________________
3]
(સાચી શાંતિ
સાચું ફળ સહનશાંતિ પ્રાપ્ત થવી તે છે. U | જેમને તત્ત્વની અને સ્વરૂપની સાચી ઓળખાણ થાય
1 VIછે તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરવાનો અધિકારી છે. કમના ઉદયોમાં, બાહ્ય નિમિત્તોમાં કે દુનિયાના બનાવોમાં અયથાર્થ કલ્પના અને વિકલ્પો દ્વારા આપણે આપણી સહેજ શાંતિને હણી નાખીએ છીએ. દુનિયાનો કોઈ પણ પદાર્થ કે બનાવ સાચા સાધકની શાંતિને હણી શકે નહીં. સાચી શાંતિ શુદ્ધોપયોગમાં છે અને તે સહજ છે. અશુદ્ધોપયોગમાં અનુભવાતી. શાંતિ એ ભ્રાંતિયુક્ત છે. પરમ વીતરાગભાવમાં જ સહજ શાંતિ છે. એ સિવાય, જે શાંતિ અનુભવાતી હોય છે એવું લાગે છે તે અશાંતિ થોડી ઓછી થઈ તેની શાંતિ છે. વાસ્તવિક તો તે પણ અશાંતિ જ છે. અનાકુળતા એ જ શાંતિ છે. આકુળતા છે ત્યાં અશાંતિ છે. શાંતિ સ્વાધીન છે. તે માત્ર સ્વના આશ્રયે જ પ્રગટે છે. પરના આશ્રયે પ્રગટેલી શાંતિ તે પણ હકીકતમાં તો અશાંતિ જ છે. શાંતિ એ ચારિત્રદશા છે કેમકે તેમાં ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા છે. શાંતિધારા કે શાંતિસ્નાત્ર એ તેનું બાહ્ય સ્વરૂપ છે. જ્ઞાનઘારા એ જ સાચી શાંતિધારા છે. જ્ઞાનધારામાં રત્નત્રયની અભેદતા છે. રત્નત્રયની અભેદતા એ જ સાચી શાંતિ છે. સહજ શાંતિ સર્વને પ્રાપ્ત થાઓ એ જ પ્રભુને પ્રાર્થના.
૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
4 બા.બ્ર.પૂજ્યશ્રી ગોકુળભાઈ શાહ
( છ પ્રકારની વાણી ન બોલો અસત્ય, તિરસ્કારભરી, કઠોર, વિચાર્યા વગરની, ઝઘડો ઊભો થાય તેવી
અને કષાયથી ભરેલી વાણી ન બોલો.
o૮)
દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬)