________________
લગભગ સાડા ત્રણ કલાક પછી જેલનો અધિકારી ભગતસિંહને ફાંસીને માંચડે લઈ જવા બોલાવવા આવ્યો ત્યારે તેઓ એ પુસ્તકનું છેલ્લું પ્રકરણ વાંચી રહ્યા હતા. અધિકારીનું આગમન જાણ્યા છતાં પુસ્તક પરથી નજર ઉઠાવ્યા વિના જ હાથ ઊંચો કરી તેઓ બોલ્યા, “જરા વાર થોભો, અત્યારે એક ક્રાંતિકારીનું બીજા ક્રાંતિકારી સાથે મિલન ચાલી રહ્યું છે.'
અધિકારી ચકિત બની ઊભો જ રહી ગયો. થોડી વારે પુસ્તક પૂરું કરી ભગતસિંહે કહ્યું, “હા, હવે ચાલો.” અને “ઈન્કિલાબ ઝિંદાબાદ” લલકારતા તેઓ ફાંસીને દોરડે લટકી ગયા.
ઉપકાર કે સ્વાર્થદ્રષ્ટિ?)
એક વાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન કોઈ કારણસર પ્રવાસમાં જઈ રહ્યા હતા. અચાનક જ તેમની નજર ગાડીના કાચમાંથી બહાર ગઈ. તેમનું હૃદય હચમચી ગયું. કાદવ-કીચડમાં એક ભૂંડ ફસાઈ ગયું હતું અને તરફડી રહ્યું હતું. - લિંકને ગાડી ઊભી રખાવી. પાસેના ઝાડની એક સૂકી ડાળ લઈને તેઓ ઝડપથી ત્યાં કાદવમાં ગયા ને ભૂંડને બચાવી લીધું.
સાક્ષાત્ આ પ્રસંગ જોઈને ઘણા લોકોએ લિંકનની પ્રશંસા કરી કે આવા રાષ્ટ્રપ્રમુખ ક્યાં મળે કે જેઓ જાતે કાદવમાં જઈને ભૂંડને બચાવે. ખરેખર તેમનું મન કેટલું કરુણાસભર હશે! - જનતાને જવાબ આપતા લિંકને કહ્યું, “ભૂંડને બચાવીને મેં કંઈ ભૂંડ પર ઉપકાર નથી કર્યો. ભૂંડને કાદવમાં તરફડતું જોઈને મારું અંતર બળી રહ્યું હતું. બસ, ભૂંડને બચાવીને મેં મારી અંતરની વેદનાને શાંત કરી છે. હવે તમે જ કહો કે મેં ઉપકાર કર્યો છે કે મારો સ્વાર્થ જોયો છે?”
(૩૪)
:
inh દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬