________________
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ગ્રંથકારશ્રીની યશસ્વી ગુરુપરંપરા -
વિક્રમ સંવત ૧૫૦૧ થી ૧૬૦૦ના ગાળામાં એટલે કે સોળમા સૈકામાં, અકબર બાદશાહના પ્રતિબોધક અને “જગદ્ગ”ના હુલામણા નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા પૂ. આચાર્ય શ્રી “હીરવિજયસૂરીશ્વરજી મ. શ્રી થયા, કે જેઓનો જન્મ પાલનપુરમાં અને સ્વર્ગવાસ ઉનામાં થયેલો. તેઓના શિષ્ય-પ્રશિષ્યવર્ગમાં અનેક પૂ. આચાર્ય મહારાજશ્રી તથા અનેક પૂ. ઉપાધ્યાય મહારાજશ્રી આદિ થયા. તેમાં ક્રમશઃ પૂ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ., પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ. અને પૂ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રી થયા. તેવી જ રીતે ઉપાધ્યાય પદે શોભતા પૂ. શ્રી કલ્યાણવિજયજી મ., પૂ. શ્રી લાભવિજયજી મ., પૂ. શ્રી જિતવિજયજી મ. અને પૂ. શ્રી નવિજયજી મ. શ્રી થયા. આ પૂજ્ય નયવિજયજી મ. શ્રી એ જ ગ્રંથકર્તા શ્રી યશોવિજયજી મ. શ્રીના ગુરુજી છે. તથા પૂજ્ય યશોવિજયજી મ.શ્રીને પણ શ્રી ગુણવિજયજી વગેરે શિષ્ય પરિવાર હતો. તે સર્વેની સામાન્યથી પટ્ટપરંપરા આ પ્રમાણે છે –
પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. શ્રી
આચાર્ય મહારાજશ્રી (૧) પૂ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી
ઉપાધ્યાય મહારાજશ્રી (૧) શ્રી કલ્યાણવિજયજી ઉ.
(૨) પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી
(૨) શ્રી લાભવિજયજી ઉ.
પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી, પૂ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી શ્રીજિતવિજયજી મ.
શ્રી નવિજયજી મ.
શ્રી યશોવિજયજી ઉ. મ.
ગુણવિજયજી તત્ત્વવિજયજી માનવિજયજી લક્ષ્મીવિજયજી હેમવિજયજી
કેસરવિજયજી સુમતિવિજયજી
પ્રેમવિજયજી
વિનીતવિજયગણિજી
| ઉત્તમવિજયજી