________________
\ શુભ દેહુ માનવનો મળ્યો ને N = સાગરના એક કિનારેથી લાકડાનું એક પાટિયું નાખ્યું હોય અને સાગરના અન્ય કિનારેથી લાકડાનું બીજું પાટિયું નાખ્યું હોય. સાગરના મહાજળમાં લાકડાના પાટિયા અથડાતા પછડાતા જાય છે. આ કાષ્ઠના બે પાટિયા સ્વયં ભેગા ક્યારે થાય? કયારેક! તેવી રીતે જીવને ત્રણ ગતિમાં–દેવભવ, તિર્યંચભવ, નરક ભવમાં અથડાતા અથડાતા ક્યારેક મનુષ્યભવ મળી જાય છે. આ અમૂલ્ય મનુષ્યભવ આત્માનુભવ માટે જ છે એવા દ્રઢ સંકલ્પ અને પુરુષાર્થથી આત્મા પરમાત્મા બને છે.
દક્ષિણ ભારતના જાણીતા સંત તિરુવલ્લુવર. એક વાર વણેલું કાપડ લઈને માર્ગમાં વેચવા બેઠા. ત્યાંથી ઘનિક યુવક નીકળ્યો. સંત સાથે તોછડાઈ કરી, ઘનના કેફમાં કાપડ ઉપાડ્યું. જોયું અને તે કાપડના બે ટુકડા કર્યા અને આ કાપડની શી કિંમત છે?” તેમ કહી બીજા બે ચાર ટુકડા કર્યા. સંત ઘનવાન યુવકનું વર્તન જોઈ રહ્યા, મૌન રહ્યા. યુવકે પાકીટમાંથી પૈસા કાઢી સંત તરફ ફેંક્યા. સંતે કહ્યું, “તમે કાપડ લીધું નથી તો તેની કિંમત કેમ લઈ શકું?” - યુવક સંતના આ શબ્દો સાંભળી, તેઓની શાંત મુદ્રા જોઈ ઝંખવાયો. સંતે કહ્યું, “ભાઈ ! ઈશ્વરે આપેલી આ મહામૂલી મનુષ્ય જિંદગીને કાપડની જેમ ટુકડેટુકડા કરીને વેડફી ન નાખો. તે બહુમૂલ્યવાન છે. આ મનુષ્યદેહથી સત્કાર્યો કરી તેને ઉજાળો.”
યુવક સંતના ચરણમાં ઢળી પડ્યો. સંતની સંનિધિમાં તે મનુષ્યત્વ પામ્યો.
“બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.'
મનુષ્યભવની સફળતા કર્યે જ છૂટકો છે. અનંતભવનું સાટું એક ભવમાં વાળવું છે, દ્રઢ સંકલ્પ, હિંમત અને પુરુષાર્થથી કોઈ પણ કાર્ય સફળ થાય છે. (૧૬) - 11 - દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬