________________
છે. થપ્પડ મારવા કરતાં પીઠ થાબડવામાં મહેનત ઓછી છે અને
લાભ ઘણો મોટો છે. જ બધું ગઈ ખાઈ, છતાં ન દેખાઈ એનું નામ અદેખાઈ.
ગુણોને કહે Go એનું નામ Ego. એક ગુરુ સમક્ષ પારદર્શક બનશો તો ગુરુ પથદર્શક બનશે.
હૃદયમાં પ્રભુનું આસન, મન પર પ્રભુનું શાસન. ગુસ્સાને ગળી જાઓ, નહીં તો ગુસ્સો તમને ગળી જશે. કોઈ વંદે, કોઈ નિંદે, છતાં રહે આનંદે એનું નામ સાધુ.
જેના ઘરમાં હોય ક્લેશ, તે ક્યારેય ન હોય ફ્રેશ. જ ભલાઈ એવું તેલ છે, જે જીવનમાંથી ઘર્ષણ દૂર કરે છે.
સ્નેહ એ શિક્ષણની મોટી વિદ્યાપીઠ છે. ( સંકલ્પ જ્યારે સક્રિય બને છે ત્યારે જ સિદ્ધિ સાંપડે છે. છે પ્રેમ માલિકીભાવમાં નહીં, પરંતુ સમર્પણભાવમાં વસે છે.
જે જાય છે એ મારું નથી અને જે મારું છે એ જવાનું નથી. છે જેનો ભાવ અને સ્વભાવ સારો હોય તેણે પ્રભાવ પાડવાની જરૂર નથી. છે રિસાય તે નાનો, મનાવે તે મોટો.
(પુસ્તકોમ વિચારોના યુદ્ધમાં પુસ્તકો શસ્ત્ર છે. --અર્નાર્ડ શો આ કોટ જૂનો પહેરો, પણ પુસ્તક નવું ખરીદો. થોરો
તમારી પાસે બે રૂપિયા હોય તો એકથી રોટલી અને બીજાથી પુસ્તક ખરીદો. રોટલી જીવન આપે છે, તો સુંદર પુસ્તક જીવન જીવવાની કળા આપે છે. હું નરકમાં પણ સુંદર પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમાં એવી તાકાત છે કે એ જ્યાં હશે ત્યાં સ્વયં સ્વર્ગ બની જશે.
જ લોકમાન્ય ટિળક, (હરી - 100 દિવ્યધ્વનિઑક્ટોબર-૨૦૧૬