________________
ન્યાયપ્રિયતા
અમદાવાદની કોર્ટના ન્યાયાધીશ અંબાશંકર ‘સેતલવાડ.. અન્યાયનો પક્ષ તેમણે જિંદગીમાં ક્યારેય લીધો ન હતો.
એક વખત કોઈ અત્યંત સંપન્ન ઘનાહ્ય પરિવારમાં વારસદાર તરીકેની તકરાર થઈ. કેસ અમદાવાદમાં અંબાશંકરજીની પાસે આવ્યો..
થોડા સમય પછી એક પક્ષના અગ્રણી ન્યાયાધીશ અંબાશંકરજીને રૂબરૂ મળ્યા. એક લાખ રૂપિયા રોકડા આપતા કહ્યું, તમારે ન્યાય મારી તરફેણમાં જ આપવાનો છે, વિરુદ્ધમાં નહીં.”
અંબાશંકરજીએ સસ્મિત કહ્યું, “મને જરૂર ખબર છે કે મારે ન્યાય' જ આપવાનો છે. ન્યાયને હું અન્યાય નહીં કરું. અહીંથી તો વાય જ મળશે.”
લાખ રૂપિયાનો અસ્વીકાર થતાં પેલા અગ્રણી નારાજ થઈ ગયા, “સાહેબ! મારી જેમ લાખ રૂપિયા આપવાવાળો તમને બીજો કોઈ નહીં મળે !”
અંબાશંકર સેતલવાડે જડબાતોડ પ્રત્યુત્તર આપતા કહ્યું, “લાખ શું...લાખો રૂપિયા આપવાવાળા ઘણા મળ્યા છે અને ઘણા મળતા રહેશે, પણ યાદ રાખજો કે સામેથી આવતા લાખ રૂપિયાને ના પાડવાવાળો બીજો કોઈ નહીં મળે !!!” અગ્રણી નિરાશ થઈને પાછા જતા રહ્યા.
- તુંબડાનો ત્યાગ / એક સંન્યાસી પોતાની જાતને અપરિગ્રહી માનતા | હતા. તેઓ કશી ચીજ-વસ્તુનો સંઘરો ન કરતા. હા, તેમની પાસે એક તુંબડું હતું. તરસ લાગે ત્યારે નદીએ તુંબડું લઈને જતા.
એક વાર તે તુંબડું લઈને નદી તરફ ગયા, તો તેની પાછળપાછળ કોઈ એક કૂતરું પણ આવ્યું. તે કૂતરું ઝટપટ પાણી પીને જતું દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ innum = (૩)