Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 5
________________ * “મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો. સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સન્દુરુપના ચરણ સમીપનો નિવાસ છે. જ ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે. * ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો! પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી -છ સિગ્નલgHG સિગ્નલ બે ક્રિયા કરે છે; એક //Tગાડીને રોકવાનું, બીજી ગાડીને પસાર થવા દેવાનું. વિષય અને કષાયની ગાડીઓ અંતરના પાટા પર ચીસાચીસ કરતી પૂરવેગે દોડે છે અને આત્મામાં હોનારત સર્જે છે. વિષય અને કષાયની બેફામ દોડને નાથવા આત્માની જાગૃતિરૂપી સિગ્નલની જરૂર છે. આ ઉપરાંત સિગ્નલ મહત્ત્વનો સંદેશ આપે છે. નમશો તો આત્મવિકાસની ગતિ ચાલુ રહેશે. અહંકારમાં જીવશો તો આત્માનો વિકાસ સ્થગિત થઈ જશે. જ પૂ. આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી ( oફો 111111 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43