Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી સદ્ગુરુવે નમઃ ‍‍ “ વૈશ્વિક રહસ્યોની ચિંતનયાત્રા ඕ ඕ ඕ‍ થોડાં વર્ષો પહેલાં શ્રી શાંતસુધારસનું અધ્યયન કર્યું હતું. ત્યાર પછી પૂ. આ. શ્રી રત્નસુંદરજીને વંદન કરવાનું બન્યું ત્યારે તેઓશ્રીએ સંકેત કર્યો હતો કે ભાવનાઓની અનુપ્રેક્ષા કરો. તેમના આદેશને શિરોધાર્ય કર્યો. ત્યારે જ મનમાં એ ચિંતનની નોંધ લખવાની ભાવના હતી. પરંતુ તે મુલત્વી રહેતું. પરંતુ વળી ૨૦૦૯માં મનમાં પુનઃસ્ફુરણા થઈ. બાર ભાવનાઓની અનુપ્રેક્ષાનો પ્રારંભ કર્યો. તેમાં જે જે ભાવો થતાં તેની નોંધ કરતાં વિસ્તાર થતો ગયો અને તે લેખન બની ગયું. વિશ્વની રચના એટલે જડ ચૈતન્ય પદાર્થોના સંયોગ વિયોગ, તેના વાસ્તવિક સ્વરૂપને સમજવા, આ ભાવનાઓ વૈરાગ્યની જનની છે. વિશ્વમાં સૂક્ષ્મ જંતુથી માંડીને મહામાનવોની ચેતનાશક્તિના પ્રવાહમાં સમ-વૈષમ્ય જોવા મળે છે, તેને પ્રસ્તુત ગ્રંથમાં વિવિધ ભાવનાઓના ચિંતન દ્વારા અવતરિત કર્યું છે. ભૌતિક પદાર્થો અને અનેક સંયોગો સાથે નિરંતર સંબંધ ધરાવતી ચેતનની અનન્ય અને અદ્ભૂત શક્તિને સામાન્ય બુદ્ધિથી સમજી શકાતી નથી. ઘેરા ચિંતન દ્વારા તેને સમજી શકાય તેમ છે, તેનું માધ્યમ આ ભાવનાઓ છે. માનવ માત્ર કે જીવમાત્ર સુખ અને શાંતિ ઈચ્છે છે, પરંતુ પ્રાયઃ દુઃખ જોવા મળે છે, તેવી વિષમતાનું કારણ તે જાણતો નથી. આ ભાવનાઓ સાચા સુખ શાંતિનો અભિગમ પ્રદાન કરી શકે છે. તેથી ગ્રંથકાર ‘ઉ. શ્રી વિનયવિજ્યજી’એ આ ગ્રંથનું નામ ‘શ્રી શાંતસુધારસ' આપ્યું છે, તે યથાર્થ છે. જો કે આ એક ધાર્મિક અવતરણ હોવા છતાં જીવનની શાંતિ પ્રાપ્ત કરવાની તેમાં અનેક ચાવીઓ આપી છે. તેને ચિંતન દ્વારા આત્મસાત્ કરી શકાય તેમ છે. Jain Education tenational આત્મશાંતિની શોધ આત્માની સમશ્રેણીમાં કરવાની છે, તે કેવળ બુદ્ધિ દ્વારા થઈ શકે તેમ નથી. હજારો માઈલનો પ્રવાસ કરનારો માનવ એક તસુથી પણ નજીક એવી આત્મશાંતિને માણી શકતો નથી કારણકે તે એનાથી અજ્ઞાત છે. કેવળ જ્ઞાન દ્વારા જ એ આત્મશાંતિ પામી શકે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 298