________________
૪ રત્નકણિકાઓegg
કે હૃદય સાફ, તો ગુના માફ. જ નાની આંખ જો વિશાળ સાગર અને ઊંચા પર્વતને દ્રષ્ટિમાં
સમાવી શકે તો નાનું હૃદય ભગવાનને કેમ ન સમાવી શકે? છેજીવનમાં શાંતિ અને મરણ સમયે સમાધિ જોઈતી હોય તો આ
ત્રણ ગુણોને આત્મસાત્ કરી લો (૧) પરમાત્મા પ્રત્યે પ્રેમ, (૨)
પાપોનો પસ્તાવો, (૩) પરલોકની ચિંતા. મન પરસેવો પાડીને મેળવેલી મિલકતમાંથી થોડા રૂપિયા પણ નહીં
વેડફતો માણસ જ્યારે જન્મોજન્મની મહેનત પછી મળેલા માનવભવને થોડા રૂપિયા માટે વેંચી નાખે ત્યારે તેના ડહાપણ (?) ઉપર હસવું કે રડવું એ સમજાતું નથી.
તમને ગુણવાન મટાડી દે, એવા ધનવાન ક્યારેય ન થશો. ક: આયુષ્યને વધારી શકાતું નથી, પણ સુથારી તો શકાય છે. મા કુવૃત્તિઓને તોડે તે વ્રત.
બર્થડે અને ડેથ ડે વચ્ચે રહેલી સ્પેસ જેટલી જિંદગી છે. ભાવ (હોવું) કરતાં અભાવનું લિસ્ટ મોટું હોય છે. ચંદન કપાળને શીતળ કરે, વંદન હૃદયને શીતળ કરે છે. મન પર માનવીનો કાબૂ એટલે વિકાસ, માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ. જ વહેંચવાથી દુઃખ અડધું અને સુખ બમણું થાય છે. કે જે બીજાની ભૂલને માફ ન કરે તે કુરુક્ષેત્રનું સર્જન કરે છે. જ સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઇચ્છે છે, પરંતુ પોતાનો
પતિ શ્રવણ બને એ એને ગમતું નથી ! * ચારિત્ર એટલે સ્વભાવમાં રમવું અને વિભાવથી અટકવું.
જે સંપત્તિને ઉદારતાનું પીઠબળ નથી, જે બુદ્ધિને વિવેકનું ગૌરવ
(3)
11111111 દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬