________________
રહ્યું, ત્યારે સંન્યાસીને થયું કે એ કૂતરા પાસે તો તુંબડું પણ નથી અને મારી પહેલાં તે પાણી પીને જતું રહ્યું !
- પછી તે સંન્યાસીએ તુંબડાનો નદીના પાણીમાં ઘા કર્યો અને કહ્યું, “સાચો અપરિગ્રહી તો આ કૂતરો છે. તે સાચો સંન્યાસી છે ! તે મારો ગુરુ !” બસ, સંન્યાસી ખોબે ખોબે પાણી પીને ત્યાંથી પાછા ફર્યા!
) ઉપેક્ષા
સ્વામી રામતીર્થ અમેરિકા ગયેલા. એક વખત IN THસાંજના સમયે પોતાના સ્થાને આવ્યા ત્યારે ભારે
ખુશમિજાજમાં હતા. ‘કેમ, આજે કાંઈ બહુ આનંદમાં છો?”
અરે! આજે તો બહુ મજા આવી. ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ઘણા માણસોએ આ “રામ”ને ગાળો દીધી. કેટલાકે તો વળી કાંકરાઓ પણ ફેંક્યા, કેટલાકે આ “રામ”ને ભગવાન કહ્યા! અંદરના “રામ”ને મેં કહ્યું, ‘જો, આ બહારના “રામ”ના અત્યારે કેવા બેહાલ થઈ રહ્યા છે!” સ્વામી રામતીર્થે જવાબ આપ્યો.
સાંભળનારા તો સ્તબ્ધ થઈ ગયા.
બાહ્ય પદાર્થો પ્રત્યેની “મારાપણાની માન્યતા તૂટ્યા વિના કે છૂટ્યા વિના આવી મનઃસ્થિતિ ઊભી થવી કઠિન છે અને જ્યાં સુધી આવી મનઃસ્થિતિ ઊભી નહીં થાય ત્યાં સુધી ચિત્તને સંક્લેશમુક્ત બનાવવું કઠિન છે! જો મનની મસ્તી અનુભવવી હોય તો મમત્વ ઘટાડતા જાઓ.
માતૃભક્તિ “સર! આ સૈનિક રાતના છાવણીમાંથી ભાગી તરાપામાં બેસીને ભાગી છૂટતો હતો. મેં તેને પકડ્યો છે...!” નેપોલિયનને તેના સેનાપતિએ વાત કરી. (૩૮)
Inc દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬
કાક