SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છે દ્ધિપ્રયોગની સફળતા ! પૂ. સંતબાલજી પગપાળા ગામેગામ ફરતા હતા. .. તેઓ જાણતા હતા કે ભારતનું હૃદય ગામડું છે, ગામડાની અવદશા જોઈને તેમને ખૂબ દુ:ખ થતું હતું. ગામડાની દશા સુધારવા તેઓએ ભગીરથ પુરુષાર્થ આરંભ્યો. સ્વાવલંબન, સંપ, સંગઠન, વ્યસનમુક્તિ, સાચી ઘાર્મિકતા વગેરે બાબતો સમજાવવાનો સફળ પ્રયોગ તેમણે આરંભ્યો. તેમાંનો એક શુદ્ધિપ્રયોગ હતો ચોરી કરનારને કે ગુનેગારને કાયદાથી કે ભયથી નહીં પણ વિશુદ્ધિ અને પ્રેમથી ગુનો કબૂલ કરાવી સન્માર્ગે વાળવો. આ માટે સ્નેહ, ઉદારતા, તપ, ભજન વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. સંતબાલજી એક નાના ગામમાં ચાતુર્માસ કરી રહ્યાં હતાં. એ ગામની બાજુના ગામમાં રહેતી એક વિધવા બાઈના ઘરમાં ચોરી થઈ. ચોરી કરનાર માથાભારે વ્યક્તિ હતી તેથી કોઈ એનું નામ આપવા કે પોલીસ પણ મદદ કરવા તૈયાર ન હતી. એ ગરીબ વિઘવા બાઈ સંતબાલજીને મળી અને પોતાની મુશ્કેલી દર્શાવી. પૂજ્યશ્રીએ શુદ્ધિપ્રયોગ શરૂ કર્યો. તેમના સાથીદારોએ ભજન, ઉપવાસ વગેરેથી ગુનો કબૂલ કરાવવા પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. છેવટે પૂ. સંતબાલજી એ ગામમાં જાતે ગયા અને લોકોને કહ્યું, “ચોરી માટે જવાબદાર માણસ આવીને ચોરી કબૂલ નહીં કરે તો પોતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ઊતરશે.” આ જાહેરાતની ખૂબ સરસ અસર થઈ. બીજે દિવસે સવારે એક માણસ તે ગામના મુખીને મળ્યો અને ચોરી કબૂલી. પરંતુ ચોરીનો માલ તેણે વેચી નાખ્યો હતો. મુખીએ આ ચોરને સંતબાલજી સમક્ષ હાજર કર્યો. પૂજ્યશ્રીએ તેને ચોરીની કબૂલાત કરવા બદલ શુન્યવાદ આપ્યા અને પંચ નક્કી કરે તે રકમ, ચોરીના માલને બદલે વિધવા બાઈને ચૂકવી આપવાનું નક્કી થયું. પેલો માણસ આ રકમ ચૂકવવા સંમત થયો. જ ગુણવંત બરવાળિયા દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ઇ -૨૩)
SR No.523300
Book TitleDivya Dhvani 2016 10
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2016
Total Pages43
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy