________________
આત્મોપમ્ય ભાવ
&
શ્રી
રામકૃષ્ણ પરમહંસની નજર સમક્ષ ઘોડાનો માલિક ઘોડાને ફટકારી રહ્યો હતો. પરમહંસે ઘોડાને નહીં મારવા માટે પ્રેમપૂર્ણ આજીજી કરી. ઘોડાના માલિકે કહ્યું, ‘“મારો ઘોડો છે. હું મારી મરજી મુજબ વર્તન કરી શકું!' આ બાજુ ઘોડાને હંટરનો માર પડી રહ્યો હતો ત્યારે બીજી બાજુ રામકૃષ્ણના બરડામાં હંટરોના ઘાના સોજા પડી ગયા. આ જોઈને ઘોડાનો માલિક ચક્તિ થઈ ગયો અને તેણે ઘોડાને મારવાનું બંધ કર્યું.
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવો પ્રત્યે કેવો અદ્ભુત અને અપૂર્વ આત્મોપમ્ય ભાવ!
પાંચ રૂપિયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર.
એક વાર તેઓ ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એક ભિખારી દયાભર્યા સ્વરે યાચના કરી રહ્યો હતો.
વિદ્યાસાગર ઊભા રહ્યા અને પૂછ્યું, “કેટલા પૈસા આપું?’ “એક આનો આપશો તો ચાલશે.’’
“આજે એક આનો આપું. તારું પેટ ભરાશે, પણ કાલે તું શું કરીશ? ભીખ માંગવી એ આર્યનો ધર્મ નથી. એક આનો નહીં, પૂરા પાંચ રૂપિયા આપું છું. પાંચ રૂપિયાથી વ્યાપાર કરજે.'
ભિખારીએ પાંચ રૂપિયાના સંતરાની ખરીદી કરી. ધીરે ધીરે વેપાર કરતો થયો. પાંચના દશ, દશના પચાસ અને પચાસનાં પાંચસો રૂપિયા થયા. હવે તેણે નાનકડી દુકાન પણ કરી. સંયોગવશાત્ એક દિવસ વિદ્યાસાગર એ જ દુકાને આવી
પહોંચ્યા.
retreatya: દિવ્યાન/ઑક્ટોબર-૨૦૧૬