________________
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથમાં જણાવ્યું છે કે અનુપ્રેક્ષા એટલે વારંવાર ચિંતવવું. ચિંતન-વિચાર તો અનેક પ્રકારના હોય છે. અત્રે ચિંતનની વિશિષ્ટતા બાર ભાવનાઓથી જણાવી છે કે “ભવ્યજનાનંદજનની''. ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિ નિફ્ટ હોય તેમને આનંદ આપનારી આ અનુપ્રેક્ષા હીશ.” - સાધનાત્માને જે સાંભળતા આંતરિક આનંદ મળે તેવી આ ભાવનાઓ બાર પ્રકારની છે. અત્યંત નાજુક વ્યાખ્યા બતાવે છે કે જે વિનાશી છે તે અનિત્ય, જેમાં કોઈ શરણ નથી તે અશરણ છે. પરિભ્રમણરૂપ સંસાર છે. જયાં એકમાં સુખ છે તે એકત્વ છે. જે સર્વથી ભિન્ન છે તે અન્યત્વ છે. સપ્તધાતુયુક્ત મલિન દેહ અશુચિ છે. કર્મ વર્ગણાનું આત્મ પ્રદેશે આવવું તે આસવ છે. તે કર્માસવનું અટકવું તે સંવર છે. તે કર્માસવનું નિર્જરવું તે નિર્જરા છે. જીવાદિ છ દ્રવ્યોના સમૂહનું સ્વતંત્ર પરિણમન તે લોક છે. અતિદુર્લભતાએ જેની પ્રાપ્તિ થાય છે તે બોધિદુર્લભ છે. જીવને દુઃખમુક્ત કરાવનાર સ્વસ્વરૂપધર્મ તે ધર્મ પ્રભાવના છે. આનું વિસ્તૃત સ્વરૂપ હવે જોઈશું. તેને જાણજો અને માણજો. આ ઉપરાંત અન્ય ભાવનાઓનો સંગ્રહ સાથે પ્રકાશ્યો છે.
હે ભવ્યાત્મા ! આ દુષમ કાળમાં કેવા ઉત્તમ યોગ, સત્ સાહિત્યની ઉપલબ્ધિ અને સક્ષમ ઈન્દ્રિયાદિ મળ્યા છે. કોઈ પુણ્યશાળી, આત્મશાંતિનો શોધક જ એ સમજી શકશે. પૂર્વના આરાધનના બળે, વર્તમાનની ઉત્તમ ભાવનાનું કંઈક અવેજ તારી પાસે હોય તો આ ભવમાં ભૂલ્યા વગર પૂર્વના પ્રવાહને આગળ વધારજે અને સુખ સાગરમાં ડૂબકી લગાવજે.
વાસ્તવમાં આ વિવિધ ભાવનાઓ પાત્ર જીવો માટે વૈરાગ્યપ્રેરક, હિતકારી, શાંતિદાતા છે. અત્રે વિશેષતા એ છે કે દરેક ભાવના સ્વને ઉદ્દેશી ચિંતનરૂપે છે. કેવળ અનુલેખન નથી. તેથી સાધક પોતાને એ પદ્ધતિથી જોડશે કે તેની ચિંતન યાત્રા કરશે તે અવશ્ય જીવનને સાર્થક કરશે. ચાલો આપણે એ ભાવના સાગરના પ્રવાસી થઈએ.
- સુનંદાબહેન વોહોરા
ચિંતનયાત્રા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org