________________
અહો માતૃત્વમ્! રાષ્ટ્રપ્રેમી માતા.
રાષ્ટ્રરક્ષા માટે પોતાના પુત્રોનું બલિદાન આપવું પડે તો પણ દુઃખી ન થાય. આનંદિત થાય કે મારા
પુત્ર રાષ્ટ્રરક્ષા માટે હૃણાયા છે. એક પછી એક કરીને ચાર પુત્રોને રાષ્ટ્રની સુરક્ષા માટે યુદ્ધમાં મોકલ્યાં ને ચારે ય પુત્રો શહીદ થયા.
હવે છેલ્લા પાંચમા પુત્રને કહ્યું, “બેટા! તારે જવું હોય તો તું પણ દેશ માટે યુદ્ધમાં જઈ શકે છે. મારી ચિંતા ન કરીશ.”
- સેનાપતિએ ના કહી છતાં પાંચમા પુત્રને યુદ્ધમાં મોકલ્યો ને તે પણ શહીદ થયો. પાંચમાં પુત્રના બલિદાનના સમાચાર જ્યારે માતાને મળ્યા ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
સેનાપતિએ સાંત્વના આપીને કહ્યું, “મેં તો તમને ના જ કહી હતી, છતાં તમે પાંચમા પુત્રને મોકલ્યો.”
- વૃદ્ધ માતાએ સ્વસ્થતાથી રહસ્યને સ્પષ્ટ કરતા કહ્યું, “મારો પાંચમો પુત્ર પણ શહીદ થયો એ બાબતે મને દુઃખ નથી. મને એ વાતનું દુઃખ છે કે હવે રાષ્ટ્રની વેદી ઉપર બલિદાન ઘરવા માટે મારી પાસે એક પણ પુત્ર નથી. ભગવાને મને છઠ્ઠો પુત્ર આપ્યો હોત તો તેને પણ મારા રાષ્ટ્રની રક્ષા માટે જ મોકલત..."
(શાંતિ માટે શું કરવું ન. જ હંમેશાં મનને સારા વિચારોમાં રમતું રાખવું. આ # કોઈ પણ કામ કરીએ ત્યારે ઈશ્વરનું નામ લઈ શુદ્ધભાવથી કરવું. | મનને અશુદ્ધ વૃત્તિઓ અને સ્વાર્થથી મુક્ત રાખવું.
ક દ્રષ્ટિને હંમેશાં શુદ્ધ રાખવી. તે માટે ઇષ્ટદેવ અને મહાપુરુષોના | સ્વરૂપને વૃષ્ટિમાં રાખવાં. જ મનનો સતત અભ્યાસ કરી આત્મામાં રહેવા મથવું. પ્રભુમય રહેવું.) (જરી 1 000 દિવ્યધ્વનિ/ઓક્ટોબર-૨૦૧૬)