Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 10
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ચોતરફ ખૂબ જ વધવા લાગી. મહારાજશ્રીમાં અતિશય બુદ્ધિમત્તા દેખીને ત્યાંના શ્રેષ્ઠિવર્ય શ્રી ધનજી સૂરાએ ગુરુમહારાજશ્રીને વિનંતી કરી કે આ મહારાજશ્રી ઘણા જ બુદ્ધિશાળી છે, તીવ્રસ્મરણશક્તિવાળા છે. તેથી તેમને કાશી મોકલો. અને ન્યાયનો, તર્કશાસ્ત્રોનો અને છએ દર્શનશાસ્ત્રોનો સૂક્ષ્મ અભ્યાસ કરાવો. આ મહાત્માને જો બરાબર ભણાવવામાં આવે તો આ કાળમાં બીજા શ્રી હરિભદ્રસૂરિજી અથવા બીજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી (તુલ્ય) પાકશે. ગુરુજીએ કહ્યું કે મારી પણ આ જ ઈચ્છા છે કે કાશીમાં જઈને સુંદર અભ્યાસ કરાવવો. પરંતુ ત્યાં વિદ્યાગુરુઓ (ભટ્ટારકો) ધન વિના વિદ્યાભ્યાસ કરાવતા નથી. તેના ઉત્તરમાં ધનજી સુરાએ કહ્યું કે, “આ લાભ મને આપો' આ વિષયનો તમામ ખર્ચ હું આપીશ. પંડિતજીને સારી રીતે સન્માનીશ. સારૂં યોગ્ય પાત્ર કાશીમાં જઈ દર્શન આદિના શાસ્ત્રો ભણીને જૈન શાસનની જ્યોત જગાવે તો મારો તમામ ખર્ચ સફળ જ થયો છે. એમ હું માનું છું. યોગ્યપાત્ર વિદ્યાસજી, થાણ્યું એ બીજો હેમ. જે કાશી જઈ અભ્યસેજી, પદનના ગ્રંથ, કરી દેખાડે ઉજળુંજી, કામ પડશે જિનપંથ. દોઈ સહસ દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથrfઘ અચણ્યું હો લાલ. છે મુજ એવી ચાહ, ભBraો તે ભણજો હો લાલ, ઈમ સુણી કાનો રાહ, ઝહે ગુરુ દિનમણિ હો લાલ. “સુજસવેલી ભાસ' ગ્રંથકારશ્રીનો કાશી તરફ વિહાર : શિષ્યને અભ્યાસ કરાવવાના આ પ્રમાણે સાનુકુળ સંજોગો થતાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિચાર વિનિમય કરીને ગુરુ મહારાજશ્રી નવિજયજી મ.શ્રીએ કાશી તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. અને કાશી તરફ વિહાર કરતાં પહેલાં ૧૭૮૧નું ચાતુર્માસ કપડવંજ પાસેના “આંતરોલી ગામમાં કર્યું. તે ચાતુર્માસ દરમ્યાન “સ્યાદ્વાદ રહસ્ય” નામના ગ્રંથની રચના કરી. અભ્યાસ કરવા જતાં પહેલાં આવા દુર્ગમ ગ્રંથની રચના કરવી તે તેઓશ્રીની પ્રખર પંડિતાઈનો પાકો પુરાવો છે. કાશી તરફ વિહાર કરતાં પહેલાં પૂજ્ય આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.શ્રીએ સંયમ-તપત્યાગ અને વૈરાગ્યને જાળવી રાખવા માટે તથા પંચાચારના પાલન આદિ માટે ઘણી ઘણી હિતશિક્ષા આપી. તથા ગંગાતટે સરસ્વતીની ઉપાસના કરાવી લેવાની અને ભણીને જૈન શાસનની પરમ જ્યોત જગાવવાની પણ શીખ આપી. ૧૭૮૧ના ચાતુર્માસ બાદ કોઈ શુભ દિવસે ગુરુજી શ્રી નયવિજયજીએ શિષ્ય પરિવાર સાથે આંતરોલીથી કાશી તરફ વિહાર કર્યો. અને વિહાર કરતાં કરતાં ગંગાતટે આવી પહોંચ્યા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 475