________________
મકર વિચાર તો પામી * ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખગ છે. મ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો છે
થોડો જ અવસર સંભવે છે. * કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે
વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. એક પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય
હોય તો તે વીતરાગનો ઘર્મ જ છે. જ એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં
વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે. આ પવિત્રતાનું મૂળ સદાચાર છે.
સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.
પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. મુક આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે
મૈત્રી.
વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું,
પરવસ્તુના ત્યાગી થવું. મુ દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી
ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. મલિ મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો
માર્ગ પમાડશે. દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ hu = ૦૫)