________________
માનવ બનું તો ઘણું !
ઘોમઘખતી બપોરે કલકત્તાની સડક પર એક માજી પોટલું ઉપાડી ચાલતા હતા.
ભૂખ-થાક અશક્તિ-તરસ-વૃદ્ધાવસ્થા અને કાળઝાળ ગરમી, મામૂલી મજૂરી માટે એમણે પોટલું ઉપાડ્યું, પણ અઘવચ્ચે રોડ ઉપર જ ચક્કર આવતાં માજી એક બાજુ ગબડી પડ્યા. જેનું પોટલું હતું એ માણસાઈ વિનાનો નીકળ્યો.
“શક્તિ ન હોય તો શું કામ મજૂરી કરવા આવતાં હશે. હવે મારે જાતે પોટલું ઉપાડવું પડશે!' એમ બબડતો પોટલું લઈ રવાના થયો.
બીજા રાહદારીઓ પણ ધોમ તાપમાં ડામરની સડક પર બેહોશ માજીને જોઈને 'અ૨૨૨!' બોલતાં આગળ વધતાં.
આ સમયે જાણીતા ક્રાંતિકારી યતીન્દ્રનાથ ત્યાંથી નીકળ્યા. માજીને જોતાં જ એ હલબલી ગયા. પવન નાંખ્યો. છાંયે લીધાં. પાણી છાંટયું, માજી ભાનમાં આવ્યા. ઘોડાગાડીમાં બેસાડી એમને ઘરે પહોંચાડ્યા.
ઘર જોતાં જ એમને દરિદ્રતાના દર્શન થઈ ગયા. ‘માજી, તમારે કોઈ સંતાન નથી ?’’
“મારો લાડકવાયો બીમારીમાં મૃત્યુ પામ્યો. છૂટક મજૂરી કરી ગુજરાન કરું છું.’’
‘મા, આજથી હું તમારો દીકરો. હવે તમારે મૂંઝાવાની જરૂર નથી.'' માજી જીવ્યા ત્યાં સુધી એમની સારસંભાળ યતીન્દ્રનાથે
કરી.
માનવતા વિનાના માનવો આ પૃથ્વી પર ભાર સમાન છે. સમ્યક્ શ્રદ્ધા એ આધ્યાત્મિક જગતનો પાયો અને મોક્ષનગરીનું પ્રવેશદ્વાર છે. દિવ્યર્થાન/ઑક્ટોબર-૨૦૧૬ ૦૦ ૦૦૩-૨૩.333
(ઉપ