________________
આધારિત ગ્રંથ, ગ્રંથકર્તા અને ભાવાર્થ લેખકનો સંક્ષિપ્ત પરિચય
પ્રસ્તુત શાંતસુધારસ ગ્રંથના મૂળ નિર્માતા પૂજ્યપાદશ્રી વિનયવિજ્યજી મહોપાધ્યાય છે. ગ્રંથના વિવેચનકાર સ્વ. આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજ છે. જેમણે આ ગ્રંથને જનભાષમાં અવતરિત કર્યો છે. જેમાં બારભાવનાઓનું મનનીય સ્વરૂપ આલેખ્યું છે.
લગભગ ત્રણસો વર્ષ પહેલા ગ્રંથકાર પૂ. ઉ. શ્રી વિનયવિજયજીએ જૈનશાસનની શોભારૂપ ગદ્ય અને પદ્યમાં અમૂલ્ય તત્ત્વજ્ઞાનનો વારસો સુસંસ્કારરૂપે આપ્યો છે. શ્રી શાંતસુધારસ ગ્રંથ તેમાનું એક ઉત્તમ સર્જન છે. ગદ્ય પદ્યરૂપે થયેલી આ સંકલના અદ્ભૂત છે. તે જેઓ જાણશે તે જ માણશે. બુદ્ધિપ્રધાન યુગમાં જીવને શાંતિ માટે શાંતસુધારસ ઉપકારી છે. વળી અત્રે અન્ય ગ્રંથોનો પણ આધાર પ્રસ્તુત છે.
“શાંતસુધારસ” ગ્રંથની સરળ પ્રવચનરૂપે પ્રસાદી ધરાવનાર સ્વ. પૂ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજીએ સ્વાધ્યાય પ્રેમીજનોને એક ઉત્તમ અવસર આપ્યો છે. તેનું અધ્યયન કરશે તે પામશે. આ ઉપરાંત પૂજ્યશ્રીએ અન્ય ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તે માણવા જેવું છે. તેઓશ્રીના સ્વમુખે એ સ્વાદ માણવાનું મળ્યું હતું તે મારું સદ્ભાગ્ય છે.
આ વિજ્ઞાનયુગમાં વિવિધક્ષેત્રે અનેકપ્રકારનું સાહિત્ય પ્રગટ થતું રહ્યું છે. તેમાં આત્મકલ્યાણકારી સાહિત્ય સંખ્યાની દૃષ્ટિએ અલ્પ છતાં તે અમૂલ્ય છે. જેમ અગણિત તારાઓ છતાં એક સૂર્યનો પ્રકાશ પૃથ્વીને પ્રકાશે છે. તેમ તાત્ત્વિક સાહિત્ય જીવમાત્રની ચેતનાને પ્રકાશિત કરે છે. સુખને ઝંખતા માનવને “શાંતસુધારસ’’ જેવા ગ્રંથો-સાહિત્ય અમૃત સમાન સુખ આપે છે. યદ્યપિ આ ભાવનાઓને વિષે અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. તેમાં શાંતસુધારસ લોકભોગ્ય છે.
જગતના અનેકવિધ રસ પૈકી નવરસ પ્રસિદ્ધ છે તેમાં શાંતસુધારસ સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી છે, તે રસાધિરાજ છે. દુન્યવી અન્ય આઠ રસને ભાવનાની જેમ તત્ત્વરૂપ વિચારી શકાય. જ્ઞાનીજનો કાદવમાં ખીલતા કમળના સૌંદર્યને જૂએ છે. કાદવને જોતા નથી તેમ આઠ રસોની તાત્ત્વિક્તા સમજવા જેવી છે.
Jain Eò ચિંતનયાત્રાonal
For Private & Personal Use Only
www.jainelibrary.org