SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વચનપાલન સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિયપણે ભાગ લેવા બદલ જેલમાં ગયેલા લાલબહાદુર શાસ્ત્રીએ બીમાર 'દીકરીને મળવા માટે જ્યારે જેલના સુપ્રીન્ટેન્ડન્ટ પાસે પેરોલ પર છૂટવા ૨જા માંગી ત્યારે તેણે કહ્યું, “તમે મને લખી આપો કે હું કોઈ પણ સમારોહમાં કે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લઉં.” શાસ્ત્રીજીએ કહ્યું, “લખવાની કોઈ જરૂર નથી. મારા વચન પર વિશ્વાસ રાખો.” જેલરે રજા આપી. પણ શાસ્ત્રીજી જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે મોડા પડી ગયા હતા, કારણ કે એમની દીકરી અવસાન પામી ચૂકી હતી, સ્મશાન સુધી સાથે રહીને બધી જ વિધિઓ કરીને ઘરે જઈને તેમણે સ્નાન કર્યું અને તરત જ જેલમાં જવા રવાના થયા. ધારત તો તેઓ પંદર દિવસ ઘરમાં રહી શકે તેમ હતા. પંદર દિવસનો પેરોલ હોવા છતાં તેઓ એક મિનિટ પણ ઘરમાં વધુ ન રોકાયા. કોકે તેમને આ અંગે પૂછયું, ત્યારે તેમણે એટલો જ જવાબ આપ્યો, “મારી બીમાર દીકરીની સારવાર માટે પેરોલ મળ્યો હતો. દીકરી જ ન રહી તો હવે જેલમાં પાછા ફરવાની મારી ફરજ બની રહે છે." ક્રાંતિકારીનું મોત પરદેશી હકૂમતના પાયા ધ્રુજાવી દેનાર અમર || શહીદ ભગતસિંહને ફાંસીએ ચડવાને હજુ થોડો સમય _બાકી હોઈ તેમણે કોઈ પણ રીતે પોતાના વકીલ પર સંદેશો મોકલી આપ્યો કે, “વસિયતનામાને બહાને લેનિનનું જીવનચરિત્ર લેતા આવો, મારે તે અવશ્ય વાંચવું છે.” સંદેશો મળતાં જ વકીલસાહેબ પુસ્તક લઈ ચાલી નીકળ્યા. એમને આવેલા જોઈ ભગતસિંહ બોલી ઊઠ્યા, “મેં મંગાવેલી ચીજ લાવ્યા જ છો ને?” અને એમ કહી એમના હાથમાંનું પુસ્તક લઈ એ ક્ષણે જ વાંચવા બેસી ગયા. (દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ , ૧૩૩)
SR No.523300
Book TitleDivya Dhvani 2016 10
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2016
Total Pages43
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy