________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮: જ્ઞાનગોષ્ઠી
(૫૧) પ્રશ્ન:- અભેદભક્તિ કેટલા પ્રકારની હોય છે? શું બધા પ્રકારની ભક્તિ સ્ત્રીઓને પણ થાય ?
ઉત્તર- અભેદભક્તિના બે પ્રકાર છે- (૧) શુક્લ ધ્યાન (૨) ધર્મધ્યાન. જો કે કહેવામાં તો આ બંને જુદા લાગે છે. પણ તે બંનેના અવલંબન રૂપ આત્મા એક જ છે તેથી તે એક જ જાતના છે. આત્મસ્વભાવના ભાનવડ ધર્મધ્યાન સ્ત્રીને પણ થઈ શકે છે. સ્ત્રીને શુક્લધ્યાન થઈ શકતું નથી. ધર્મધ્યાન કરતાં શુક્લધ્યાન વિશેષ નિર્મળ છે.
–આત્મધર્મ અંક ૭૬, મહા ૨૪૭૬, પૃષ્ઠ ૬૪
(પર) પ્રશ્ન:- કોઈ કોઈનું બહુમાન કરી શકતું નથી આમ જો માનીએ તો તીર્થકરોનો અવિનય નહિ થઈ જાય ?
ઉત્તરઃ- તીર્થકરોનો વિનય કહેવો કોને? તીર્થકર ભગવાન વીતરાગ છે, ખરેખર રાગ વડે તેમનો વિનય થતો નથી. જેમ તીર્થંકર પ્રભુએ પોતે કર્યું અને કહ્યું તે પ્રમાણે સમજવું અને ભગવાન ચૈતન્યજ્યોતનું બહુમાન કરીને તેમાં ઠરવું–તે જ તીર્થકરોનો સાચો વિનય છે. સત્ સમજવાથી વિનય જાય નહિ પણ સત્ સમજવાથી જ સની ખરી ભક્તિ અને ખરો વિનય થાય છે. પહેલાં અજ્ઞાનપણે કુદેવાદિ પાસે માથાં ઝુકાવતો; તેને હવે સાચું સમજતાં વીતરાગ નહિ થાય ત્યાં સુધી વચ્ચે સત નિમિત્તનો વિનય, ભક્તિ ને બહુમાન આવ્યા વગર રહેશે નહિ; પણ ત્યાં પરમાર્થે પરનું બહુમાન નથી પણ પોતાના ભાવનું જ બહુમાન છે. જ્ઞાનીઓ પોતાના સ્વભાવને જ સર્વોત્કૃષ્ટ જાણીને તેનો આદર કરે છે. સ્વભાવના આદરમાં તીર્થકરોનો વિનય સમાઈ જાય છે.
-આત્મધર્મ અંક ૭૪ માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩પ
(૫૩)
પ્રશ્ન:- શ્રી પરમાત્મપ્રકાશ ગાથા ૧૫ માં કહ્યું કે જેમણે જ્ઞાનાવરણાદિ (ભાવ તેમજ દ્રવ્ય) કર્મનો નાશ કરીને અને દેહાદિક સર્વે પરદ્રવ્યોને છોડીને કેવળજ્ઞાનમય પરમાત્મ-પ્રકાશ પ્રાપ્ત કર્યો છે તેમને શુદ્ધ મનથી પરમાત્મા જાણો.
વળી પરમાત્માને દેહાદિના સંયોગનો પણ નાશ કહ્યો છે. હવે, અરિહંતદેવ પરમાત્મા હોવા છતાં તેમને શરીરનો સંયોગ તો હોય છે, છતાં “શરીરાદિ છોડીને પરમાત્મા થયા છે” એમ કેમ કહ્યું?
ઉત્તરઃ- શરીરાદિ તો ત્રણે કાળે આત્માથી જુદાં જ છે, પરંતુ પહેલાં તે પ્રત્યે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com