Book Title: Ganitanuyoga Part 1
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ગ્રન્થમાલાના આધ પ્રેરકો ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ.નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુખ્યરૂપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્ય શ્રી દીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, તે સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે જ સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દીક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અક્ષરો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બત્રીસી જ્ઞાનભંડા૨માં ઉપલબ્ધ છે. એમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાની સંતો થયા. આવા મહાન પુરુષને આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે. તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ. હતા. જેમની ૮૦ વર્ષની ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દ૨૨ોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંદ્રજી મ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈન - જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણી-ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થમાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અભ્યર્થના. - વિનયમુનિ Jain Education International 10 For Private & Personal Use Only www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 602