Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 27
________________ વારસો એક દિવસ સંત તિરુવલ્લુવર પ્રવચન માપતા હતા. પ્રવચન પૂરું થયા બાદ એક ધનિક વેપારી તેમની પાસે આવી બે હાથ જોડી ઉદાસ થઈને બોલ્યો, ગુરુદેવ, મેં મહેનત કરી મારા એક માત્ર પુત્ર માટે પુષ્કળ સંપત્તિ એકઠી કરી છે. મારો પુત્ર એ સંપત્તિથી વેપાર કરવાને બદલે તેને વ્યસનમાં વેડફી રહ્યો છે. તેનું જીવન મને બરબાદ થતું દેખાય છે.” સંતે હસીને કહ્યું, “તમારા પિતાએ તમારા માટે કેટલી સંપત્તિ એકઠી કરી તમને વારસામાં આપી છે?” વેપારીએ કહ્યું, “મારા પિતા તો ખૂબ ગરીબ હતા. તેઓ મારા માટે કશું જ નથી મૂકી, ગયા.” સંતે કહ્યું, “તમારા પિતાએ તો તમને કાંઈ નહોતું આપ્યું તો પણ તમે આટલા સુખી-સંપન્ન છો, આટલી સંપત્તિ તમે તમારા પુત્રને આપી રહ્યા છો છતાં તમને એમ કેમ લાગે છે કે તમારા પુત્રને ખરાબ દિવસો જોવા પડશે ?'' વેપારીએ કહ્યું, “મને તો કોઈ વ્યસનનો વળગાડ નહોતો, પણ મારા પુત્રને એવા વ્યસનો છે કે જેથી આર્થિક અને શારીરિક બન્ને નુકસાની થાય છે. મને એ નથી સમજાતું કે મારી ભૂલ ક્યાં થઈ છે?” ત્યારે સંતે કહ્યું, ‘ભાઈ, તમારી ભૂલ એ છે કે તમે તમારી આટલી જિંદગી માત્ર ને માત્ર સંપત્તિ એકઠી કરવામાં જ કાઢી. એક પિતા તરીકે તમારે તેના ભણતર-ગણતર અને સંસ્કાર-ઘડતર પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી.” જે વ્યક્તિ પોતાના સંતાનને માત્ર સંપત્તિનો જ વારસો આપે છે, સંસ્કારનો નહીં તે સંતાન માટે ઘાતક સાબિત થાય છે. મહેનત વિના મળેલી સંપત્તિ, પરિશ્રમ કર્યા વિના પ્રાપ્ત કરેલો પરિગ્રહ સંતાનોના જીવનને બગાડી દે તેવી પૂરેપૂરી શકયતા છે. આપણા શાસ્ત્રોમાં થનની ચાર ગતિ બતાવવામાં આવી છે : દાન, ભોગ, સંગ્રહ અને વિનાશ. જે વ્યક્તિ સુપાત્રને દાન આપે, ગરીબગુરબાઓને ભોજનાદિ આપે, ગૌશાળા, પાંજરાપોળ વગેરેમાં દાન (૨૮) ડાઇwon't દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43