________________
જ ઘનવાન અને ઘર્ત ..
= = = = = = = = મુસાફરી દરમિયાન બે માણસો ભેગા થઈ ગયા. એક ઘનવાન અને બીજો ઘૂર્ત.
- ઘનવાન પ્રતિદિન સવારે જ ગુપ્ત રીતે પોતાનું ઘન ગણી લેતો અને ખમીસની અંદર પહેરેલી બંડીમાં સાચવીને મૂકી દેતો.
લુચ્ચા માણસે છુપાઈને જોઈ લીધું કે ઘનવાન પોતાનું ઘન ક્યાં રાખે છે. વિચાર પણ કર્યો કે દિવસે તો ઘન ખમીસ નીચે હોવાથી લેવું શક્ય નથી, પણ રાતે ગમે તે રીતે ઘનિકના ઘનની ચોરી કરીને જતો રહું.
રાત થઈ. ઘનવાન સૂઈ ગયો. ઘૂર્તે પોતાનો હાથ અજમાવ્યો. ધનિકની બેગ-થેલો થેલી બધું જ જોઈ લીધું, પણ ઘન ન મળ્યું. ધનવાનના ખમીસ ઉપર પણ ધીરેથી હાથ ફેરવ્યો, પણ ત્યાં ધન ન હતું. ઓશીકા પાસે પણ નજર કરી. ત્યાં પણ ઘન ન હતું.
ચોથા દિવસે સવારે સજ્જનતાથી ઘૂર્ત ઘનવાનને પૂછ્યું, ભાઈ! દિવસે તો તમે તમારું ઘન ખમીસ નીચે રાખો છો, પણ રાત્રે ક્યાં રાખો છો? ત્રણ દિવસથી મેં બહુ શોધ્યું. પણ ક્યાંય ન મળ્યું. મને ઘન જોઈતું નથી, પણ તમે મને જણાવો કે રાત્રે તમે ઘન ક્યાં રાખો છો?”
ભાઈ! મને હતું જ કે તું મારું ધન લેવા પ્રયાસ કરીશ. એટલે જ મારું ધન હું તારા ઓશીકા નીચે છુપાવી દેતો હતો. મને હતું કે તું મારી બધી વસ્તુ તપાસશે, પણ તારા ઓશીકા નીચે શોઘખોળ નહીં કરે.”
પ્રભુ પણ આપણા હૃદયમાં બેઠા છે. સૌથી પ્રથમ ત્યાં દ્રષ્ટિપાત કરીએ.
| ગુણોના બનો ગ્રાહક, ચૈતન્યના બનો ચાહક,ી
પ્રભુના બનો આરાધક, સિદ્ધના બનો સાઘક.| (કલોના દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬)