SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કરે તે ઘનનો સદુપયોગ થયો કહેવાય, પોતાના માટે જે ઘન વાપરે, મોજ-શોખમાં ઊડાવે તે ભોગ, તિજોરીમાં ભરી રાખે તે સંગ્રહ અને વ્યસનોમાં વેડફાય તે નાશ. કહેવાનું તાત્પર્ય એ છે કે બાળપણથી બાળકોને સારા ખોરાકની સાથે વિચારયુક્ત ચારિત્રઘડતર પણ એટલું જ જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હોય એવા પરિવારના છોકરાઓ ચોરી કરતાં ઝડપાય છે! શ્રીમંત પરિવારના નબીરાઓ કેટલાય ગુનાઓ આચરે છે. આની પાછળ ખોટા લાડકોડ તથા યોગ્ય સંસ્કારસિંચનનો અભાવ છે. આ માટે બાળકોને યોગ્ય સમય આપો, તેની સંગતિ પર નજર રાખો, જ્યાં તેની ભૂલ જણાય ત્યાં તેને રોકો, જરૂર પડે તો તેના પ્રત્યે કડક વલણ દાખવો. સંતાનોને વારસામાં ઘન ન દઈ શકો તો કાંઈ નહીં, પણ એવા સંસ્કાર અવશ્ય દેજો કે તેની જિંદગી વાસ્તવમાં યાદગાર જિંદગી બની જાય. પારૂલબેન બી. ગાંધી (ઈશ્વરની કૃપા મેળવવા આટલું કરીએ * હંમેશાં પવિત્ર અને ઉચ્ચ વિચારો રાખીએ. જે બીજાની સેવામાં તન-મનને પરોવીએ. ક પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખીએ. * કોઈ ઉપર દેય ના રાખીએ, પણ પ્રેમ કરતા રહીએ. જ કોઈના દોષ ના જોઈએ, ગુણદ્રષ્ટિ ખીલવીએ. * કોઈના વિચારે નહીં, પણ અંતરના વિચારે ચાલીએ. * સર્વ જીવનું કલ્યાણ પ્રાર્થીએ. * સૌના ભલામાં આપણું ભલું છે તેમ સમજીને ચાલીએ. * સત્સંગ અને ભક્તિ માટે સમય ફાળવીએ. દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ ઇuva =૨લા
SR No.523300
Book TitleDivya Dhvani 2016 10
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2016
Total Pages43
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy