________________
ഭാരതത്തിന { પ્રામાણિકતાનો પુરસ્કાર વાહ માધાપર હાહાહમણ
વાર પ્રજાપ્રિય રાજવીએ જોયું કે એના રાજ્યમાં સર્વત્ર ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા વ્યાપી ગયા છે.
‘પોતે પ્રજાને આટલો બધો ચાહતો હોવા છતાં રાજ્યની સ્થિતિ કેમ આવી થઈ ગઈ હશે? કારણની તપાસ કરતાં જાણવા મળ્યું કે એના દરબારીઓ માત્ર ખુશામતખોરો બની ગયા. છે. રાજાને રાજ્યની સાચી પરિસ્થિતિથી વાકેફ રાખતા નથી અને તેથી રાજ્યમાં અંધાધૂંધી પ્રવર્તે છે.
રાજાએ વિચાર્યું કે આ દરબારીઓમાંથી કોઈ પ્રામાણિક વ્યક્તિને શોધવી પડશે, તો જ રાજકાજ બરાબર ચાલશે. એની પરખ કરવા માટે રાજાએ એક યુક્તિ અજમાવી. એણે દરબારના ચાર મુખ્ય દરબારીઓને બોલાવીને દરેકને બીજ, ખાતર અને એક-એક કંડું આપ્યું અને તેમને કહ્યું કે તમે મારે માટે એક છોડ ઊગાડી લાવો, જેનો છોડ સૌથી સુંદર અને વધુ વિકસિત હશે, તેને હું મોં માગ્યું ઈનામ આપીશ.
ચારે દરબારીઓ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે આ તો સાવ આસાન કામ છે. માત્ર ખાતર-પાણી નાખવાના છે. વળી, જો બીજમાંથી સરસ મજાનો છોડ ઊગશે, તો ઇનામ મળશે.
સમગ્ર રાજ્યમાં આ વાત ચર્ચાનો વિષય બની. ચાર-પાંચ મહિના બાદ આ દરબારીઓ પોતાનું કૂંડું લઈને દરબારમાં હાજર થયાં. બધાનાં કૂંડામાં સુંદર છોડ ઊગ્યો હતો, માત્ર એક કૂંડામાં કશું ઊગ્યું ન હતું. રાજાએ કુંડાના છોડને જોયા અને દરબારીઓની મહેનતની પ્રશંસા કરી, પરંતુ મોં માગ્યું ઇનામ તો તેને આપ્યું કે જેના કૂંડામાં કોઈ છોડ ઊગ્યો નહોતો.
સહુ આશ્ચર્ય પામ્યા. રાજાએ હસીને કહ્યું, “મેં આપેલા બીજ પાણીમાં ઉકાળેલા હતા અને એ કોઈ કાળે ઊગી શકે તેવા નહોતા. બીજા બઘાએ તો એ બીજની બાજુમાં બીજા બીજ નાખીને છોડ (૧રી 1
દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬
LL.