ્ઞાનીના બહુમાનનો ઉત્સવ ઊજવવાને જે વિચાર કર્યો, તેના મુખ્ય પ્રેરક હતા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજ. આ પ્રસંગ નિમિત્તે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં લખાણોને ગ્રંથસ્થ કરવાનો વિચાર તેઓએ સહર્ષ વધાવી લીધે, એટલું જ નહીં, આ ગ્રંથના સંપાદક-મંડળના અગ્રણી બનવાનું પણ તેઓએ મંજૂર રાખ્યું; પણ આ ગ્રંથના પ્રકાશનનો સમારેહ થાય, તે અગાઉ જ તેઓશ્રીને સ્વર્ગવાસ થયો !
પૂજ્ય રમણીકવિજયજી મહારાજનું વતન જૈનપુરી અમદાવાદ. તેઓશ્રીના પિતાશ્રીનું નામ માણેકલાલ સુતરિયા, માતાનું નામ મણિબહેન. તેઓનો જન્મ વિ. સં. ૧૯૬૩માં. તેઓનું નામ ચંદુલાલ. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના મોટા બે ભાઈ તે મણિભાઈ અને હીરાભાઈ - ચંદુલાલનું મન ભણવા કરતાં રમત-ગમતમાં અને તોફાન-મરતીમાં વધારે ! એક દિવસ ગિલીદડાની રમતમાં આંખમાં જોરથી વાગી ગયું. ડોળાને તો ખાસ નુકસાન ન થયું, પણ અંદર લેહીની કણ બંધાઈ ગઈ એટલે આંખનું તેજ જતું રહ્યું. આમ તો તેઓને આંખની આવી ખામી છે, એમ કેઈને ન લાગે, પણ જીવનભર એમણે એક આંખને ભરોસે જ યથાશક્ય સરસ્વતીની ઉપાસના કરી છે.
બે વર્ષની ઉંમરે જ પિતાશ્રીની છત્રછાયા હરાઈ ગઈ, એમાં વળી રમતિયાળ અને તોફાની સ્વભાવ; વિધવા માતાના પુત્રનું ભાવી ત્રાજવે તોળાતું હતું. પણ માતાએ શાણપણ વાપરીને ચંદુલાલને અમદાવાદમાં લુણાવાડમાં બિરાજતા પૂજ્ય પ્રશાંતમૂર્તિ મુનિવર્ય શ્રી હંસવિજયજી મહારાજ તથા એમના શિષ્યરન મુનિ શ્રી સંતવિજ્યજી મહારાજ પાસે ભણવા મોકલ્યા. વળી, આ ધર્મપરાયણ અને કલ્યાણવાંછુ મુનિવરના સંતસમાગમથી ચંદુલાલને ધર્મનું જ્ઞાન તો મળ્યું જ; ઉપરાંત, એના જીવનની દિશા જ પલટાઈ ગઈ. ચંદુલાલનું અંતર ત્યાગ-વૈરાગ્યના રંગથી રંગાવા લાગ્યું. વિ. સં. ૧૯૮૧માં ઉપધાનતપ કર્યા પછી, કુટુંબીજનોની આનાકાની છતાં, વિ. સં. ૧૯૮૨ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં તેઓએ પૂજ્ય હંસવિજયજી મહારાજ પાસે એમના શિષ્ય શ્રી સંપતવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. તેઓની વડી દીક્ષા પાદરામાં થઈ હતી. - પૂજ્ય રમણીકવિજ્યજી મહારાજના અનેક ગુણમાં સૌથી ચઢિયાતો ગુણ હતો વૈયાવચ્ચન. બીમાર કે અશક્ત સાધુઓની સેવાચાકરી કરવામાં તેઓ પોતાના કે બીજા સમુદાયનો ભેદ ભૂલી જતા, અને આરામની ચિંતા સેવ્યા વગર એમાં તન્મય બની જતા. તેઓની સરળતા, નિખાલસતા અને ભદ્રપરિણામિતા દાખલો લેવા જેવી હતી. એમનો સ્વભાવ આનંદી, ઉદાર અને પ્રેમાળ હતો.
એમને શાસ્ત્રીય ગ્રંથે ઉપરાંત ઇતર સાહિત્ય વાંચવાની પણ ઘણી રુચિ હતી. જ્યારે જુઓ ત્યારે તેઓ કાં તો કઈ પુસ્તક ધ્યાનપૂર્વક વાંચતા હોય, કે કોઈ પ્રાચીન ગ્રંથનું સંશોધન-સંપાદન કરતા હોય. સંસ્કૃત એકાક્ષરીકેશ, શ્રી શાંતિસૂરિવિરચિત પ્રાકૃત “પૃથ્વીચંદ્રચરિત” અને “વૈરાગ્યરતિ”નું તેઓએ સંપાદન કર્યું છે. વડોદરા યુનિવર્સિટી તરફથી પ્રગટ થયેલ “પ્રાચીન ફાગુસંગ્રહ 'ના સંપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org