________________
જીવનકળા આ દિવાળી પુસ્તિકા આપ સૌના હાથમાં | મૂકતાં હર્ષ થાય છે. તેમાં દર્શાવેલ નાના નાના
મુદ્દાઓ, દ્રષ્ટાંતો સૌને પ્રેરણારૂપ બની રહેશે એવી આશા રાખીએ છીએ.
ગત વર્ષે થયેલા સત્કાર્યોને યાદ કરી તેને વર્ધમાન કરીએ અને જે જે ભૂલો થઈ હોય તેનું શ્રી ગુરુ-પરમાત્મા પાસે પ્રાયશ્ચિત્ત કરી ફરીથી એવી ભૂલો ન થાય તેવો સંકલ્પ કરીએ.
દરેક કાર્ય સમજણપૂર્વક, ધીરજપૂર્વક, એકાગ્રતાથી અને સમગ્ર શક્તિ ફોરવીને શ્રી પ્રભુ-ગુરુની આજ્ઞા પ્રમાણે કરીશું તો અવશ્ય સફળતા મળશે.
આ પુસ્તિકાનું નામ ‘જીવનકળા” છે. યથા– કલા બહત્તર પુરુષકી, તામેં દો સરદાર;
એક જીવકી જીવિકા, એક જીવ ઉદ્ધાર.” આપણા જીવનમાં જીવન-વિજ્ઞાન અને અધ્યાત્મકલાનો સાચી રીતે વિકાસ થાય એ જ ભાવના.
નવું વર્ષ સૌને મંગલકારી નીવડે એવી શ્રી પ્રભુ ગુરુને પ્રાર્થના.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 8 શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી છે. ચાર પ્રકારના પુત્ર .
(૧) અતિજાત - બાપથી સવાયા. (૨) અનુજાત - બાપ સમાન. બાપની મૂડી સાચવનારા. (૩) અપજાત - બાપની મૂડી ખલાસ કરનારા. (૪) કજાત - દુર્ગુણી, વ્યસની, વિષયલંપટ.
દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬
૧
૫
=૦૭