________________
માટે દ્રષ્ટિ જોઈએ.” ઑફિસર પૂછે છે, “તું શાના આધારે આવું કહે છે ?'' દુકાનદાર પૂરો વૃત્તાંત સંભળાવે છે, “મારો એક દીકરો છે. તેણે આતંકવાદીઓ સંબંધી માહિતી પોલીસને આપી. આતંકવાદીઓને જાણ થતાં તેને બહુ ખરાબ રીતે માર્યો. તેને હૉસ્પિટલમાં દાખલ કર્યો અને ડૉક્ટરે દવાનું મોટું લિસ્ટ આપ્યું. પરંતુ મારી પાસે એ દવા લેવા માટે પૈસા ન હતા. મેં પ્રાર્થના કરી, ભગવાન આ સ્થિતિમાં મને સંભાળી લો. હું બહુ નિરાશ હતો કે ઘરે જઈ પત્નીને કેવી રીતે કહ્યું કે પૈસા નથી. તેથી હું મારી ચાની દુકાન પર ગયો અને હતાશાપૂર્વક ટેબલ પર માથું રાખ્યું. ત્યાં તો એક સાકરના ડબ્બાની નીચે એક હજાર રૂપિયા જોયા. આવી પહાડી ઉપર, આવી ઠંડીમાં, આટલે દૂર અડધી રાત્રે જો ઈશ્વર મને હજાર રૂપિયા આપી શકે તો એમના અસ્તિત્વને કઈ રીતે નકારી શકાય? તેઓ પળ પળ મારી સંભાળ લે છે એમાં સંદેહ કઈ રીતે કરી શકાય?”
આ કથામાંથી એ સંદેશ મળે છે કે ભગવાનનો અને એમના સમયનો ભરોસો રાખવો. અધીરાઈ ન કરવી. જો અપેક્ષાઓ હશે કે આવું થાય તો જ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ છે, આવું થાય તો જ તેમણે કૃપા કરી, તો આકુળ-વ્યાકુળ થશો. વિશ્વાસ રાખો કે એ છે ધ્યાન રાખવાવાળા અને એમની રીતે મારી સંભાળ લઈ જ રહ્યા છે,
જ પૂજ્યશ્રી ડૉ. રાકેશભાઈ ઝવેરી
નહિ સારે છે
જગતનો સાર ઘર્મ, ઘર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ અને સંયમનો સાર મોક્ષ છે.
ઉકરડો આપોઆપ વધે છે, બગીચાને વિકસાવવા મહેનત કરવી પડે છે.. (1) 1 0 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬