Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ નથી અને જે તંદુરસ્તીને સંયમનો સાથ નથી એ સંપત્તિ, બુદ્ધિ અને તંદુરસ્તી જગત માટે શાપ બનીને રહે છે. જો શરીર વગરનાને સિદ્ધ, સરનામા વગરનાને સાધુ અને અહંકાર વગરનાને મહાત્મા કહેવાય. એક સાચો માણસ એ છે કે જે હૈયાનો દયાવાન, હાથનો નીતિમાન અને આંખનો સદાચારી હોય. જ આપઘાત એ કાયરતાનું પ્રમાણપત્ર છે. કર દીવાલ જેવા નહીં, પુલ જેવા બનતા શીખો. જ બીજાની પ્રશંસા સાંભળીને સહન કરવાનું સદ્ભાગ્ય બહુ ઓછાને મળે છે. મુ જે માણસ પોતાની હારને પચાવી શકે છે તે માણસ આગળ જતાં પ્રથમ હાર(કતાર)માં ઊભો રહી શકે છે. એક મોતનો ભય ન રાખો, મોતનું ભાન રાખો. તે અંધકાર હૈ વહાં જહાં આદિત્ય નહીં, હૈ યહ મુર્દા દેશ જહાં - સત્સાહિત્ય નહીં. નક આ કાયાનો શો ભરોસો? એ તો જલમાં રહેલો પરપોટો. જ વિચાર, વાણી અને વર્તનની એકતા એટલે માણસાઈ. સોર પારસમણિ કરતાં ચારિત્રમણિ ચઢિયાતો છે. સરલો સાપ પકડી શકાય છે, સરલા સમયને પકડી શકાતો નથી! ગરીબાઈ થોડું માંગે છે, શ્રીમંતાઈ ઘણું માંગે છે, પણ લોભ તો બધું જ માંગે છે. આંખ અશ્રુ સારે ત્યારે દુઃખ ઘોવાય, હૃદય અશ્રુ સારે ત્યારે પાપ - ઘોવાય. આ અફવાને પાંખ હોય છે, સત્યને આંખ હોય છે. હૈયે હો કરુણાનું વરદાન, મસ્તકે હો શ્રદ્ધાનું વરદાન, હાથમાં હો સેવાનું વરદાન. દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ – (૩૧)

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43