________________
યુવાને તેમને નમસ્કાર કર્યા, સ્વાગત કર્યું. પછી પૂછ્યું, “તમે મને ઓળખ્યો? તમે મને પાંચ રૂપિયા આપ્યા હતા. ધીરેઘીરે કમાણી કરતા આ દુકાન બની. આજે હું તમારે કારણે સુખી છું. લો, તમારા રૂપિયા પાછા લઈ લો.”
મિત્ર! આ રૂપિયા અને પાછા આપવાની કોઈ જરૂર નથી. મારી જેમ તું પણ આ રૂપિયા એવી વ્યક્તિને આપજે કે જે તારી જેમ જિંદગીને નવો વળાંક આપી શકે.”
મનનો મેલ છે ગામમાં એક સંત રહેતા હતા.
એક લોભી શેઠે સંત પાસે આવી રૂપિયાની થેલી થરી અને આશીર્વાદ માગ્યા. - સંતે કહ્યું, “ભાઈ! રૂપિયાની થેલી મને જોઈતી નથી.'
શેઠ સ્તબ્ધ થઈ ગયા. સંતે શાંતિથી કહ્યું, “જો ભાઈ ! થાર કે તારે આંગણે તારી પુત્રીના લગ્ન છે. જાન આવીને બારણે ઊભી છે. એવા પ્રસંગે કોઈ મૂર્ખ માણસ આવીને તારા ગાલીચા, શેતરંજી તથા ગાદી-તકિયા વગેરે પર વિષ્ટા ફેંકે તો તે વખતે તું શું કરે ?”
શેઠ બોલ્યા, “બાપજી! તો તો એનાં હાડકાં જ ખોખરાં કરી નાખું.”
- સંતે કહ્યું, ‘જો ભાઈ, મારી ને તારી વાત પણ એવી જ છે. ઈશ્વરપ્રાપ્તિ માટે મેં મારો અંતરનો ઓરડો વાળીઝૂડીને સાફ કર્યો છે. પ્રભુપૂજા માટે મનનો મેલ ઘોઈ નાખ્યો છે. આ સંજોગોમાં તું એમાં ઘનરૂપી વિણા નાખવા આવ્યો છે !'
(TODAY) T - This is an D- Do - Opportunity to A- A work, better than
Y - Yesterday દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬ ઇ
૪૧)