________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૨૫
ગુણોનો ગુણી પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. તેવી જ રીતે આત્મા નામના દ્રવ્યના જે ગુણો છે તે પ્રત્યક્ષ છે. માનસપ્રત્યક્ષથી જણાય છે. સ્વયં અનુભવથી જણાય છે. તે માટે તે ગુણોનો ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ છે, માનસ પ્રત્યક્ષ છે, અનુભવગોચર છે.
પ્રશ્ન - આત્માના ગુણો કયા? કે જે પ્રત્યક્ષ છે.
ઉત્તર - (૧) સ્મૃતિ = સ્મરણ થવું, યાદ આવવું, ભૂતકાળમાં કરેલું કાર્ય સ્મૃતિગોચર થવું, (૨) જિજ્ઞાસા = જાણવાની ઈચ્છા, વસ્તુસ્થિતિ જાણવાની તમન્ના, (૩) વિષ = કાર્ય કરવાની ઈચ્છા, (૪) નિરામિષા = એકસ્થાનથી બીજા સ્થાને જવાની ઈચ્છા, (૫) સંશતિ = સંશય થવો, આમ હશે કે આમ હશે આવો વિચાર વિશેષ થવો. (૬) નિર્ણય = આ વસ્તુ આમ જ છે આવો નિશ્ચય કરવો ઈત્યાદિ અનેક પ્રકારના જે જ્ઞાનવિશેષ છે તે આત્માના ગુણો છે. કારણ કે જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં જ આ ઉપરોક્ત ગુણો અનુભવાય છે. જ્યાં જ્યાં જીવ નથી અર્થાત્ જડ છે ત્યાં ત્યાં ઉપરોક્ત ગુણોમાંથી એક પણ ગુણ અનુભવાતો નથી. જીવવાના શરીરમાં અને જીવ વિનાના શરીરમાં આ વાત સ્વયં અનુભવથી જ સિદ્ધ છે. આ બાબતમાં સમજાવવું પડે તેમ નથી. સુખ-દુઃખની લાગણીઓ થવી, સુખ-દુઃખનો અનુભવ થવો, આ સઘળા જીવના ગુણ છે. ગુણો પ્રત્યક્ષ અનુભવાતા હોવાથી તેનાથી અભિન્ન એવો ગુણી આત્મા પણ પ્રત્યક્ષસિદ્ધ છે, આ જ વાત ન્યાયની પરિભાષાથી સમજાવાય તેમ છે.
“ગુણી એવો જીવ પ્રત્યક્ષસિદ્ધ જ છે” આ પક્ષ અને સાધ્ય છે. કારણ કે સ્મૃતિજિજ્ઞાસા-ચિકીર્ષા-જિગમિષા-સંશય આદિ અનેક પ્રકારના જે જે જ્ઞાનવિશેષ સ્વરૂપ ગુણો છે તે સ્વયં પોતપોતાના અનુભવ દ્વારા પ્રત્યક્ષ સિદ્ધ છે માટે આ હેતુ છે. આ સંસારમાં જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષ જણાય છે તે ગુણી એવું દ્રવ્ય પણ પ્રત્યક્ષ જ જણાય છે. આ વ્યાપ્તિ છે. જેમકે ઘટ, આ અન્વયદેષ્ટાન્ત છે. જીવના ગુણો પણ પ્રત્યક્ષ અનુભવાય જ છે આ ઉપનય છે. તેથી જીવદ્રવ્ય નિયમા પ્રત્યક્ષ જ છે આ નિગમન છે.
જેમ ઘટ નામનું ગુણીદ્રવ્ય પણ રૂપાદિગુણોના પ્રત્યક્ષથી જ પ્રત્યક્ષ થાય છે. ગુણોને છોડીને ઘટાદિ કોઈ પણ દ્રવ્ય પ્રત્યક્ષ થતું નથી. તેની જેમ આત્માના વિજ્ઞાન-સ્મરણજિજ્ઞાસા આદિ ગુણો પ્રત્યક્ષ હોવાથી તે ગુણોવાળો આત્મા પણ પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ જ છે.
પ્રશ્ન - જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષ હોય તે દ્રવ્ય પણ પ્રત્યક્ષ જ હોય આ તમારી વાત અન્નકાન્તિક છે. અર્થાત્ વ્યભિચારવાળી છે. કારણ કે શબ્દ નામનો આકાશનો ગુણ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે. પરંતુ તે શબ્દગુણવાળું ગુણી આકાશ કંઈ શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ