Book Title: Divya Dhvani 2016 10 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ ભગવાનનો ભરોસો સોળ સૈનિકોની એક ટુકડીની ત્રણ મહિના માટે હિમાલયમાં નિમણુંક થઈ. એક ઑફિસર અને પંદર સૈનિકોની આ ટુકડીએ પર્વતારોહણ શરૂ કર્યું. ચઢતાં ચઢતાં ઑફિસરના મનમાં વિચાર આવ્યો કે અહીં કોઈ ચાની દુકાન હોય તો કેવું સારું! પરંતુ આજુબાજુ કોઈ દેખાતું નથી. આગળ ચઢતાં દૂર એક દુકાન દેખાય છે. તેથી બધાને આશા જાગી કે અહીં ગરમ ચા મળી જાય તો આગળ જવામાં થોડી શક્તિ અને સુવિઘા રહે. દુકાનની પાસે જાય છે તો દુકાન બંધ! કોઈ વ્યક્તિ ત્યાં ન હતી. સૈનિકોએ ઑફિસરને પૂછ્યું કે જો તમે પરવાનગી આપો તો તાળું તોડીએ. ચોરી કરવાનો ભાવ નથી પણ ચઢવું મુશ્કેલ છે અને આપણે આ દેશ માટે જ કરી રહ્યા છીએ. ઑફિસર દુવિઘામાં પડી ગયા કે આવું અનૈતિક કાર્ય કરવું કે ન કરવું? પરંતુ સમયની જરૂરિયાત સમજી તાળું તોડ્યું. અંદર જઈ બઘાએ ચા અને બિસ્કિટ ખાઘાં. ઑફિસર દુઃખી હતો કે ભલે જરૂરિયાત હતી, પણ આ ચોરી કહેવાય. તેથી એણે એક હજાર રૂપિયાની નોટ કાઢી અને સાકરના ડબ્બાની નીચે મૂકી દીધી, જેથી દુકાનદારને પૈસા ચૂકવ્યાનો સંતોષ મળે. ત્રણ મહિના પછી એ લોકોને સમાચાર મળ્યા કે એક નવી ટુકડી આવી છે, તમે પાછા આવો. એ લોકો પાછા ફરે છે. પાછા ફરતા ફરી આ ચાની દુકાન જોઈ. સદ્ભાગ્યે આ વખતે દુકાન ખુલ્લી હતી. બધા ચા પીએ છે. ઑફિસરના અંતરમાં હજી ખટક તો હતી જ, એટલે એ દુકાનના માલિક પાસે જઈ પૂછે છે, “પહાડી ઉપર, આટલી ઠંડીમાં, આટલે દૂર તમારી અહીં દુકાન–ભગવાન હોય તો આવું કઈ રીતે હોય?” દુકાનદાર કહે છે, “આવું ન બોલશો. ભગવાન સાક્ષાતુ છે, ભગવાન સાચે જ અસ્તિત્વ ધરાવે છે. પણ એમનાં દર્શન કરવા દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ૦૯)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43