Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 9
________________ પ્રસ્તાવના દ્રવ્યગુણ-પર્યાયનો રાસ નાની ઉંમર, સુંદર બુદ્ધિ, નિર્મળ ચિત્ત, ભણવા માટે હાર્દિક ધગશ, ઉત્તમ ધર્મગુરુનો યોગ ઈત્યાદિ અભ્યાસની તક એવી ઉજળી મળી કે જાણે સરસ્વતીની સાધનાનો સહ્યોગ સાંપડ્યો હોય તેવું બન્યું. અભ્યાસ કરવાની એવી લગની લાગી કે ૧૬૮૮ થી ૧૬૯૯ આમ માત્ર ૧૧ વર્ષ જેટલા નાના ગાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા, ધર્મશાસ્ત્રો, આગમ શાસ્ત્રો, પ્રાકરણિક ગ્રંથો, ઈત્યાદિ અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. ઘણા-ઘણા શાસ્ત્રોમાં પારંગત થયા. આ બાબતમાં સુજસવેલી ભાસ'ની સાક્ષી ગાથાઓ આ પ્રમાણે છે – ગજજરઘર મંડBણ અછે જી, નામે કનોડું ગામ, સિહાં વસે વ્યવહારીયોજી, નારયણા એહવે નામ. તસ થરાણી સોભાગદેજી, તસ નંદન ગુણવંત, લઘુ પણ બુદ્ધ આગળોજી, નામે કુંવર જસવંત. સંવત સોલ અચાસીએજી, રહી કાગેટ ચોમાસ, શ્રી નયવિજય પંડિતજી, અાચા કન્હોને ઉલ્લાસ. માતા પુત્રસું સાધુનાજી, તiદી ચરણ સુવિલાસ, સુગર ઘર્મ ઉપદેશથીજી, પામી વૈરાગ પ્રકાશ. અણહીલપુર પાટણ જઈજી, ચઈ ગુરુ પાસે ચારિત્ર, યશોવિજય’ એહવી કરીજી, થાપના નામની તત્ર. પસિંહ બીજો વલીજી, તસ બાંઘવ ગુણવંત, તેહ પ્રસંગે પ્રેરીયોજી, તે પણ થયો તવંત. વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ, બિઠું તે સોલ અચાસીએજી, કરતાં ચોગ અભ્યાસ. ગ્રંથકારશ્રીનો અવધાન પ્રયોગ : તે કાલે પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. સૌથી મોટા હતા. તેમની પાસે તથા પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા.ની પાસે અને અન્ય મહાત્માઓ પાસે પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ અભ્યાસ કર્યો. ૧૧ વર્ષ સુધી સુંદર અભ્યાસ કરી વિક્રમ સંવત ૧૬૯૯માં ગુરુમહારાજની સાથે અમદાવાદમાં નાગોરી શાળાના ઉપાશ્રયે પધાર્યા. પૂજય નયવિજયજી મહારાજશ્રીએ કહ્યું કે તમે શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કર્યો છે. તેથી રાજનગરના જૈનસંઘ સમક્ષ કંઈક અદ્ભુતતા બતાવો. આ રીતે ગુરુજીની આજ્ઞા મળતાં ચતુર્વિધ શ્રી જૈન સંઘ સમક્ષ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આઠ અવધાન પ્રયોગ કરી બતાવ્યા. (આ પ્રયોગમાં જુદી જુદી આઠ વ્યક્તિઓ આઠ-આઠ પ્રશ્નો પૂછે. ૮૪૮૪૬૪ આ ચોસઠ પ્રશ્નો ક્રમશઃ યાદ રાખીને તેના ક્રમશઃ જ સચોટ ઉત્તર આપવા. તે આઠ અવધાન કહેવાય છે.) આવા પ્રકારના અવધાન પ્રયોગથી પૂ. યશોવિજયજી મ. શ્રી ઉપર “રાજનગરનો શ્રી જૈન સંઘ” ઘણો જ ખુશ થયો. શ્રી યશોવિજયજી મ. શ્રીની કીર્તિ-પ્રશંસા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 475