________________
પેલા કેદી સૈનિકની સામે જોઈને નેપોલિયને કડકાઈથી પૂછયું, “કેમ! આ જે કહે છે તે વાત સાચી છે?”
સર! બે વરસથી મારી માતા બીમાર છે, તેને મળવા હું જઈ રહ્યો હતો.” બોલતાં બોલતાં સૈનિક રડી પડ્યો.
સૈનિકની માતૃભક્તિ જોઈને નેપોલિયન ખુશ થઈ ગયો. કહ્યું, જા, તને ખુશીથી તારી માતા પાસે જવાની રજા આપવામાં આવે
ક્યાં છે આજે આવી માતૃભક્તિ? માતૃ પિતૃભક્ત શ્રવણે પોતાના મા-બાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવી હતી. આજના કહેવાતા કેટલાક પિતૃભક્ત શ્રવણો (!) પોતાના મા-બાપની લાશને ઊંચકીને સ્મશાને મૂકવા જવા ય તૈયાર નથી..ભારે ખેદની વાત છે!
રાજાની અમીરી એક પ્રજાપાલક રાજા પાસે હીરાજડિત કિંમતી | વીંટી હતી, જેની ચમક દમક રાતના અંધારામાં પણ અજવાળા પાથરતી હતી. તેની કિંમત અમૂલ્ય હતી.
એક વાર રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો અને પ્રજાજનો ભૂખતરસથી વગર મોતે મરવા લાગ્યા. રાજાનું હદય કરુણાથી છલકાઈ ગયું. તેણે પોતાની કિંમતી વીંટી વેચવાનો હુકમ કર્યો. વીંટી વેચતા અઢળક રૂપિયા મળ્યા. આ ઘનથી રાજા દુઃખી, પીડિત પ્રજાજનોને ઉદાર હાથે મદદ કરવા લાગ્યો.
એક દરબારીએ પૂછ્યું, “મહારાજ, હવે આપની વીંટી શું પાછી આવશે?”
રાજાએ ઉત્તર આપતાં કહ્યું, “મારી પ્રિય પ્રજા ભૂખે મરતી હોય ત્યારે શું તેનો પાલક ચેનથી બેસી શકે? હું વીંટી વિના રહી શકીશ, પણ મારી પ્રિય પ્રજાને પીડાતી નહીં જોઈ શકું.”
સાચા રાજાની અમીરી આને કહેવાય. દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ diw =ોકલો