________________
નમો નિપITv I.
અ.સૌ. ઉષાબેન હસમુખભાઈ શાહ (કલોલવાળા)
અનેક તડકા છાંયડાવચ્ચેપતિ-પત્નિના રથના સરીખાપેડાં સમુંઉત્તમજીવન. વિચારધારાનો સમન્વય, સાધારણ પરિસ્થિતિમાંથી કઠોર પરિશ્રમ દ્વારા મુંબઈ નગરીમાં ખૂબ જ આગવું સ્થાન ધર્મસ્થાનકોના કાર્યકર્તાઓમાં ધરાવે છે. ઘણી જ નામી-અનામી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તે સંસ્થા વટવૃક્ષ જેવી બની છે.
ડાબો હાથ આપે તો જમણો હાથ જાણે નહિ તેવો તેમનો મુકદાન કરવાનો ગુણ વંદનીય છે.
નાની મોટી અગણિત સંસ્થાઓમાં દાન માટે સામેથી તેમનો હાથ લંબાયેલો રહ્યો છે. કયારેય પણ નામની કામના નહીં. પૂ. સંત સતીજી સાહેબોનો સમાગમ તે કેવળ આત્મ ઉત્થાન માટે જ રહ્યો છે.
સદાય હસતો - નિખાલસ - નિર્મળ ચહેરો - ગણિતાનુયોગના કાર્યમાં તેમનો ફાળો ધન્યવાદને પાત્ર રહ્યો છે. અમદાવાદમાં પોતાના પિતાના નામને જોડતી નવગુજરાત કૉલેજમાં તેમનો ફાળો હજારો વિધાથીના આશીર્વાદરૂપ બન્યો છે. સાદગીભર્યું જીવન, સરળતા, નમતા, સૌમ્યતાનો ત્રિવેણી સંગમ સદાય જોવા મળ્યો છે.
શત શત જીવો – ભાગ્યશાળીઓ''
શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, વાલ્વેશ્વર (મુંબઈ)
મુંબઈ નગરી એટલે ધર્મ નગરી અને તેમાં સ્થાનકવાસી જૈન સંઘોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતો - શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ વાલકેશ્વર એટલે દાન - શિયળ - તપ - જ્ઞાન - દર્શન, ચારિત્ર - તપની અણમોલી ભાવનામાં રમણ કરતો સંઘ.
શ્રી સંઘના ઉદ્ઘાટનથી લગાવી આજ દિન સુધી શ્રી સંઘના ભૂતકાળનાં કાર્યકર્તાઓ વર્તમાન સમયના ઉત્સાહી કાર્યકર્તાઓ મન મુકીને પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીનો સદવ્યય કરનાર એટલે શ્રી વાલકેશ્વર સંઘ. વાત્સલ્યની વહેતી ધારા સમા ગંગાના નિર્મળા નીર સમા, તેજસ્વી, ઓજસ્વી - પરમાર્થ દષ્ટિભર્યું જીવન જીવી જનાર. પૂ. બહેન સુશીલાબહેનની આગેવાની નીચે શ્રી શાંતિભાઈ, શ્રી પ્રતાપભાઈ, શ્રી ભાનુભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ તથા નામી - અનામી સર્વે કાર્યકર્તાઓના સહયોગથી – શ્રી વાલકેશ્વર શ્રી સંઘે દુષ્કાળના સમયે કેટલકેમ્પ માટે યોગદાન આપ્યું છે. જ્ઞાનદષ્ટિ માટે સૌ ભાઈ-બહેનો આત્મીક ઉત્થાનકારી જ્ઞાન પામે તે માટે ઉત્તમોત્તમ ચાતુર્માસ કરાવી પૂ. સંત-સતીજીના પાવન પદાર્પણ કરાવ્યા છે. વાલકેશ્વર શ્રી સંઘ એટલે હારેલા - થાકેલા માટે વિશ્રાંતિનો વડલો -
જ્યાં જ્યાં ધર્મસ્થાનકની જરૂર હોય, ત્યાં-ત્યાં વાલકેશ્વર શ્રી સંઘના ઉત્સાહી ભાઈ-બહેનોએ મનમુકીને દાનનો પ્રવાહ વહાવ્યો છે. પાલનપુરના ખીમરવંતા રહીશો - ગુજરાત - રાજસ્થાન તેમજ સૌરાષ્ટ્ર વગેરેના રહીશોએ વાલકેશ્વર સંઘનું નામ ગૌરવવંતુ કર્યું છે.
આપણા શરીરમાંવાલહાર્ટની અંદર કામ ન કરે તો તેનું હાર્ટ ફેઈલ જાય છે તેમ ધર્મરૂપી વાલકેશ્વરશ્વર અવાજ અરિહંતનો રહેતો શ્રી વાલકેશ્વર શ્રી સંઘના ગણિતાનુયોગમાં આપેલ ઉદાર ફાળાને કેમ ભુલાય? તે માટે પૂ. બહેન સુશીલાબેન, પૂ. રમણીકભાઈ તથા સકલ સંઘના આભારી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org