Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/523300/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી પ્રેરિતા Retail Price Rs.10/-Each, | દિવ્યધ્વનિ દીપાવલી. વિશેષાંક 1.IN HIT W T[4 ની. ar in ધા , fa Ta. ની सत्संग કરુણા સ્વાધ્યાય छवन કળT. सेवा ભક્તિ ध्यान विनय संतोष સરળતા ક્ષમા विवेठ વર્ષ : ૪૦ ઓક્ટોબર-૨૦૧૬ | અંક: ૧૦ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત – સેવા – સાધના કેન્દ્ર સંચાલિત). કોબા ૩૮૨ ૦૦૭. (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭૬ ૨૧૯-૪૮૩-૪૮૪ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ E-mail: [email protected] Web: shrimadkoba.org Page #2 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષાભિનંદન = ઘર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી................. .............. આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રામાણિક અને પ્રકાશમય બની રહો! આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહો! આ નૂતન વર્ષે આપનું જીવન સદ્ગણોની સુવાસથી મહેકી ઊઠો! આ નૂતન વર્ષે સ્વ-પર કલ્યાણ દ્વારા સાચી જીવનકળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આદરીએ. આ નૂતન વર્ષે આપના જીવનરૂપી સમુદ્રમાં સદા આનંદરૂપી મોજાં ઊછળતાં રહો! આ નૂતન વર્ષે આપનો જીવનપંથ પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે! આ નૂતન વર્ષે આપણે પરમાત્માએ બતાવેલા અભ્યદયના માર્ગે પ્રયાણ આદરીએ ! આ નૂતન વર્ષે કુટુંબમાં, સમાજમાં પરસ્પર પ્રેમ, ઐક્ય અને આનંદ વૃદ્ધિ પામો. આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. શુભેચ્છક : . ................................. સ્થળ : (દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ - GE) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદનY. સાત્વિક, જીવનવિકાસલક્ષી અને ઉચ્ચ કોટિનું સાહિત્ય સમાજની સેવામાં રજૂ કરવાની સંસ્થાની નીતિ રહી છે. જોકે આ યુગમાં લોકોને આવા સાહિત્ય પ્રત્યે રૂચિ ઓછી છે એ હકીકત છે તોપણ આવા સાહિત્યના માધ્યમથી મનુષ્ય માનવપણું સમજે, તેને ઉમદા જીવન જીવવાની પ્રેરણા મળે તેમજ તે સદ્ગુણોનો વિકાસ કરી સાચો વિવેક પોતાના જીવનમાં જાગૃત કરે એ માટે આવા સાહિત્યને પ્રગટ કરવું અને તેમાં થોડા ઘણા લોકોને પણ રસ લેતા કરવાનો અમારો સંકલ્પ છે. આમ કરીશું ત્યારે જ રાષ્ટ્રના વિકાસ માટે આપણને ઉત્તમ નાગરિક, નિયમિત વિદ્યાર્થી, સેવાભાવી દાક્તર, સંસ્કારી શિક્ષક, નિષ્ઠાવાન સમાજસેવક, ન્યાયપ્રિય ઉદ્યોગપતિ કે સાચા સંતની પ્રાપ્તિ થશે અને વ્યક્તિગત, કૌટુંબિક, ગ્રામીણ, શહેરી, પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરે આપણે સુખ-શાંતિનો અનુભવ કરીશું. ઓછા મૂલ્યની આવી નાની-નાની પુસ્તિકાઓ દૂર-સુદૂર ગામોમાં પહોંચે અને સંસ્કારસિંચનનું કામ કરે એ આ જમાનાની તાતી જરૂરિયાત છે; કારણ કે છેલ્લાં વીસ-પચીસ વર્ષોમાં આપણા સમાજમાં આવેલા અનિચ્છનીય પરિવર્તનોથી આપણી સંસ્કૃતિ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. I દિવાળીના મંગળમય દિવસો દરમિયાન સુવિચારોના સંપુટરૂપ, સાત્ત્વિક સાહિત્ય સમાજની સેવામાં સમર્પિત કરવાની પરંપરામાં નવા. વર્ષની આ નવલી છત્રીસમી લઘુ પુસ્તિકા રજૂ કરતાં અમો પ્રસન્નતા. અનુભવીએ છીએ. - આશા છે કે દિવાળી પુસ્તિકાના પ્રકાશનની સંસ્થાની પરંપરાનો આ મણકો, ગુજરાતી ભાષા બોલતી-જાણતી દેશની અને વિદેશની જનતા અપનાવશે અને તેનો સદુપયોગ કરી સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધારશે. આ પુસ્તિકાનું સુંદર સંકલન કરવા, જેમના સત્સાહિત્યમાંથી પ્રેરણા લીધી છે તે સર્વ મહાનુભાવોનો તથા સહયોગ આપનાર સૌ ભાઈબહેનોનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાઘના કેન્દ્ર, કોબા. (૪) તા.1 0: દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ મકર વિચાર તો પામી * ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખગ છે. મ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો છે થોડો જ અવસર સંભવે છે. * કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. એક પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વીતરાગનો ઘર્મ જ છે. જ એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે. આ પવિત્રતાનું મૂળ સદાચાર છે. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. મુક આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. મુ દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. મલિ મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ hu = ૦૫) Page #5 -------------------------------------------------------------------------- ________________ * “મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષને વિષે જ યત્ન કરવો. સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સન્દુરુપના ચરણ સમીપનો નિવાસ છે. જ ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે. * ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો! પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી -છ સિગ્નલgHG સિગ્નલ બે ક્રિયા કરે છે; એક //Tગાડીને રોકવાનું, બીજી ગાડીને પસાર થવા દેવાનું. વિષય અને કષાયની ગાડીઓ અંતરના પાટા પર ચીસાચીસ કરતી પૂરવેગે દોડે છે અને આત્મામાં હોનારત સર્જે છે. વિષય અને કષાયની બેફામ દોડને નાથવા આત્માની જાગૃતિરૂપી સિગ્નલની જરૂર છે. આ ઉપરાંત સિગ્નલ મહત્ત્વનો સંદેશ આપે છે. નમશો તો આત્મવિકાસની ગતિ ચાલુ રહેશે. અહંકારમાં જીવશો તો આત્માનો વિકાસ સ્થગિત થઈ જશે. જ પૂ. આચાર્યશ્રી પધસાગરસૂરીશ્વરજી ( oફો 111111 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ જીવનકળા આ દિવાળી પુસ્તિકા આપ સૌના હાથમાં | મૂકતાં હર્ષ થાય છે. તેમાં દર્શાવેલ નાના નાના મુદ્દાઓ, દ્રષ્ટાંતો સૌને પ્રેરણારૂપ બની રહેશે એવી આશા રાખીએ છીએ. ગત વર્ષે થયેલા સત્કાર્યોને યાદ કરી તેને વર્ધમાન કરીએ અને જે જે ભૂલો થઈ હોય તેનું શ્રી ગુરુ-પરમાત્મા પાસે પ્રાયશ્ચિત્ત કરી ફરીથી એવી ભૂલો ન થાય તેવો સંકલ્પ કરીએ. દરેક કાર્ય સમજણપૂર્વક, ધીરજપૂર્વક, એકાગ્રતાથી અને સમગ્ર શક્તિ ફોરવીને શ્રી પ્રભુ-ગુરુની આજ્ઞા પ્રમાણે કરીશું તો અવશ્ય સફળતા મળશે. આ પુસ્તિકાનું નામ ‘જીવનકળા” છે. યથા– કલા બહત્તર પુરુષકી, તામેં દો સરદાર; એક જીવકી જીવિકા, એક જીવ ઉદ્ધાર.” આપણા જીવનમાં જીવન-વિજ્ઞાન અને અધ્યાત્મકલાનો સાચી રીતે વિકાસ થાય એ જ ભાવના. નવું વર્ષ સૌને મંગલકારી નીવડે એવી શ્રી પ્રભુ ગુરુને પ્રાર્થના. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 8 શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી છે. ચાર પ્રકારના પુત્ર . (૧) અતિજાત - બાપથી સવાયા. (૨) અનુજાત - બાપ સમાન. બાપની મૂડી સાચવનારા. (૩) અપજાત - બાપની મૂડી ખલાસ કરનારા. (૪) કજાત - દુર્ગુણી, વ્યસની, વિષયલંપટ. દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ ૧ ૫ =૦૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ 3] (સાચી શાંતિ સાચું ફળ સહનશાંતિ પ્રાપ્ત થવી તે છે. U | જેમને તત્ત્વની અને સ્વરૂપની સાચી ઓળખાણ થાય 1 VIછે તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરવાનો અધિકારી છે. કમના ઉદયોમાં, બાહ્ય નિમિત્તોમાં કે દુનિયાના બનાવોમાં અયથાર્થ કલ્પના અને વિકલ્પો દ્વારા આપણે આપણી સહેજ શાંતિને હણી નાખીએ છીએ. દુનિયાનો કોઈ પણ પદાર્થ કે બનાવ સાચા સાધકની શાંતિને હણી શકે નહીં. સાચી શાંતિ શુદ્ધોપયોગમાં છે અને તે સહજ છે. અશુદ્ધોપયોગમાં અનુભવાતી. શાંતિ એ ભ્રાંતિયુક્ત છે. પરમ વીતરાગભાવમાં જ સહજ શાંતિ છે. એ સિવાય, જે શાંતિ અનુભવાતી હોય છે એવું લાગે છે તે અશાંતિ થોડી ઓછી થઈ તેની શાંતિ છે. વાસ્તવિક તો તે પણ અશાંતિ જ છે. અનાકુળતા એ જ શાંતિ છે. આકુળતા છે ત્યાં અશાંતિ છે. શાંતિ સ્વાધીન છે. તે માત્ર સ્વના આશ્રયે જ પ્રગટે છે. પરના આશ્રયે પ્રગટેલી શાંતિ તે પણ હકીકતમાં તો અશાંતિ જ છે. શાંતિ એ ચારિત્રદશા છે કેમકે તેમાં ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા છે. શાંતિધારા કે શાંતિસ્નાત્ર એ તેનું બાહ્ય સ્વરૂપ છે. જ્ઞાનઘારા એ જ સાચી શાંતિધારા છે. જ્ઞાનધારામાં રત્નત્રયની અભેદતા છે. રત્નત્રયની અભેદતા એ જ સાચી શાંતિ છે. સહજ શાંતિ સર્વને પ્રાપ્ત થાઓ એ જ પ્રભુને પ્રાર્થના. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 4 બા.બ્ર.પૂજ્યશ્રી ગોકુળભાઈ શાહ ( છ પ્રકારની વાણી ન બોલો અસત્ય, તિરસ્કારભરી, કઠોર, વિચાર્યા વગરની, ઝઘડો ઊભો થાય તેવી અને કષાયથી ભરેલી વાણી ન બોલો. o૮) દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬) Page #8 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનો ભરોસો સોળ સૈનિકોની એક ટુકડીની ત્રણ મહિના માટે હિમાલયમાં નિમણુંક થઈ. એક ઑફિસર અને પંદર સૈનિકોની આ ટુકડીએ પર્વતારોહણ શરૂ કર્યું. ચઢતાં ચઢતાં ઑફિસરના મનમાં વિચાર આવ્યો કે અહીં કોઈ ચાની દુકાન હોય તો કેવું સારું! પરંતુ આજુબાજુ કોઈ દેખાતું નથી. આગળ ચઢતાં દૂર એક દુકાન દેખાય છે. તેથી બધાને આશા જાગી કે અહીં ગરમ ચા મળી જાય તો આગળ જવામાં થોડી શક્તિ અને સુવિઘા રહે. દુકાનની પાસે જાય છે તો દુકાન બંધ! કોઈ વ્યક્તિ ત્યાં ન હતી. સૈનિકોએ ઑફિસરને પૂછ્યું કે જો તમે પરવાનગી આપો તો તાળું તોડીએ. ચોરી કરવાનો ભાવ નથી પણ ચઢવું મુશ્કેલ છે અને આપણે આ દેશ માટે જ કરી રહ્યા છીએ. ઑફિસર દુવિઘામાં પડી ગયા કે આવું અનૈતિક કાર્ય કરવું કે ન કરવું? પરંતુ સમયની જરૂરિયાત સમજી તાળું તોડ્યું. અંદર જઈ બઘાએ ચા અને બિસ્કિટ ખાઘાં. ઑફિસર દુઃખી હતો કે ભલે જરૂરિયાત હતી, પણ આ ચોરી કહેવાય. તેથી એણે એક હજાર રૂપિયાની નોટ કાઢી અને સાકરના ડબ્બાની નીચે મૂકી દીધી, જેથી દુકાનદારને પૈસા ચૂકવ્યાનો સંતોષ મળે. ત્રણ મહિના પછી એ લોકોને સમાચાર મળ્યા કે એક નવી ટુકડી આવી છે, તમે પાછા આવો. એ લોકો પાછા ફરે છે. પાછા ફરતા ફરી આ ચાની દુકાન જોઈ. સદ્ભાગ્યે આ વખતે દુકાન ખુલ્લી હતી. બધા ચા પીએ છે. ઑફિસરના અંતરમાં હજી ખટક તો હતી જ, એટલે એ દુકાનના માલિક પાસે જઈ પૂછે છે, “પહાડી ઉપર, આટલી ઠંડીમાં, આટલે દૂર તમારી અહીં દુકાન–ભગવાન હોય તો આવું કઈ રીતે હોય?” દુકાનદાર કહે છે, “આવું ન બોલશો. ભગવાન સાક્ષાતુ છે, ભગવાન સાચે જ અસ્તિત્વ ધરાવે છે. પણ એમનાં દર્શન કરવા દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ૦૯) Page #9 -------------------------------------------------------------------------- ________________ માટે દ્રષ્ટિ જોઈએ.” ઑફિસર પૂછે છે, “તું શાના આધારે આવું કહે છે ?'' દુકાનદાર પૂરો વૃત્તાંત સંભળાવે છે, “મારો એક દીકરો છે. તેણે આતંકવાદીઓ સંબંધી માહિતી પોલીસને આપી. આતંકવાદીઓને જાણ થતાં તેને બહુ ખરાબ રીતે માર્યો. તેને હૉસ્પિટલમાં દાખલ કર્યો અને ડૉક્ટરે દવાનું મોટું લિસ્ટ આપ્યું. પરંતુ મારી પાસે એ દવા લેવા માટે પૈસા ન હતા. મેં પ્રાર્થના કરી, ભગવાન આ સ્થિતિમાં મને સંભાળી લો. હું બહુ નિરાશ હતો કે ઘરે જઈ પત્નીને કેવી રીતે કહ્યું કે પૈસા નથી. તેથી હું મારી ચાની દુકાન પર ગયો અને હતાશાપૂર્વક ટેબલ પર માથું રાખ્યું. ત્યાં તો એક સાકરના ડબ્બાની નીચે એક હજાર રૂપિયા જોયા. આવી પહાડી ઉપર, આવી ઠંડીમાં, આટલે દૂર અડધી રાત્રે જો ઈશ્વર મને હજાર રૂપિયા આપી શકે તો એમના અસ્તિત્વને કઈ રીતે નકારી શકાય? તેઓ પળ પળ મારી સંભાળ લે છે એમાં સંદેહ કઈ રીતે કરી શકાય?” આ કથામાંથી એ સંદેશ મળે છે કે ભગવાનનો અને એમના સમયનો ભરોસો રાખવો. અધીરાઈ ન કરવી. જો અપેક્ષાઓ હશે કે આવું થાય તો જ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ છે, આવું થાય તો જ તેમણે કૃપા કરી, તો આકુળ-વ્યાકુળ થશો. વિશ્વાસ રાખો કે એ છે ધ્યાન રાખવાવાળા અને એમની રીતે મારી સંભાળ લઈ જ રહ્યા છે, જ પૂજ્યશ્રી ડૉ. રાકેશભાઈ ઝવેરી નહિ સારે છે જગતનો સાર ઘર્મ, ઘર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ અને સંયમનો સાર મોક્ષ છે. ઉકરડો આપોઆપ વધે છે, બગીચાને વિકસાવવા મહેનત કરવી પડે છે.. (1) 1 0 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ ( અસરકારક ઉપદેશક ગાંઘીજી) પોતાનું વર્તન જો વાણી કરતાં વિરુદ્ધ થાય તો લોકોમાં તેની અસર પડતી નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સાદગી, અકિંચનતા, અહિંસા વગેરે કેટલાક ગુણો આત્મસાતુ કર્યા હતા માટે જ તેમના ઉપદેશની લોકોને અસર થતી હતી. એક સભામાં મહાત્મા ગાંધીજી અપરિગ્રહ, સાદગી વગેરે ગુણો જીવનમાં અપનાવવા માટે પ્રેરણા કરતા હતા. એક વકીલ પણ તે સભામાં બેઠા હતા. તેમની માસિક આવક ઘણી સારી હતી. વકીલે ગાંધીજીને પ્રશ્ન કર્યો, “એક માણસને સાદગીથી જીવન જીવવા માટે માસિક કેટલી રકમની જરૂર પડે?” ગાંધીજીએ કહ્યું, “માણસને સાદગીથી સારી રીતે પોતાનો જીવનગુજારો કરવા માટે આડત્રીસ રૂપિયા બસ છે.” વકીલે ત્યાં જ ગાંધીજી પાસે પ્રતિજ્ઞા કરી “મારે દર મહિને આડત્રીસ રૂપિયાથી જ જીવન ચલાવવું.” વધારાની જે આવક થાય તે રકમ ગરીબ, અનાથ, દીન-દુ:ખીઓ માટે વાપરી નાંખવી.” હજારોની આવક હોવા છતાં માત્ર થોડાક રૂપિયા જ પોતે વાપરવા અને બાકીની રકમ માનવતાના કાર્યોમાં ખરચવાની કેવી ઉમદા ભાવના! આજના ઘનવાનો માત્ર થોડા રૂપિયા પણ માનવતાના કાર્યોમાં વાપરે તો ભારતની ભૂખે મરતી પ્રજાને ભોજન મળી રહે. ગરીબ, અનાથ, દુઃખીજનો સુખશાંતિથી જીવી શકે, તેવી લેશમાત્ર ભાવના પણ જો ધનવાનોને થતી ન હોય તો ગરીબોની પેટની આગ અને ઘનવાનોની પૈસાની લ્હાય એ બે ભેગી થઈને ઘનવાનોને ભરખ્યા વિના નહીં રહે. જ પૂજ્ય પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. (મહાન માનવીની પ્રથમ પરીક્ષા તેની નમ્રતા છે.) દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ : htt =૧૧) Page #11 -------------------------------------------------------------------------- ________________ ഭാരതത്തിന { પ્રામાણિકતાનો પુરસ્કાર વાહ માધાપર હાહાહમણ વાર પ્રજાપ્રિય રાજવીએ જોયું કે એના રાજ્યમાં સર્વત્ર ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા વ્યાપી ગયા છે. ‘પોતે પ્રજાને આટલો બધો ચાહતો હોવા છતાં રાજ્યની સ્થિતિ કેમ આવી થઈ ગઈ હશે? કારણની તપાસ કરતાં જાણવા મળ્યું કે એના દરબારીઓ માત્ર ખુશામતખોરો બની ગયા. છે. રાજાને રાજ્યની સાચી પરિસ્થિતિથી વાકેફ રાખતા નથી અને તેથી રાજ્યમાં અંધાધૂંધી પ્રવર્તે છે. રાજાએ વિચાર્યું કે આ દરબારીઓમાંથી કોઈ પ્રામાણિક વ્યક્તિને શોધવી પડશે, તો જ રાજકાજ બરાબર ચાલશે. એની પરખ કરવા માટે રાજાએ એક યુક્તિ અજમાવી. એણે દરબારના ચાર મુખ્ય દરબારીઓને બોલાવીને દરેકને બીજ, ખાતર અને એક-એક કંડું આપ્યું અને તેમને કહ્યું કે તમે મારે માટે એક છોડ ઊગાડી લાવો, જેનો છોડ સૌથી સુંદર અને વધુ વિકસિત હશે, તેને હું મોં માગ્યું ઈનામ આપીશ. ચારે દરબારીઓ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે આ તો સાવ આસાન કામ છે. માત્ર ખાતર-પાણી નાખવાના છે. વળી, જો બીજમાંથી સરસ મજાનો છોડ ઊગશે, તો ઇનામ મળશે. સમગ્ર રાજ્યમાં આ વાત ચર્ચાનો વિષય બની. ચાર-પાંચ મહિના બાદ આ દરબારીઓ પોતાનું કૂંડું લઈને દરબારમાં હાજર થયાં. બધાનાં કૂંડામાં સુંદર છોડ ઊગ્યો હતો, માત્ર એક કૂંડામાં કશું ઊગ્યું ન હતું. રાજાએ કુંડાના છોડને જોયા અને દરબારીઓની મહેનતની પ્રશંસા કરી, પરંતુ મોં માગ્યું ઇનામ તો તેને આપ્યું કે જેના કૂંડામાં કોઈ છોડ ઊગ્યો નહોતો. સહુ આશ્ચર્ય પામ્યા. રાજાએ હસીને કહ્યું, “મેં આપેલા બીજ પાણીમાં ઉકાળેલા હતા અને એ કોઈ કાળે ઊગી શકે તેવા નહોતા. બીજા બઘાએ તો એ બીજની બાજુમાં બીજા બીજ નાખીને છોડ (૧રી 1 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ LL. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઊગાડી દીધો, પરંતુ એક વ્યક્તિ ઈમાનદાર નીકળી. રાજ્ય ચલાવવા માટે મારે આવા સાચદિલ પ્રામાણિક માનવીની જ જરૂર હતી. એ રાજ્ય કયારેય પ્રગતિ કરી શકે નહીં કે જેના દરબારીઓ માત્ર રાજાની ખુશામત કરવામાં માનતા હોય અને એને ખુશ રાખવા માટે સાચા-ખોટા માર્ગો અપનાવતા હોય. મારે તો પ્રજાની ખુશાલીનો વિચાર કરી શકે તેવા પ્રામાણિક દરબારીની જરૂર હતી, જે મને આજે મળી ગયો.” કે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અમૃતબિંદુ ટૂંક સત્સંગમાં બેસવાથી સૌને લાભ જ લાભ થાય છે. સત્સંગમાં જો કોઈ ભાષાને નથી સમજતો તો પણ તે એટલો સમય કમ સે કમ પાપકર્મોથી તો બચે છે. * ગૃહસ્થ તનાવમાં જીવે છે અને સંત સ્વભાવમાં જીવે છે. જે સંસારમાં આસક્ત છે તેનું જીવન અસ્તવ્યસ્ત છે અને જે ભગવાનનો ભક્ત છે તે હર હાલતમાં મસ્ત છે. સંત ન બની શકો તો સંતોષી જરૂર બનજો. * તમે ટીવી જુઓ છો ત્યારે રિમોટ પોતાની પાસે રાખો છો. જિંદગીનું રિમોટ પણ તમારી પાસે રાખો. આપણું રિમોટ બીજાના હાથમાં છે. તે ચાહે ત્યારે નચાવે, હસાવે, રડાવે છે. તમારા સુખદુઃખનું રિમોટ પ્રભુના હાથમાં આપી દો અથવા તમારી પાસે રાખશો તો જ સુખી રહેશો. ટુ જો ચિંતા કરવી જ હોય તો એ વાતની ચિંતા કરો કે મૃત્યુ પછી મારું શું થશે? * ઘનથી સગવડો મળી શકે છે, સુખ નહીં. સુવિધાઓ તનને સુખ આપી શકે છે, મનને નહીં. સુખ સાધનોથી નહીં, સાધનાથી મળે છે. પૂજ્ય મુનિશ્રી તરુણસાગરજી દિવ્યધ્વનિ (ઑક્ટોબર-૨૦૧૬ (૧૩) Page #13 -------------------------------------------------------------------------- ________________ 3 સમતાની અગ્નિપરીક્ષા ? ખેડા જિલ્લાના એક નાનકડા શહેરમાં પુનિત |ી મહારાજના ભજનનો કાર્યક્રમ હતો. ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવ્યા હતા અને સૌ ઘરાઈ ઘરાઈને સત્સંગસુથાનું પાન કરી રહ્યા હતા. વક્તા અને શ્રોતા વચ્ચે ઐક્ય રચાઈ ગયું હતું. ભક્તિરસની છોળો ઊછળી રહી હતી. બરાબર એ જ વેળાએ ખાખી કપડાના ગણવેશવાળો એક માણસ તાર લઈને મંડપમાં દાખલ થયો. લોકો તેને અટકાવવા લાગ્યા અને બેસી જવા જણાવ્યું. તારવાળો બોલ્યો, “ભાઈ, હું ભજન સાંભળવા નથી આવ્યો, ફરજ બજાવવા આવ્યો છું. પુનિત મહારાજનો અરજન્ટ ટેલિગ્રામ છે.” તારની વાત સાંભળી શ્રોતાઓ ગંભીરતા સમજી ગયા. તારવાળાએ મહારાજ પાસે જઈ, તારનું પરબીડિયું તેમના હાથમાં મૂકી દીધું. સૌનું ધ્યાન મહારાજ પર કેન્દ્રિત થયું. મહારાજે પરબીડિયું ખોલીને તાર પર નજર ફેરવી લીધી. લોકો થોડા આકુળ બન્યા હતા, પણ મહારાજના મુખ ઉપર એ જ ભક્તિના ભાવ રમી રહ્યા હતા. તેઓએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું. સૌ કથાપ્રવાહમાં ખેંચાઈ ગયા. ભજન પણ સમયસર પૂરા થયાં. શ્રોતાઓને ક્યાંય ઉતાવળના અથવા આકુળતાના દર્શન થયાં નહીં. ઉતારે પહોંચતા જ મહારાજ બોલી ઊઠ્યા, - “અમદાવાદ જવાની પહેલી ગાડી ક્યારે મળશે?” એક ભાઈએ કહ્યું, “બાપજી, અઢી કલાક પછી મળશે.” મહારાજશ્રીએ તાર પેલા ભાઈના હાથમાં મૂકી દીધો. પેલા ભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર પછી તે બોલ્યા, “બાપજી, આપ ખરેખર સ્થિતપ્રજ્ઞ છો. આપના પત્ની સરસ્વતીબેનની ગંભીર બીમારીનો (૧૪) :1111 11: દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ તાર મળવા છતાં આપનું રુંવાડું સરખુંય ન ફરક્યું અને સૌને ભક્તિરસનો જરા પણ ભંગ ન થવા દીધો!” મંડળના સૌ તેમની સમતાને મનોમન વંદન કરી રહ્યા. શ્રી પુનિત મહારાજની આવી નવધા ભક્તિરૂપ સમતાને શત શત વંદન. સંત કવિશ્રી બનારસીદાસજીએ કહ્યું છે, “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લધુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાન.” ૪ પૂ. બહેનશ્રી ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી ( વીણેલાં મોતી ) મારી ભૂલને હું સાફ કરતો જાઉં. સામાની ભૂલને હું માફ કરતો જાઉં. જીવન સાર્થક છે. સંઘષ સંબંધને ખતમ કરી નાખે છે કે કેમ એ નક્કી નથી; પરંતુ ગેરસમજો સંબંધને બગાડી નાખે છે એ તો નક્કી જ છે. શું પચાસ-પચાસ વરસ પૈસા પાછળ પાગલ બનીને કાઢ્યા. પાંચ દિવસ તો પ્રભુ પાછળ પાગલ બનીને પસાર કરીએ! બ્રેક વિનાની ગાડીમાં બેસાય નહીં, બ્રેક વિનાના મન સાથે જિવાય ખરું? ક જો આપણે અહંકાર નહીં છોડી શકીએ તો અહંકાર આપણી પાસે રહેલું ઘણું બધું સારું છોડાવી દેશે. # ‘આપણી પાસે શું નથી?” એ તો બહુ વિચાર્યું. ‘બીજા પાસે જે નથી એવું મારી પાસે શું શું છે?” એ વિચારવાનું શરૂ કરી દઈએ. ફરિયાદવૃત્તિ ખતમ થઈ જશે. & મોટી ઇમારતનું પ્રવેશદ્વાર નાનું હોય છે, એ રીતે મહાન જીવનની શરૂઆત કોક નાનકડા સદ્ગુણથી જ થતી હોય છે. પૂ. આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ૧૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ \ શુભ દેહુ માનવનો મળ્યો ને N = સાગરના એક કિનારેથી લાકડાનું એક પાટિયું નાખ્યું હોય અને સાગરના અન્ય કિનારેથી લાકડાનું બીજું પાટિયું નાખ્યું હોય. સાગરના મહાજળમાં લાકડાના પાટિયા અથડાતા પછડાતા જાય છે. આ કાષ્ઠના બે પાટિયા સ્વયં ભેગા ક્યારે થાય? કયારેક! તેવી રીતે જીવને ત્રણ ગતિમાં–દેવભવ, તિર્યંચભવ, નરક ભવમાં અથડાતા અથડાતા ક્યારેક મનુષ્યભવ મળી જાય છે. આ અમૂલ્ય મનુષ્યભવ આત્માનુભવ માટે જ છે એવા દ્રઢ સંકલ્પ અને પુરુષાર્થથી આત્મા પરમાત્મા બને છે. દક્ષિણ ભારતના જાણીતા સંત તિરુવલ્લુવર. એક વાર વણેલું કાપડ લઈને માર્ગમાં વેચવા બેઠા. ત્યાંથી ઘનિક યુવક નીકળ્યો. સંત સાથે તોછડાઈ કરી, ઘનના કેફમાં કાપડ ઉપાડ્યું. જોયું અને તે કાપડના બે ટુકડા કર્યા અને આ કાપડની શી કિંમત છે?” તેમ કહી બીજા બે ચાર ટુકડા કર્યા. સંત ઘનવાન યુવકનું વર્તન જોઈ રહ્યા, મૌન રહ્યા. યુવકે પાકીટમાંથી પૈસા કાઢી સંત તરફ ફેંક્યા. સંતે કહ્યું, “તમે કાપડ લીધું નથી તો તેની કિંમત કેમ લઈ શકું?” - યુવક સંતના આ શબ્દો સાંભળી, તેઓની શાંત મુદ્રા જોઈ ઝંખવાયો. સંતે કહ્યું, “ભાઈ ! ઈશ્વરે આપેલી આ મહામૂલી મનુષ્ય જિંદગીને કાપડની જેમ ટુકડેટુકડા કરીને વેડફી ન નાખો. તે બહુમૂલ્યવાન છે. આ મનુષ્યદેહથી સત્કાર્યો કરી તેને ઉજાળો.” યુવક સંતના ચરણમાં ઢળી પડ્યો. સંતની સંનિધિમાં તે મનુષ્યત્વ પામ્યો. “બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.' મનુષ્યભવની સફળતા કર્યે જ છૂટકો છે. અનંતભવનું સાટું એક ભવમાં વાળવું છે, દ્રઢ સંકલ્પ, હિંમત અને પુરુષાર્થથી કોઈ પણ કાર્ય સફળ થાય છે. (૧૬) - 11 - દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સંતનો સ્પર્શ મનુષ્યત્વને બક્ષે છે. જલબિંદુ સ્વાતિ નક્ષત્રમાં માછલીના પેટમાં પડતાં સાચું મોતી બને છે, તેમ સંત મળતા અને તેમનો આશ્રય ગ્રહણ કરતાં મનુષ્યભવ સફળ બને છે. “સાધનાની સફર ખેડે તે સંત છે; મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયા આખીને જીતનારા હારી જાય છે; જે પોતાની જાતને જીતે તે અરિહંત છે.” જ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) શ્રીમદ્ રાજચંદ્રજી વિષે ના, તો | મહાત્મા ગાંધીજી શું કહે છે? “શ્રીમદ્જીએ ઘણા ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. તેમનું વલણ જૈનદર્શન તરફ વિશેષ હતું એમ તેઓ કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. ઘર્મના ઝઘડાથી તેમને હંમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મની ખૂબીઓ પૂછી જોઈ જતા ને તે તે થર્મની પાસે મૂકતા. જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ઘર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. મને સામાન્ય રીતે ઘર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય. છતાં રાયચંદભાઈની ઘર્મવાર્તામાં મને રસ આવતો. મારા જીવન પર શ્રીમદ્દો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાયે વર્ષોથી ભારતમાં ઘાર્મિક પુરુષની શોથમાં છું, પરંતુ એમના જેવા ઘાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે શ્રીમની હરીફાઈમાં આવી શકે. 'દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ : = (૧) Page #17 -------------------------------------------------------------------------- ________________ | મૂર્ખાઓ મારા ગુરુ! / ગ્રીસના વિશ્વવિખ્યાત દાર્શનિક સૉક્રેટિસના આંતરિક ગુણો અને મોહક વ્યક્તિત્વથી સહુ કોઈ પ્રભાવિત થતા હતા. સોક્રેટિસ ગ્રીસના એથેન્સ શહેરની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો ખરો સમય વિતાવતા હતા અને કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ એમને મળે, તો એના પ્રશ્નનો ઉત્તર આપતા હતા. એક વાર આ મહાન દાર્શનિકને એક જિજ્ઞાસુએ પૂછયું, “આપ આટલા બધા મહાજ્ઞાની છે, તો આપના ગુરુ તો કેવા જ્ઞાની હશે! કોણ છે આપના ગુરુ?' સૉક્રેટિસે હસીને ઉત્તર આપ્યો, “આ જગતમાં જેટલા મૂર્ખાઓ છે, એ બધા જ મારા ગુરુ છે.” જિજ્ઞાસુએ વળી પૂછયું, “આપના જેવા મહાન તત્ત્વજ્ઞાનીના ગુરુ કઈ રીતે મૂર્ખ માનવીઓ હોઈ શકે? આપ તત્ત્વદર્શનના શિખરે બિરાજો છો, તો આપના ગુરુ તો એથીયે વિશેષ પરમજ્ઞાની હશે! મને તમારો ઉત્તર સમજાયો નહીં." સૉક્રેટિસે કહ્યું, “કોઈ પણ મૂર્ખ વ્યક્તિને જોઉં, ત્યારે હું એ વિચાર કરું છું કે એ વ્યક્તિ કયા દોષને કારણે મૂર્ખ ગણાય છે? એ પછી હું સ્વયં આંતરદર્શન કરું છું કે મારામાં તો આવો કોઈ દોષ છે. નહીં ને કે જેથી લોકો મને મૂર્ખ માને? જો એવો કોઈ પણ દોષ મને મારામાં લાગે, તો એને દૂર કરવાનો પ્રયત્ન કરું છું કે જેથી લોકો મને મૂર્ખ ન ગણે, મેં જે પ્રાપ્ત કર્યું છે તે જગતના મૂર્ખ લોકો પાસેથી જ પ્રાપ્ત કર્યું છે. જો આ લોકો ન હોત, તો મારા દોષો, મારી ક્ષતિઓ અને મારી મર્યાદાઓને હું જાણી શક્યો ન હોત અને એને દૂર કરી શક્યો ન હોત, આથી જ એમને હું મારા ગુરુ ગણું છું.” જિજ્ઞાસુ સોક્રેટિસના ઉત્તરનો મર્મ પારખી ગયો અને પોતાની જાતને એ રીતે દોષમુક્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. * ડૉ. પ્રીતિબહેન શાહ ૧૮-1 0 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વદર્શન - શ્રી સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રદેવે લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વને ષટ્કવ્યાત્મક જોયું છે. જીવ, પરાશનું ગૌધનનું પુદ્ગલ,ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ—આ છ દ્રવ્ય કહેવાય છે. સંપૂર્ણ વિશ્વ, અવકાશ જ જેનું લક્ષણ છે એવા અરૂપી આકાશતત્ત્વથી વ્યાપ્ત છે. આકાશના મધ્ય ભાગમાં રહેલા અનંતાનંત જીવ, તેથી પણ અનંતગુણ્ણા પુદ્ગલ દ્રવ્ય, એક અખંડ ધર્માસ્તિકાય, એક અખંડ અધર્માસ્તિકાય તથા અસંખ્યાત કાળદ્રવ્યથી યુક્ત આકાશસ્થાનને લોક કહે છે, જ્ઞાનદર્શનરૂપ ચૈતન્ય લક્ષણવાળા જીવ દ્રવ્ય કહેવાય છે. પુદ્ગલાદિ શેષ પાંચ દ્રવ્ય ચેતનારહિત હોવાને કારણે અજીવ દ્રવ્ય કહેવાય છે. તેમાં પણ જે સ્પર્શ, રસ, ગંધ તથા વર્ણથી યુક્ત મૂર્તિક પદાર્થોને પુદ્ગલ કહે છે. જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે નિમિત્તરૂપથી સહાયક છે એવું અમૂર્ત, અખંડ, સંપૂર્ણ લોકવ્યાપ્ત ધર્માસ્તિકાય દ્રવ્ય છે. જે જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં નિમિત્તરૂપથી સહાયક છે તે અમૂર્ત, અખંડ, સંપૂર્ણ લોકવ્યામ અઘર્માસ્તિકાય દ્રવ્ય છે, જે સ્વયંમાં વર્તના કરતું રહે છે તથા અન્ય જીવાદિ દ્રવ્યોને પરિણમન (અવસ્થા પરિવર્તન)માં નિમિત્તરૂપથી સહાયતા કરે છે એવું એકપ્રદેશી, અમૂર્તિક કાળદ્રવ્ય અસંખ્ય કાલાણુઓના રૂપમાં લોકાકાશના સંપૂર્ણ પ્રદેશોમાં વ્યાપ્ત થઈ સ્થિત છે તે કાળદ્રવ્ય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ ચાર સદાય પોતાના સ્વરૂપમાં શુદ્ધ નિર્વિકારી રહે છે, પરંતુ જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી નિર્વિકારી હોવા છતાં પણ એકબીજાનું નિમિત્ત પામીને સ્વયં જ વિકારયુક્ત થાય છે. અનેક પ્રકારે પુદ્ગલદ્રવ્ય છે, જેમાં એક કાર્મણ વર્ગણા જાતિના પુદ્ગલ જીવના જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોને વિકૃત કે આવરિત દિવ્યાન/ઑક્ટોબર-૨૦૧૬ ૦૦૦૦૦.૦ ૧૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ કરવાની શક્તિ ઘરાવે છે. તેને કર્મ કહે છે. આ કર્મ-પરમાણુરૂપ પગલોનું નિમિત્ત પામીને જ જીવ, રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવરૂપ વિકારી થાય છે ત્યારે કર્મપરમાણુઓ આત્મા તરફ આકર્ષિત થાય છે, જેને આસ્રવ તત્ત્વ કહે છે. કમૌનું આત્મા સાથે દૂધ અને પાણીની જેમ મળી જવું તે બંધતત્ત્વ કહેવાય છે. આત્મજ્ઞાન, સંયમ આદિ દ્વારા આત્મા તરફ આવતા કમનું રોકાઈ જવું તે સંવરતવુ કહેવાય છે.. જ્ઞાન, ધ્યાન, તપ દ્વારા આત્માથી કમોનું અલગ થવું તે નિર્જરાતત્ત્વ કહેવાય છે. જ્ઞાન, ધ્યાન, તપની ઉત્કૃષ્ટતા દ્વારા સમસ્ત કર્મોનું આત્માથી અલગ થઈ જવું તે મોક્ષ કહેવાય છે. - ઉપરોક્ત જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ- આ સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાને સમ્યગુદર્શન કહે છે. આ સાત તત્ત્વોને, જેવા છે તેવા જ મતાગ્રહ અને સંશયરહિત જાણવાં તે સમ્યકજ્ઞાન કહેવાય છે. આસ્રવ અને બંઘભાવોથી નિવૃત્ત થવું તથા જ્ઞાન-ધ્યાન-તપ આદિરૂપ સંવર-નિર્જરા ભાવોમાં પ્રવર્તન કરવું તે સમ્યફચારિત્ર કહેવાય છે. આ ત્રણેયનો સમ્પર્ક સમન્વય સંપૂર્ણ મોક્ષમાર્ગ છે. જ બા.બ્ર. સુરેશજી - માતા-પિતાનો વિનય (૧) માતા-પિતાને નમસ્કાર કરવા. (૨) તેઓની આજ્ઞા માનવી. (૩) તેમની સામે ન બોલવું. (૪) તેમને દુ:ખ ઊપજે તેવું કંઈ કરવું નહીં. (૫) તેમને | અપશબ્દો ન બોલવાં. (૬) સ્વાર્થ માટે અપમાન-તિરસ્કાર ન કરવાં. (૭) તેઓની સેવા કરવી. (૮) તેઓને ઘર્મમાર્ગમાં જોડવાં. (૯) તેઓનો આદર-બહુમાન-વિનય કરવો. (૧૦) તેઓને ઉત્તમ વસ્ત્ર-ભોજન-અલંકારાદિ આપીને યથાશક્તિ ભક્તિ કરવી. ચાહું લેતા મા-બાપની, વાહવાહુ થશે આપની, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામશો તેથી ઘણી. (૨૦) તા 100g દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ કપૂhese જ્ઞાનીનો અદભૂત આશય છે એક વખત પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી Hઆહાર પૂર્ણ કર્યા પછી મુમુક્ષુ ભક્તો સાથે બેઠાં હતાં. તે સમયે રસોડામાંથી કોલાહલ સંભળાયો. એક મુમુક્ષભક્ત જઈને જોયું તો રસોઈયા અને નોકર વચ્ચે મારામારી થઈ હતી. રસોઈયાએ નોકરને માર્યું હતું તથા તેનો પગ ભાંગી નાંખ્યો હતો. શ્રીમદ્જીએ પેલા મુમુક્ષુ ભક્તને પૂછતાં તેમણે સઘળી વાત વિદિત કરી. આથી શ્રીમદ્જીએ રસોઈયાને બોલાવીને આકરાં વચન કહ્યાં, “હે દુષ્ટ! અહીંથી જતો રહે.” શ્રીમદ્જીના મુખેથી આવાં વચનો સાંભળીને તે રસોઈયો તુરત જ ત્યાંથી જતો રહ્યો. તે પછી થોડીક વારમાં જ આજુબાજુના બીજા નોકરો પણ આવી ગયા અને રસોઈયાને શોઘવા લાગ્યા, પરંતુ તેમને તે મળ્યો નહીં. બીજે દિવસે ખંભાતના મહામુમુક્ષુ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદની સાથે વાત કરતાં કરતાં શ્રીમદ્જીએ તેમને પૂછયું, અમે ગઈ કાલે રસોઈયા ઉપર કેમ ક્રોધ કર્યો હશે?ત્રિભોવનભાઈએ કહ્યું, “મને ખબર નથી.” આથી શ્રીમદ્જીએ કહ્યું, “જો અમે તેને ત્યાંથી વિદાય ન કર્યો હોત તો એ બધાં નોકરો ભેગા થઈને તેને મારી નાંખત. એટલે અમે તેને આકરા શબ્દોમાં કહ્યું હતું.” ત્રિભોવનભાઈ જ્ઞાની પુરુષનો આવો અદ્ભુત આશય જોઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા. આમ, જ્ઞાની પુરુષનું બાહ્ય વર્તન ક્યારેક અજ્ઞાની જેવું દેખાતું હોય છે, પરંતુ જ્ઞાનીની અદ્ભુત વિલક્ષણ દશા હોય છે અને તે તેમનો આશય સમજવાથી જ સમજાય છે. જ્ઞાનીનાં વચનો મુખ્યપણે પૂર્વાપર અવિરોઘ, આત્માર્થ-ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર તથા અનુભવસહિત હોય છે. જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનોમાં દિવસ અને રાત જેવો ભેદ હોય છે, જે ભેદ દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ઇ -૨૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ કોઈ વિશેષ મુમુક્ષુને જ્ઞાની પુરુષનો યથાર્થ નિર્ણય થયેથી જ સમજાય છે. એટલે જ શ્રીમદ્જીએ કહ્યું છે, “જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.” જ રીનાબેન એ. શાહ આયુર્વેદના સોનેરી સૂત્રો છે છાશ પીવી જમ્યા પછી, કોગળા કરવા ખાધા પછી. જેનો બગડ્યો ઝાડો, તેનો બગડ્યો દા'ડો. ( અષાઢ મહિને સૂંઠ ખાય, તેને ક્યારે રોગ ન થાય. જળ, માટી ને ખુલ્લી હવા, કુદરતની એ ઉત્તમ દવા. છે. ગળો, ગોખરું, આમળા, સાકર-ઘીથી ખવાય, વૃદ્ધપણું વ્યાપે નહિ, રોગ સમૂળો જાય. € જમીને ડાબે પડખે સૂએ, તેનો રોગ રણમાં રૂએ. € ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તુમ્બે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય. € જેની સારી દિનચર્યા, તેની સારી ભવચર્યા. [; ડાબે પડખે લેવું, જમ્યા પછી ઘડીવાર, અને દિવસે ના ઊંઘશો, જમો ન વારંવાર. સમરસ લગ્ન એટલે જોડાણ. બે વસ્તુઓનું જ્યારે જોડાણ Jકરવું હોય ત્યારે બન્ને વસ્તુ સરખી-સમરસ થયા સિવાય એક થાય નહીં. લગ્નમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાનો વિચાર રહેલો છે. એટલે એની પાસેથી સુખ મળશે' એવી અપેક્ષા રાખ્યા કરતાં ‘હું એને સુખી કરીશ” એવી ભાવના એ સમરસ થવાની નિશાની છે. શ્રી રવિશંકર મહારાજ (૨રો દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ છે દ્ધિપ્રયોગની સફળતા ! પૂ. સંતબાલજી પગપાળા ગામેગામ ફરતા હતા. .. તેઓ જાણતા હતા કે ભારતનું હૃદય ગામડું છે, ગામડાની અવદશા જોઈને તેમને ખૂબ દુ:ખ થતું હતું. ગામડાની દશા સુધારવા તેઓએ ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. સ્વાવલંબન, સંપ, સંગઠન, વ્યસનમુક્તિ, સાચી ઘાર્મિકતા વગેરે બાબતો સમજાવવાનો સફળ પ્રયોગ તેમણે આરંભ્યો. તેમાંનો એક શુદ્ધિપ્રયોગ હતો ચોરી કરનારને કે ગુનેગારને કાયદાથી કે ભયથી નહીં પણ વિશુદ્ધિ અને પ્રેમથી ગુનો કબૂલ કરાવી સન્માર્ગે વાળવો. આ માટે સ્નેહ, ઉદારતા, તપ, ભજન વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સંતબાલજી એક નાના ગામમાં ચાતુર્માસ કરી રહ્યાં હતાં. એ ગામની બાજુના ગામમાં રહેતી એક વિધવા બાઈના ઘરમાં ચોરી થઈ. ચોરી કરનાર માથાભારે વ્યક્તિ હતી તેથી કોઈ એનું નામ આપવા કે પોલીસ પણ મદદ કરવા તૈયાર ન હતી. એ ગરીબ વિઘવા બાઈ સંતબાલજીને મળી અને પોતાની મુશ્કેલી દર્શાવી. પૂજ્યશ્રીએ શુદ્ધિપ્રયોગ શરૂ કર્યો. તેમના સાથીદારોએ ભજન, ઉપવાસ વગેરેથી ગુનો કબૂલ કરાવવા પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. છેવટે પૂ. સંતબાલજી એ ગામમાં જાતે ગયા અને લોકોને કહ્યું, “ચોરી માટે જવાબદાર માણસ આવીને ચોરી કબૂલ નહીં કરે તો પોતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ઊતરશે.” આ જાહેરાતની ખૂબ સરસ અસર થઈ. બીજે દિવસે સવારે એક માણસ તે ગામના મુખીને મળ્યો અને ચોરી કબૂલી. પરંતુ ચોરીનો માલ તેણે વેચી નાખ્યો હતો. મુખીએ આ ચોરને સંતબાલજી સમક્ષ હાજર કર્યો. પૂજ્યશ્રીએ તેને ચોરીની કબૂલાત કરવા બદલ શુન્યવાદ આપ્યા અને પંચ નક્કી કરે તે રકમ, ચોરીના માલને બદલે વિધવા બાઈને ચૂકવી આપવાનું નક્કી થયું. પેલો માણસ આ રકમ ચૂકવવા સંમત થયો. જ ગુણવંત બરવાળિયા દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ઇ -૨૩) Page #23 -------------------------------------------------------------------------- ________________ હ (તમ કને શું માગવું? મહાત્મા ગૌતમ બુદ્ધ પાર્સે એક જિજ્ઞાસુ ગયો અને પૂછ્યું, “આપ ઘણા વર્ષોથી દેશમાં ધર્મનો પ્રચાર કરી રહ્યા છો, અનેક લોકો આપની વાત સાંભળે છે, પણ કેટલા લોકો ઘર્મના વાસ્તવિક સ્વરૂપને આત્મસાત્ કરી શકે છે?” બુદ્ધે કહ્યું, “તમે એક કામ કરો. નગરમાં જઈને તપાસ કરો કે લોકો જીવનમાં શું ઇચ્છે છે ?” જિજ્ઞાસુ આખા નગરમાં ફરતો ગયો અને લોકોને પૂછીને માહિતી નોંધતો ગયો. તેણે પોતાની નોંધપોથીનું વિશ્લેષણ કર્યું તો જાણવા મળ્યું કે કોઈ જીવનમાં ધન ઇચ્છે છે તો કોઈ પુત્ર, કોઈ નવા ગૃહને ઇચ્છે છે તો કોઈ વેપારમાં સફળતા, કોઈને વિવાહની ચિંતા છે તો કોઈને યશની કામના. એક પણ વ્યક્તિ એવી ન મળી કે જેને સત્ય, શાંતિ કે ધર્મની ખેવના હોય. જિજ્ઞાસુએ બુદ્ધને આ વાતની જાણ કરી. બુદ્ધે સ્મિત કરતાં કહ્યું, “હું તને એ સમજાવા માગું છું કે જ્યાં સુધી મનુષ્યના જીવનમાં શાંતિ, સત્ય કે ઘર્મની પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા થતી નથી, ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે તે પ્રયત્ન કરી શકતો નથી. ઘણા લોકો ઘમપદેશ સાંભળે છે, પરંતુ ખૂબ ઓછા લોકો જ મોક્ષની કામના રાખે છે.” સામાન્ય માનવી કીર્તિ, કંચન, કામિની, કાયા અને કુટુંબ-- આ પાંચ ‘ક’ની પ્રાપ્તિ અને સુરક્ષા અર્થે જીવન વ્યતીત કરી નાખે છે, પણ જીવનના અંતે તેને નિરાશા અને દુઃખ સાંપડે છે. મોટા ભાગના લોકો નાશવંત વસ્તુઓની પ્રાપ્તિ માટે શાશ્વત તત્ત્વની ઉપેક્ષા કરતા હોય છે. આપણે પરમાત્મા પાસે સાંસારિક પદાર્થોની યાચના ન કરવી જોઈએ, કારણ કે સાંસારિક બાબતોની ઇચ્છીયાચના તે પાપ છે. “માગે તેની આઘે, ત્યારે તેની પાસે. પ્રભુ પાસે માગવું તો શું માગવું? મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની અંતરંગ ઇચ્છા દર્શાવતા કહે છે, te દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શુન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરૂષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.” નૂતન વર્ષે આપણે પણ પરમકૃપાળુદેવ જેવી કામના રાખવા પ્રયત્ન કરીએ. નૂતન વર્ષે સૌનું જીવન ન્યારું, ખારું, સુવાસિત, સફળ, નીતિમય અને ધર્મમય બને તથા સંત-સદ્ગુરુ પાસેથી આપણને જીવન જીવવાની સાચી કળા પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના. જ મિતેશભાઈ એ. શાહ | ‘મા’ની ગોદ (રાગ : તું રંગાઈ જાને રંગમાં...) સુખ મળે છે “મા”ની ગોદમાં, મીઠાશ મળે “મા'ની ગોદમાં જન્મદાતા જીવનદાતા, ગુણગરિમા મારી “મા'. મારા દુઃખ સહે મારી “મા', વાત્સલ્યવીરડી,પ્રેમપરબડી, ‘મા’ના પ્રેમપ્રવાહમાં. સુખ મારી માતા મારી શાતા, માતા જીવનનું મૂળ, | ‘મા’ની સેવા વિના બધું ધૂળ, મારી સાથે મારા માથે, માતા રહે છે હૃદયમાં. સુખહૈયા અનેક, ‘મા’ના હૈયે, નિરંતર હરિનો વાસ, ‘મા’ના હૈયે હુરિનો વાસ, ‘ઉત્તમ'ભાવે ‘રામ' ગાવે, મનરંગો ‘મા’નારંગમાં. સુખ૦ હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ છાનો? મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?મહા હેતવાળી દયાળુ જ ‘મા’તું! દિવ્યધ્વનિ, ઑક્ટોબર-૨૦૧૬ : ૨૫) Page #25 -------------------------------------------------------------------------- ________________ નવી ટેવોનું ઘડતર શું તમે તમારી અત્યારની હાલની જિંદગીથી સંતુષ્ટ નથી? તો આ લેખ તમારા માટે જ છે.....તમારે સુખી થવું છે? વર્તમાન પરિસ્થિતિને બદલવી છે? આ બધું જ શક્ય છે...માત્ર તમારે પ્રયત્ન કરવાનો છે કે અત્યાર સુધી હું શું કરતો આવ્યો છું? મારે કયા પરિવર્તન લાવવાના છે? તેના વિષે વિચારો અને પછી તેનો અમલ કરો. એક વાર એક કાલાવાળા ઊંટ લઈને જતા હતા, ત્યારે રાત્રિરોકાણનો સમય આવ્યો. પણ છેલ્લે તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટને બાંઘવા માટેના દોરડાં અને ખીલાં તેઓએ અગાઉ જ્યાં વિશ્રામ કર્યો હતો ત્યાં ભૂલી ગયા છે. હવે શું કરવું? સૌ થાકેલા હતા. રાત્રિવિરામ કરવો જરૂરી હતો. ઊંટને બાંધ્યા વગર રાખે તો રાત્રે રણમાં ક્યાંય પણ જતા રહે. સૌ કોઈ ઊંટને બેસાડવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ઊંટ બેસે જ નહીં. એક વડીલ અનુભવી આ તમાશો જોતા હતા. તેમણે સલાહ આપી કે તમે દરરોજ જેમ કરો છો તેમ દોરડા લાવવાની, ઊંટને પગે બાંધવાની, ખીલા ખોડવાની, ગાંઠ વાળવાની – આવી બધી જ પ્રક્રિયાઓ કરો. તમારે એવો જ અભિનય કરવાનો છે કે તમે ઊંટને બાંધી રહ્યા છો...સૌએ વડીલનું માનીને આવો અભિનય કર્યો. ઊંટને ઈશારો કરીને બેસવા કહ્યું તો રોજની માફક બધા જ ઊંટ બેસી ગયા. બધાને નવાઈ લાગી. આખી રાત પસાર થઈ ગઈ. સવારે બધા જ ઊંટ હાજર હતા. હવે કાફલાને આગળ વધવું હતું. સૌ ઊંટને ઊભા કરવા લાગ્યા, પણ આ શું? એક પણ ઊંટ ઊભું ન થયું. બધાએ બહુ જ પ્રયત્નો કર્યા...ત્યાં પેલા વડીલ સજ્જન આવ્યા...તેમણે સમજાવ્યું કે તમે રાત્રે ઊંટને અભિનયથી બાંધી દીઘા છે. તેઓ માને છે કે તેઓ બંઘાયેલા છે...હવે જો તમારે ઊંટને ઊભા કરવા હોય તો રોજની માફક દોરડાં છોડવાની ક્રિયા કરો તો જ ઊંટ ઊભા થશે. સૌએ ========૦૦૦ દિવ્યાન/ઑક્ટોબર-૨૦૧૬ pep Page #26 -------------------------------------------------------------------------- ________________ વડીલની સૂચના પ્રમાણે કર્યું તો ઊંટ ઊભા થઈ ગયા. આ વાર્તાનો મર્મ શું છે? ટેવ અને વર્તન. આપણા મનમાં એક ચોક્કસ પ્રકારના ઢાંચાની રચના થઈ જાય પછી આપણે તે પ્રમાણે જ વર્તીએ છીએ. આપણી અત્યારની જિંદગી, આપણી ટેવો અને વર્તન મુજબ છે...શું તે બદલી શકાય? તેનો જવાબ છે—હા. વ્યક્તિ જાગૃતિપૂર્વક સતત પ્રયત્ન કરીને પોતાની વિચારતરાહ અને વર્તનતરાહ બદલી શકે છે. આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ ક્રિયાથી લાભ થાય, શેનાથી ગેરલાભ થાય-એ બધી સમજ આપણી પાસે છે જ, પણ આપણે ટેવ અને વર્તનથી બંધાઈ ગયા પછી તેમાંથી છૂટવા માંગતા નથી અને અપેક્ષાઓ ખૂબ ઊંચી રાખીએ છીએ...તો મિત્રો! નવા વર્ષે, ચાલો સૌ વિચારો, ટેવો અને વર્તન બદલીએ તેમજ આપણે જેવું જોઈએ તેવું (આદર્શ જીવન જીવવાની શરૂઆત કરીએ.. ખરું ને? * ડૉ. દીપકભાઈ આઈ. પટેલ 9 હળવાશની પળોમાં 2 ફિ ચિંટુ : પપ્પા, ગન અને મશીનગનમાં શું તફાવત? પિતા : બેટા, હું અને તારી મમ્મી ઝધડીએ ત્યારે હું બોલું તે ‘મન’ અને તારી મમ્મી બોલે તે મશીનગન’.. . શિક્ષક : રમેશ, તને આટલો માર પડવા છતાં હસે છે? શરમ નથી આવતી? રમેશ : સર, તમે જ કહ્યું છે ને કે મુશ્કેલીનો સામનો હસતાં હસતાં કરવો જોઈએ! િમકાનમાલિક ખૂબ ક્રોધી હતો. તેથી ભાડુઆત દૂધ લઈને તેની પાસે આવ્યો. મકાનમાલિક : આજે કેમ દૂઘ લાવ્યો? ભાડુઆત : આજે નાગપંચમી છે તેથી હું તમને દૂધ પીવડાવવા આવ્યો છું ! દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ buiv ==૨૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ વારસો એક દિવસ સંત તિરુવલ્લુવર પ્રવચન માપતા હતા. પ્રવચન પૂરું થયા બાદ એક ધનિક વેપારી તેમની પાસે આવી બે હાથ જોડી ઉદાસ થઈને બોલ્યો, ગુરુદેવ, મેં મહેનત કરી મારા એક માત્ર પુત્ર માટે પુષ્કળ સંપત્તિ એકઠી કરી છે. મારો પુત્ર એ સંપત્તિથી વેપાર કરવાને બદલે તેને વ્યસનમાં વેડફી રહ્યો છે. તેનું જીવન મને બરબાદ થતું દેખાય છે.” સંતે હસીને કહ્યું, “તમારા પિતાએ તમારા માટે કેટલી સંપત્તિ એકઠી કરી તમને વારસામાં આપી છે?” વેપારીએ કહ્યું, “મારા પિતા તો ખૂબ ગરીબ હતા. તેઓ મારા માટે કશું જ નથી મૂકી, ગયા.” સંતે કહ્યું, “તમારા પિતાએ તો તમને કાંઈ નહોતું આપ્યું તો પણ તમે આટલા સુખી-સંપન્ન છો, આટલી સંપત્તિ તમે તમારા પુત્રને આપી રહ્યા છો છતાં તમને એમ કેમ લાગે છે કે તમારા પુત્રને ખરાબ દિવસો જોવા પડશે ?'' વેપારીએ કહ્યું, “મને તો કોઈ વ્યસનનો વળગાડ નહોતો, પણ મારા પુત્રને એવા વ્યસનો છે કે જેથી આર્થિક અને શારીરિક બન્ને નુકસાની થાય છે. મને એ નથી સમજાતું કે મારી ભૂલ ક્યાં થઈ છે?” ત્યારે સંતે કહ્યું, ‘ભાઈ, તમારી ભૂલ એ છે કે તમે તમારી આટલી જિંદગી માત્ર ને માત્ર સંપત્તિ એકઠી કરવામાં જ કાઢી. એક પિતા તરીકે તમારે તેના ભણતર-ગણતર અને સંસ્કાર-ઘડતર પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી.” જે વ્યક્તિ પોતાના સંતાનને માત્ર સંપત્તિનો જ વારસો આપે છે, સંસ્કારનો નહીં તે સંતાન માટે ઘાતક સાબિત થાય છે. મહેનત વિના મળેલી સંપત્તિ, પરિશ્રમ કર્યા વિના પ્રાપ્ત કરેલો પરિગ્રહ સંતાનોના જીવનને બગાડી દે તેવી પૂરેપૂરી શકયતા છે. આપણા શાસ્ત્રોમાં થનની ચાર ગતિ બતાવવામાં આવી છે : દાન, ભોગ, સંગ્રહ અને વિનાશ. જે વ્યક્તિ સુપાત્રને દાન આપે, ગરીબગુરબાઓને ભોજનાદિ આપે, ગૌશાળા, પાંજરાપોળ વગેરેમાં દાન (૨૮) ડાઇwon't દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬) Page #28 -------------------------------------------------------------------------- ________________ કરે તે ઘનનો સદુપયોગ થયો કહેવાય, પોતાના માટે જે ઘન વાપરે, મોજ-શોખમાં ઊડાવે તે ભોગ, તિજોરીમાં ભરી રાખે તે સંગ્રહ અને વ્યસનોમાં વેડફાય તે નાશ. કહેવાનું તાત્પર્ય એ છે કે બાળપણથી બાળકોને સારા ખોરાકની સાથે વિચારયુક્ત ચારિત્રઘડતર પણ એટલું જ જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હોય એવા પરિવારના છોકરાઓ ચોરી કરતાં ઝડપાય છે! શ્રીમંત પરિવારના નબીરાઓ કેટલાય ગુનાઓ આચરે છે. આની પાછળ ખોટા લાડકોડ તથા યોગ્ય સંસ્કારસિંચનનો અભાવ છે. આ માટે બાળકોને યોગ્ય સમય આપો, તેની સંગતિ પર નજર રાખો, જ્યાં તેની ભૂલ જણાય ત્યાં તેને રોકો, જરૂર પડે તો તેના પ્રત્યે કડક વલણ દાખવો. સંતાનોને વારસામાં ઘન ન દઈ શકો તો કાંઈ નહીં, પણ એવા સંસ્કાર અવશ્ય દેજો કે તેની જિંદગી વાસ્તવમાં યાદગાર જિંદગી બની જાય. પારૂલબેન બી. ગાંધી (ઈશ્વરની કૃપા મેળવવા આટલું કરીએ * હંમેશાં પવિત્ર અને ઉચ્ચ વિચારો રાખીએ. જે બીજાની સેવામાં તન-મનને પરોવીએ. ક પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખીએ. * કોઈ ઉપર દેય ના રાખીએ, પણ પ્રેમ કરતા રહીએ. જ કોઈના દોષ ના જોઈએ, ગુણદ્રષ્ટિ ખીલવીએ. * કોઈના વિચારે નહીં, પણ અંતરના વિચારે ચાલીએ. * સર્વ જીવનું કલ્યાણ પ્રાર્થીએ. * સૌના ભલામાં આપણું ભલું છે તેમ સમજીને ચાલીએ. * સત્સંગ અને ભક્તિ માટે સમય ફાળવીએ. દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ ઇuva =૨લા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ રત્નકણિકાઓegg કે હૃદય સાફ, તો ગુના માફ. જ નાની આંખ જો વિશાળ સાગર અને ઊંચા પર્વતને દ્રષ્ટિમાં સમાવી શકે તો નાનું હૃદય ભગવાનને કેમ ન સમાવી શકે? છેજીવનમાં શાંતિ અને મરણ સમયે સમાધિ જોઈતી હોય તો આ ત્રણ ગુણોને આત્મસાત્ કરી લો (૧) પરમાત્મા પ્રત્યે પ્રેમ, (૨) પાપોનો પસ્તાવો, (૩) પરલોકની ચિંતા. મન પરસેવો પાડીને મેળવેલી મિલકતમાંથી થોડા રૂપિયા પણ નહીં વેડફતો માણસ જ્યારે જન્મોજન્મની મહેનત પછી મળેલા માનવભવને થોડા રૂપિયા માટે વેંચી નાખે ત્યારે તેના ડહાપણ (?) ઉપર હસવું કે રડવું એ સમજાતું નથી. તમને ગુણવાન મટાડી દે, એવા ધનવાન ક્યારેય ન થશો. ક: આયુષ્યને વધારી શકાતું નથી, પણ સુથારી તો શકાય છે. મા કુવૃત્તિઓને તોડે તે વ્રત. બર્થડે અને ડેથ ડે વચ્ચે રહેલી સ્પેસ જેટલી જિંદગી છે. ભાવ (હોવું) કરતાં અભાવનું લિસ્ટ મોટું હોય છે. ચંદન કપાળને શીતળ કરે, વંદન હૃદયને શીતળ કરે છે. મન પર માનવીનો કાબૂ એટલે વિકાસ, માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ. જ વહેંચવાથી દુઃખ અડધું અને સુખ બમણું થાય છે. કે જે બીજાની ભૂલને માફ ન કરે તે કુરુક્ષેત્રનું સર્જન કરે છે. જ સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઇચ્છે છે, પરંતુ પોતાનો પતિ શ્રવણ બને એ એને ગમતું નથી ! * ચારિત્ર એટલે સ્વભાવમાં રમવું અને વિભાવથી અટકવું. જે સંપત્તિને ઉદારતાનું પીઠબળ નથી, જે બુદ્ધિને વિવેકનું ગૌરવ (3) 11111111 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ નથી અને જે તંદુરસ્તીને સંયમનો સાથ નથી એ સંપત્તિ, બુદ્ધિ અને તંદુરસ્તી જગત માટે શાપ બનીને રહે છે. જો શરીર વગરનાને સિદ્ધ, સરનામા વગરનાને સાધુ અને અહંકાર વગરનાને મહાત્મા કહેવાય. એક સાચો માણસ એ છે કે જે હૈયાનો દયાવાન, હાથનો નીતિમાન અને આંખનો સદાચારી હોય. જ આપઘાત એ કાયરતાનું પ્રમાણપત્ર છે. કર દીવાલ જેવા નહીં, પુલ જેવા બનતા શીખો. જ બીજાની પ્રશંસા સાંભળીને સહન કરવાનું સદ્ભાગ્ય બહુ ઓછાને મળે છે. મુ જે માણસ પોતાની હારને પચાવી શકે છે તે માણસ આગળ જતાં પ્રથમ હાર(કતાર)માં ઊભો રહી શકે છે. એક મોતનો ભય ન રાખો, મોતનું ભાન રાખો. તે અંધકાર હૈ વહાં જહાં આદિત્ય નહીં, હૈ યહ મુર્દા દેશ જહાં - સત્સાહિત્ય નહીં. નક આ કાયાનો શો ભરોસો? એ તો જલમાં રહેલો પરપોટો. જ વિચાર, વાણી અને વર્તનની એકતા એટલે માણસાઈ. સોર પારસમણિ કરતાં ચારિત્રમણિ ચઢિયાતો છે. સરલો સાપ પકડી શકાય છે, સરલા સમયને પકડી શકાતો નથી! ગરીબાઈ થોડું માંગે છે, શ્રીમંતાઈ ઘણું માંગે છે, પણ લોભ તો બધું જ માંગે છે. આંખ અશ્રુ સારે ત્યારે દુઃખ ઘોવાય, હૃદય અશ્રુ સારે ત્યારે પાપ - ઘોવાય. આ અફવાને પાંખ હોય છે, સત્યને આંખ હોય છે. હૈયે હો કરુણાનું વરદાન, મસ્તકે હો શ્રદ્ધાનું વરદાન, હાથમાં હો સેવાનું વરદાન. દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ – (૩૧) Page #31 -------------------------------------------------------------------------- ________________ છે. થપ્પડ મારવા કરતાં પીઠ થાબડવામાં મહેનત ઓછી છે અને લાભ ઘણો મોટો છે. જ બધું ગઈ ખાઈ, છતાં ન દેખાઈ એનું નામ અદેખાઈ. ગુણોને કહે Go એનું નામ Ego. એક ગુરુ સમક્ષ પારદર્શક બનશો તો ગુરુ પથદર્શક બનશે. હૃદયમાં પ્રભુનું આસન, મન પર પ્રભુનું શાસન. ગુસ્સાને ગળી જાઓ, નહીં તો ગુસ્સો તમને ગળી જશે. કોઈ વંદે, કોઈ નિંદે, છતાં રહે આનંદે એનું નામ સાધુ. જેના ઘરમાં હોય ક્લેશ, તે ક્યારેય ન હોય ફ્રેશ. જ ભલાઈ એવું તેલ છે, જે જીવનમાંથી ઘર્ષણ દૂર કરે છે. સ્નેહ એ શિક્ષણની મોટી વિદ્યાપીઠ છે. ( સંકલ્પ જ્યારે સક્રિય બને છે ત્યારે જ સિદ્ધિ સાંપડે છે. છે પ્રેમ માલિકીભાવમાં નહીં, પરંતુ સમર્પણભાવમાં વસે છે. જે જાય છે એ મારું નથી અને જે મારું છે એ જવાનું નથી. છે જેનો ભાવ અને સ્વભાવ સારો હોય તેણે પ્રભાવ પાડવાની જરૂર નથી. છે રિસાય તે નાનો, મનાવે તે મોટો. (પુસ્તકોમ વિચારોના યુદ્ધમાં પુસ્તકો શસ્ત્ર છે. --અર્નાર્ડ શો આ કોટ જૂનો પહેરો, પણ પુસ્તક નવું ખરીદો. થોરો તમારી પાસે બે રૂપિયા હોય તો એકથી રોટલી અને બીજાથી પુસ્તક ખરીદો. રોટલી જીવન આપે છે, તો સુંદર પુસ્તક જીવન જીવવાની કળા આપે છે. હું નરકમાં પણ સુંદર પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમાં એવી તાકાત છે કે એ જ્યાં હશે ત્યાં સ્વયં સ્વર્ગ બની જશે. જ લોકમાન્ય ટિળક, (હરી - 100 દિવ્યધ્વનિઑક્ટોબર-૨૦૧૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ વચનપાલન સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિયપણે ભાગ લેવા બદલ જેલમાં ગયેલા લાલબહાદુર શાસ્ત્રીએ બીમાર 'દીકરીને મળવા માટે જ્યારે જેલના સુપ્રીન્ટેન્ડન્ટ પાસે પેરોલ પર છૂટવા ૨જા માંગી ત્યારે તેણે કહ્યું, “તમે મને લખી આપો કે હું કોઈ પણ સમારોહમાં કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લઉં.” શાસ્ત્રીજીએ કહ્યું, “લખવાની કોઈ જરૂર નથી. મારા વચન પર વિશ્વાસ રાખો.” જેલરે રજા આપી. પણ શાસ્ત્રીજી જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે મોડા પડી ગયા હતા, કારણ કે એમની દીકરી અવસાન પામી ચૂકી હતી, સ્મશાન સુધી સાથે રહીને બધી જ વિધિઓ કરીને ઘરે જઈને તેમણે સ્નાન કર્યું અને તરત જ જેલમાં જવા રવાના થયા. ધારત તો તેઓ પંદર દિવસ ઘરમાં રહી શકે તેમ હતા. પંદર દિવસનો પેરોલ હોવા છતાં તેઓ એક મિનિટ પણ ઘરમાં વધુ ન રોકાયા. કોકે તેમને આ અંગે પૂછયું, ત્યારે તેમણે એટલો જ જવાબ આપ્યો, “મારી બીમાર દીકરીની સારવાર માટે પેરોલ મળ્યો હતો. દીકરી જ ન રહી તો હવે જેલમાં પાછા ફરવાની મારી ફરજ બની રહે છે." ક્રાંતિકારીનું મોત પરદેશી હકૂમતના પાયા ધ્રુજાવી દેનાર અમર || શહીદ ભગતસિંહને ફાંસીએ ચડવાને હજુ થોડો સમય _બાકી હોઈ તેમણે કોઈ પણ રીતે પોતાના વકીલ પર સંદેશો મોકલી આપ્યો કે, “વસિયતનામાને બહાને લેનિનનું જીવનચરિત્ર લેતા આવો, મારે તે અવશ્ય વાંચવું છે.” સંદેશો મળતાં જ વકીલસાહેબ પુસ્તક લઈ ચાલી નીકળ્યા. એમને આવેલા જોઈ ભગતસિંહ બોલી ઊઠ્યા, “મેં મંગાવેલી ચીજ લાવ્યા જ છો ને?” અને એમ કહી એમના હાથમાંનું પુસ્તક લઈ એ ક્ષણે જ વાંચવા બેસી ગયા. (દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ , ૧૩૩) Page #33 -------------------------------------------------------------------------- ________________ લગભગ સાડા ત્રણ કલાક પછી જેલનો અધિકારી ભગતસિંહને ફાંસીને માંચડે લઈ જવા બોલાવવા આવ્યો ત્યારે તેઓ એ પુસ્તકનું છેલ્લું પ્રકરણ વાંચી રહ્યા હતા. અધિકારીનું આગમન જાણ્યા છતાં પુસ્તક પરથી નજર ઉઠાવ્યા વિના જ હાથ ઊંચો કરી તેઓ બોલ્યા, “જરા વાર થોભો, અત્યારે એક ક્રાંતિકારીનું બીજા ક્રાંતિકારી સાથે મિલન ચાલી રહ્યું છે.' અધિકારી ચકિત બની ઊભો જ રહી ગયો. થોડી વારે પુસ્તક પૂરું કરી ભગતસિંહે કહ્યું, “હા, હવે ચાલો.” અને “ઈન્કિલાબ ઝિંદાબાદ” લલકારતા તેઓ ફાંસીને દોરડે લટકી ગયા. ઉપકાર કે સ્વાર્થદ્રષ્ટિ?) એક વાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન કોઈ કારણસર પ્રવાસમાં જઈ રહ્યા હતા. અચાનક જ તેમની નજર ગાડીના કાચમાંથી બહાર ગઈ. તેમનું હૃદય હચમચી ગયું. કાદવ-કીચડમાં એક ભૂંડ ફસાઈ ગયું હતું અને તરફડી રહ્યું હતું. - લિંકને ગાડી ઊભી રખાવી. પાસેના ઝાડની એક સૂકી ડાળ લઈને તેઓ ઝડપથી ત્યાં કાદવમાં ગયા ને ભૂંડને બચાવી લીધું. સાક્ષાત્ આ પ્રસંગ જોઈને ઘણા લોકોએ લિંકનની પ્રશંસા કરી કે આવા રાષ્ટ્રપ્રમુખ ક્યાં મળે કે જેઓ જાતે કાદવમાં જઈને ભૂંડને બચાવે. ખરેખર તેમનું મન કેટલું કરુણાસભર હશે! - જનતાને જવાબ આપતા લિંકને કહ્યું, “ભૂંડને બચાવીને મેં કંઈ ભૂંડ પર ઉપકાર નથી કર્યો. ભૂંડને કાદવમાં તરફડતું જોઈને મારું અંતર બળી રહ્યું હતું. બસ, ભૂંડને બચાવીને મેં મારી અંતરની વેદનાને શાંત કરી છે. હવે તમે જ કહો કે મેં ઉપકાર કર્યો છે કે મારો સ્વાર્થ જોયો છે?” (૩૪) : inh દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ માનવ બનું તો ઘણું ! ઘોમઘખતી બપોરે કલકત્તાની સડક પર એક માજી પોટલું ઉપાડી ચાલતા હતા. ભૂખ-થાક અશક્તિ-તરસ-વૃદ્ધાવસ્થા અને કાળઝાળ ગરમી, મામૂલી મજૂરી માટે એમણે પોટલું ઉપાડ્યું, પણ અઘવચ્ચે રોડ ઉપર જ ચક્કર આવતાં માજી એક બાજુ ગબડી પડ્યા. જેનું પોટલું હતું એ માણસાઈ વિનાનો નીકળ્યો. “શક્તિ ન હોય તો શું કામ મજૂરી કરવા આવતાં હશે. હવે મારે જાતે પોટલું ઉપાડવું પડશે!' એમ બબડતો પોટલું લઈ રવાના થયો. બીજા રાહદારીઓ પણ ધોમ તાપમાં ડામરની સડક પર બેહોશ માજીને જોઈને 'અ૨૨૨!' બોલતાં આગળ વધતાં. આ સમયે જાણીતા ક્રાંતિકારી યતીન્દ્રનાથ ત્યાંથી નીકળ્યા. માજીને જોતાં જ એ હલબલી ગયા. પવન નાંખ્યો. છાંયે લીધાં. પાણી છાંટયું, માજી ભાનમાં આવ્યા. ઘોડાગાડીમાં બેસાડી એમને ઘરે પહોંચાડ્યા. ઘર જોતાં જ એમને દરિદ્રતાના દર્શન થઈ ગયા. ‘માજી, તમારે કોઈ સંતાન નથી ?’’ “મારો લાડકવાયો બીમારીમાં મૃત્યુ પામ્યો. છૂટક મજૂરી કરી ગુજરાન કરું છું.’’ ‘મા, આજથી હું તમારો દીકરો. હવે તમારે મૂંઝાવાની જરૂર નથી.'' માજી જીવ્યા ત્યાં સુધી એમની સારસંભાળ યતીન્દ્રનાથે કરી. માનવતા વિનાના માનવો આ પૃથ્વી પર ભાર સમાન છે. સમ્યક્ શ્રદ્ધા એ આધ્યાત્મિક જગતનો પાયો અને મોક્ષનગરીનું પ્રવેશદ્વાર છે. દિવ્યર્થાન/ઑક્ટોબર-૨૦૧૬ ૦૦ ૦૦૩-૨૩.333 (ઉપ Page #35 -------------------------------------------------------------------------- ________________ જ ઘનવાન અને ઘર્ત .. = = = = = = = = મુસાફરી દરમિયાન બે માણસો ભેગા થઈ ગયા. એક ઘનવાન અને બીજો ઘૂર્ત. - ઘનવાન પ્રતિદિન સવારે જ ગુપ્ત રીતે પોતાનું ઘન ગણી લેતો અને ખમીસની અંદર પહેરેલી બંડીમાં સાચવીને મૂકી દેતો. લુચ્ચા માણસે છુપાઈને જોઈ લીધું કે ઘનવાન પોતાનું ઘન ક્યાં રાખે છે. વિચાર પણ કર્યો કે દિવસે તો ઘન ખમીસ નીચે હોવાથી લેવું શક્ય નથી, પણ રાતે ગમે તે રીતે ઘનિકના ઘનની ચોરી કરીને જતો રહું. રાત થઈ. ઘનવાન સૂઈ ગયો. ઘૂર્તે પોતાનો હાથ અજમાવ્યો. ધનિકની બેગ-થેલો થેલી બધું જ જોઈ લીધું, પણ ઘન ન મળ્યું. ધનવાનના ખમીસ ઉપર પણ ધીરેથી હાથ ફેરવ્યો, પણ ત્યાં ધન ન હતું. ઓશીકા પાસે પણ નજર કરી. ત્યાં પણ ઘન ન હતું. ચોથા દિવસે સવારે સજ્જનતાથી ઘૂર્ત ઘનવાનને પૂછ્યું, ભાઈ! દિવસે તો તમે તમારું ઘન ખમીસ નીચે રાખો છો, પણ રાત્રે ક્યાં રાખો છો? ત્રણ દિવસથી મેં બહુ શોધ્યું. પણ ક્યાંય ન મળ્યું. મને ઘન જોઈતું નથી, પણ તમે મને જણાવો કે રાત્રે તમે ઘન ક્યાં રાખો છો?” ભાઈ! મને હતું જ કે તું મારું ધન લેવા પ્રયાસ કરીશ. એટલે જ મારું ધન હું તારા ઓશીકા નીચે છુપાવી દેતો હતો. મને હતું કે તું મારી બધી વસ્તુ તપાસશે, પણ તારા ઓશીકા નીચે શોઘખોળ નહીં કરે.” પ્રભુ પણ આપણા હૃદયમાં બેઠા છે. સૌથી પ્રથમ ત્યાં દ્રષ્ટિપાત કરીએ. | ગુણોના બનો ગ્રાહક, ચૈતન્યના બનો ચાહક,ી પ્રભુના બનો આરાધક, સિદ્ધના બનો સાઘક.| (કલોના દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬) Page #36 -------------------------------------------------------------------------- ________________ ન્યાયપ્રિયતા અમદાવાદની કોર્ટના ન્યાયાધીશ અંબાશંકર ‘સેતલવાડ.. અન્યાયનો પક્ષ તેમણે જિંદગીમાં ક્યારેય લીધો ન હતો. એક વખત કોઈ અત્યંત સંપન્ન ઘનાહ્ય પરિવારમાં વારસદાર તરીકેની તકરાર થઈ. કેસ અમદાવાદમાં અંબાશંકરજીની પાસે આવ્યો.. થોડા સમય પછી એક પક્ષના અગ્રણી ન્યાયાધીશ અંબાશંકરજીને રૂબરૂ મળ્યા. એક લાખ રૂપિયા રોકડા આપતા કહ્યું, તમારે ન્યાય મારી તરફેણમાં જ આપવાનો છે, વિરુદ્ધમાં નહીં.” અંબાશંકરજીએ સસ્મિત કહ્યું, “મને જરૂર ખબર છે કે મારે ન્યાય' જ આપવાનો છે. ન્યાયને હું અન્યાય નહીં કરું. અહીંથી તો વાય જ મળશે.” લાખ રૂપિયાનો અસ્વીકાર થતાં પેલા અગ્રણી નારાજ થઈ ગયા, “સાહેબ! મારી જેમ લાખ રૂપિયા આપવાવાળો તમને બીજો કોઈ નહીં મળે !” અંબાશંકર સેતલવાડે જડબાતોડ પ્રત્યુત્તર આપતા કહ્યું, “લાખ શું...લાખો રૂપિયા આપવાવાળા ઘણા મળ્યા છે અને ઘણા મળતા રહેશે, પણ યાદ રાખજો કે સામેથી આવતા લાખ રૂપિયાને ના પાડવાવાળો બીજો કોઈ નહીં મળે !!!” અગ્રણી નિરાશ થઈને પાછા જતા રહ્યા. - તુંબડાનો ત્યાગ / એક સંન્યાસી પોતાની જાતને અપરિગ્રહી માનતા | હતા. તેઓ કશી ચીજ-વસ્તુનો સંઘરો ન કરતા. હા, તેમની પાસે એક તુંબડું હતું. તરસ લાગે ત્યારે નદીએ તુંબડું લઈને જતા. એક વાર તે તુંબડું લઈને નદી તરફ ગયા, તો તેની પાછળપાછળ કોઈ એક કૂતરું પણ આવ્યું. તે કૂતરું ઝટપટ પાણી પીને જતું દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ innum = (૩) Page #37 -------------------------------------------------------------------------- ________________ રહ્યું, ત્યારે સંન્યાસીને થયું કે એ કૂતરા પાસે તો તુંબડું પણ નથી અને મારી પહેલાં તે પાણી પીને જતું રહ્યું ! - પછી તે સંન્યાસીએ તુંબડાનો નદીના પાણીમાં ઘા કર્યો અને કહ્યું, “સાચો અપરિગ્રહી તો આ કૂતરો છે. તે સાચો સંન્યાસી છે ! તે મારો ગુરુ !” બસ, સંન્યાસી ખોબે ખોબે પાણી પીને ત્યાંથી પાછા ફર્યા! ) ઉપેક્ષા સ્વામી રામતીર્થ અમેરિકા ગયેલા. એક વખત IN THસાંજના સમયે પોતાના સ્થાને આવ્યા ત્યારે ભારે ખુશમિજાજમાં હતા. ‘કેમ, આજે કાંઈ બહુ આનંદમાં છો?” અરે! આજે તો બહુ મજા આવી. ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ઘણા માણસોએ આ “રામ”ને ગાળો દીધી. કેટલાકે તો વળી કાંકરાઓ પણ ફેંક્યા, કેટલાકે આ “રામ”ને ભગવાન કહ્યા! અંદરના “રામ”ને મેં કહ્યું, ‘જો, આ બહારના “રામ”ના અત્યારે કેવા બેહાલ થઈ રહ્યા છે!” સ્વામી રામતીર્થે જવાબ આપ્યો. સાંભળનારા તો સ્તબ્ધ થઈ ગયા. બાહ્ય પદાર્થો પ્રત્યેની “મારાપણાની માન્યતા તૂટ્યા વિના કે છૂટ્યા વિના આવી મનઃસ્થિતિ ઊભી થવી કઠિન છે અને જ્યાં સુધી આવી મનઃસ્થિતિ ઊભી નહીં થાય ત્યાં સુધી ચિત્તને સંક્લેશમુક્ત બનાવવું કઠિન છે! જો મનની મસ્તી અનુભવવી હોય તો મમત્વ ઘટાડતા જાઓ. માતૃભક્તિ “સર! આ સૈનિક રાતના છાવણીમાંથી ભાગી તરાપામાં બેસીને ભાગી છૂટતો હતો. મેં તેને પકડ્યો છે...!” નેપોલિયનને તેના સેનાપતિએ વાત કરી. (૩૮) Inc દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ કાક Page #38 -------------------------------------------------------------------------- ________________ પેલા કેદી સૈનિકની સામે જોઈને નેપોલિયને કડકાઈથી પૂછયું, “કેમ! આ જે કહે છે તે વાત સાચી છે?” સર! બે વરસથી મારી માતા બીમાર છે, તેને મળવા હું જઈ રહ્યો હતો.” બોલતાં બોલતાં સૈનિક રડી પડ્યો. સૈનિકની માતૃભક્તિ જોઈને નેપોલિયન ખુશ થઈ ગયો. કહ્યું, જા, તને ખુશીથી તારી માતા પાસે જવાની રજા આપવામાં આવે ક્યાં છે આજે આવી માતૃભક્તિ? માતૃ પિતૃભક્ત શ્રવણે પોતાના મા-બાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવી હતી. આજના કહેવાતા કેટલાક પિતૃભક્ત શ્રવણો (!) પોતાના મા-બાપની લાશને ઊંચકીને સ્મશાને મૂકવા જવા ય તૈયાર નથી..ભારે ખેદની વાત છે! રાજાની અમીરી એક પ્રજાપાલક રાજા પાસે હીરાજડિત કિંમતી | વીંટી હતી, જેની ચમક દમક રાતના અંધારામાં પણ અજવાળા પાથરતી હતી. તેની કિંમત અમૂલ્ય હતી. એક વાર રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો અને પ્રજાજનો ભૂખતરસથી વગર મોતે મરવા લાગ્યા. રાજાનું હદય કરુણાથી છલકાઈ ગયું. તેણે પોતાની કિંમતી વીંટી વેચવાનો હુકમ કર્યો. વીંટી વેચતા અઢળક રૂપિયા મળ્યા. આ ઘનથી રાજા દુઃખી, પીડિત પ્રજાજનોને ઉદાર હાથે મદદ કરવા લાગ્યો. એક દરબારીએ પૂછ્યું, “મહારાજ, હવે આપની વીંટી શું પાછી આવશે?” રાજાએ ઉત્તર આપતાં કહ્યું, “મારી પ્રિય પ્રજા ભૂખે મરતી હોય ત્યારે શું તેનો પાલક ચેનથી બેસી શકે? હું વીંટી વિના રહી શકીશ, પણ મારી પ્રિય પ્રજાને પીડાતી નહીં જોઈ શકું.” સાચા રાજાની અમીરી આને કહેવાય. દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ diw =ોકલો Page #39 -------------------------------------------------------------------------- ________________ આત્મોપમ્ય ભાવ & શ્રી રામકૃષ્ણ પરમહંસની નજર સમક્ષ ઘોડાનો માલિક ઘોડાને ફટકારી રહ્યો હતો. પરમહંસે ઘોડાને નહીં મારવા માટે પ્રેમપૂર્ણ આજીજી કરી. ઘોડાના માલિકે કહ્યું, ‘“મારો ઘોડો છે. હું મારી મરજી મુજબ વર્તન કરી શકું!' આ બાજુ ઘોડાને હંટરનો માર પડી રહ્યો હતો ત્યારે બીજી બાજુ રામકૃષ્ણના બરડામાં હંટરોના ઘાના સોજા પડી ગયા. આ જોઈને ઘોડાનો માલિક ચક્તિ થઈ ગયો અને તેણે ઘોડાને મારવાનું બંધ કર્યું. શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવો પ્રત્યે કેવો અદ્ભુત અને અપૂર્વ આત્મોપમ્ય ભાવ! પાંચ રૂપિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એક વાર તેઓ ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એક ભિખારી દયાભર્યા સ્વરે યાચના કરી રહ્યો હતો. વિદ્યાસાગર ઊભા રહ્યા અને પૂછ્યું, “કેટલા પૈસા આપું?’ “એક આનો આપશો તો ચાલશે.’’ “આજે એક આનો આપું. તારું પેટ ભરાશે, પણ કાલે તું શું કરીશ? ભીખ માંગવી એ આર્યનો ધર્મ નથી. એક આનો નહીં, પૂરા પાંચ રૂપિયા આપું છું. પાંચ રૂપિયાથી વ્યાપાર કરજે.' ભિખારીએ પાંચ રૂપિયાના સંતરાની ખરીદી કરી. ધીરે ધીરે વેપાર કરતો થયો. પાંચના દશ, દશના પચાસ અને પચાસનાં પાંચસો રૂપિયા થયા. હવે તેણે નાનકડી દુકાન પણ કરી. સંયોગવશાત્ એક દિવસ વિદ્યાસાગર એ જ દુકાને આવી પહોંચ્યા. retreatya: દિવ્યાન/ઑક્ટોબર-૨૦૧૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ યુવાને તેમને નમસ્કાર કર્યા, સ્વાગત કર્યું. પછી પૂછ્યું, “તમે મને ઓળખ્યો? તમે મને પાંચ રૂપિયા આપ્યા હતા. ધીરેઘીરે કમાણી કરતા આ દુકાન બની. આજે હું તમારે કારણે સુખી છું. લો, તમારા રૂપિયા પાછા લઈ લો.” મિત્ર! આ રૂપિયા અને પાછા આપવાની કોઈ જરૂર નથી. મારી જેમ તું પણ આ રૂપિયા એવી વ્યક્તિને આપજે કે જે તારી જેમ જિંદગીને નવો વળાંક આપી શકે.” મનનો મેલ છે ગામમાં એક સંત રહેતા હતા. એક લોભી શેઠે સંત પાસે આવી રૂપિયાની થેલી થરી અને આશીર્વાદ માગ્યા. - સંતે કહ્યું, “ભાઈ! રૂપિયાની થેલી મને જોઈતી નથી.' શેઠ સ્તબ્ધ થઈ ગયા. સંતે શાંતિથી કહ્યું, “જો ભાઈ ! થાર કે તારે આંગણે તારી પુત્રીના લગ્ન છે. જાન આવીને બારણે ઊભી છે. એવા પ્રસંગે કોઈ મૂર્ખ માણસ આવીને તારા ગાલીચા, શેતરંજી તથા ગાદી-તકિયા વગેરે પર વિષ્ટા ફેંકે તો તે વખતે તું શું કરે ?” શેઠ બોલ્યા, “બાપજી! તો તો એનાં હાડકાં જ ખોખરાં કરી નાખું.” - સંતે કહ્યું, ‘જો ભાઈ, મારી ને તારી વાત પણ એવી જ છે. ઈશ્વરપ્રાપ્તિ માટે મેં મારો અંતરનો ઓરડો વાળીઝૂડીને સાફ કર્યો છે. પ્રભુપૂજા માટે મનનો મેલ ઘોઈ નાખ્યો છે. આ સંજોગોમાં તું એમાં ઘનરૂપી વિણા નાખવા આવ્યો છે !' (TODAY) T - This is an D- Do - Opportunity to A- A work, better than Y - Yesterday દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ ઇ ૪૧) Page #41 -------------------------------------------------------------------------- ________________ અહો માતૃત્વમ્! રાષ્ટ્રપ્રેમી માતા. રાષ્ટ્રરક્ષા માટે પોતાના પુત્રોનું બલિદાન આપવું પડે તો પણ દુઃખી ન થાય. આનંદિત થાય કે મારા પુત્ર રાષ્ટ્રરક્ષા માટે હૃણાયા છે. એક પછી એક કરીને ચાર પુત્રોને રાષ્ટ્રની સુરક્ષા માટે યુદ્ધમાં મોકલ્યાં ને ચારે ય પુત્રો શહીદ થયા. હવે છેલ્લા પાંચમા પુત્રને કહ્યું, “બેટા! તારે જવું હોય તો તું પણ દેશ માટે યુદ્ધમાં જઈ શકે છે. મારી ચિંતા ન કરીશ.” - સેનાપતિએ ના કહી છતાં પાંચમા પુત્રને યુદ્ધમાં મોકલ્યો ને તે પણ શહીદ થયો. પાંચમાં પુત્રના બલિદાનના સમાચાર જ્યારે માતાને મળ્યા ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સેનાપતિએ સાંત્વના આપીને કહ્યું, “મેં તો તમને ના જ કહી હતી, છતાં તમે પાંચમા પુત્રને મોકલ્યો.” - વૃદ્ધ માતાએ સ્વસ્થતાથી રહસ્યને સ્પષ્ટ કરતા કહ્યું, “મારો પાંચમો પુત્ર પણ શહીદ થયો એ બાબતે મને દુઃખ નથી. મને એ વાતનું દુઃખ છે કે હવે રાષ્ટ્રની વેદી ઉપર બલિદાન ઘરવા માટે મારી પાસે એક પણ પુત્ર નથી. ભગવાને મને છઠ્ઠો પુત્ર આપ્યો હોત તો તેને પણ મારા રાષ્ટ્રની રક્ષા માટે જ મોકલત..." (શાંતિ માટે શું કરવું ન. જ હંમેશાં મનને સારા વિચારોમાં રમતું રાખવું. આ # કોઈ પણ કામ કરીએ ત્યારે ઈશ્વરનું નામ લઈ શુદ્ધભાવથી કરવું. | મનને અશુદ્ધ વૃત્તિઓ અને સ્વાર્થથી મુક્ત રાખવું. ક દ્રષ્ટિને હંમેશાં શુદ્ધ રાખવી. તે માટે ઇષ્ટદેવ અને મહાપુરુષોના | સ્વરૂપને વૃષ્ટિમાં રાખવાં. જ મનનો સતત અભ્યાસ કરી આત્મામાં રહેવા મથવું. પ્રભુમય રહેવું.) (જરી 1 000 દિવ્યધ્વનિ/ઓક્ટોબર-૨૦૧૬) Page #42 -------------------------------------------------------------------------- ________________ fસ હિ નૂતન વર્ષાભિનંદન ટી નૂતન વર્ષનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આપણું સમસ્ત જીવન સવિચાર અને સદાચારથી સુરભિમય બને તેવો સન્નિષ્ઠ પ્રયત્ન કરીએ. નૂતન વર્ષમાં આપણે સૌ પ્રભુ-ગુરુની આજ્ઞાનુસાર ચાલી, સમસ્ત જીવનને સુસંસ્કારરૂપી પરિમલથી સુશોભિત બનાવીએ તથા સેવા, સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ અને ધ્યાનના અવલંબન દ્વારા સાચી જીવનકળા પ્રાપ્ત કરવાનો હૃદયપૂર્વકનો પુરુષાર્થ આદરીએ, વિવેકપૂર્વક જીવવાની જીવનકળા નૂતન વર્ષમાં આપણને સહુને પ્રાપ્ત થાઓ. નૂતન વર્ષ સર્વને સુખ-શાંતિ-આરોગ્ય પ્રદાન કરનારું, ઘર્મવર્થક તથા અભ્યદયને અર્પનારું નીવડે તેવી પરમાત્માને પ્રાર્થના છે. સંસ્થાપક, પ્રેરક : શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંપાદક: શ્રી મિતેશભાઈ એ. શાહ મૂલ્ય : રૂ. oo પ્રકાશક: શ્રી નીતિનભાઈ આઈ. પારેખ (પ્રમુખ) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાઘના કેન્દ્ર (શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ ૦૦૭, જિ. ગાંધીનગર (ગુજરાત) ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬ર૧૯૪૮૩ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ Web: www.shrimadkoba.org E-mail : [email protected] परस्परोपग्रहो जीवानाम् । 'ટાઈપ સેટિંગ : મુદ્રકઃ ભગવતી ઑફસેટ, ડિસ્કેન કોમ્યુ આર્ટ, આણંદ.| ૧૫/સી, બારડોલપુરા, ફોન : ૦૨૬૯૨-૨૫પરર૧ | અમદાવાદ. ફોન : ૨૨૧૬ ૭૬૦૩) (૦રા 1111 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ 'શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા સંસ્થાપક - પ્રેરક : પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી, ( સંસ્થાના મુખ્ય ઉદ્દેશો ) (૧) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોઘન-પ્રકાશન તથા અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાથ્ય માટેના કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણયોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. ( પ્રવૃત્તિઓ (૧) સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસ : ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે, સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે, (૨) સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્ત્વિક બનાવવામાં પ્રેરણા આપનારા લગભગ ૧૪,૦૦૦ ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૫૦ જેટલા નાના મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે. આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું ‘દિવ્યધ્વનિ' નામનું આધ્યાત્મિક મુખપત્ર છેલ્લા ૪૦ વર્ષથી પ્રગટ થાય છે; જેની કુલ સભ્યસંખ્યા ૫૪૦૦થી વધુ છે. આ ઉપરાંત વૈવિધ્યપૂર્ણ શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ આધ્યાત્મિક અને ગુરુકુળ-સંચાલન દ્વારા સંસ્કાર-સિંચક પ્રવૃત્તિઓ વખતોવખત થતી જ રહે છે. (૩) સેવાકીય પ્રવૃત્તિઓ : મેડિકલ સેવાઓ, રક્તદાન કેમ્પ, કપડાં અનાજ વિતરણ, છાશ વિતરણ, જીવદયા આદિ પ્રવૃત્તિઓ. દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ in =૪૩) Page #43 -------------------------------------------------------------------------- ________________ Registered under RNI No.: GUJGJU/2008/25883 Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal Regd. No. : GAMC - 309/2015-2017 Issued by SSP Ahmedabad valid upto 31-12-2017 Publication Date 15th of every month હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.’’ - સંત શ્રી આત્માનંદજી આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા ‘દિવ્યધ્વનિ' ઓકટોબર - 2016 ના અંક માટે રૂા.૧૫,ooo/- નો આર્થિક સહયોગા આદ. શ્રી દિનેશભાઈ એસ. બાવીસી પરિવાર (રાજકોટ) તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ ‘જ્ઞાનદાન'ની અનુમોદના કરે છે. Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Soneji on Behalf of Shreemad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba - 382 007. Dist. Gandhinagar (Gujarat). Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate, Bardolpura, Ahmedabad-380 004. Editor : Shri Mitesh A. Shah દિવ્યધ્વનિ - ઓકટોબર - 2016 44