________________
નવી ટેવોનું ઘડતર
શું તમે તમારી અત્યારની હાલની જિંદગીથી
સંતુષ્ટ નથી? તો આ લેખ તમારા માટે જ છે.....તમારે સુખી થવું છે? વર્તમાન પરિસ્થિતિને બદલવી છે? આ બધું જ શક્ય છે...માત્ર તમારે પ્રયત્ન કરવાનો છે કે અત્યાર સુધી હું શું કરતો આવ્યો છું? મારે કયા પરિવર્તન લાવવાના છે? તેના વિષે વિચારો અને પછી તેનો અમલ કરો.
એક વાર એક કાલાવાળા ઊંટ લઈને જતા હતા, ત્યારે રાત્રિરોકાણનો સમય આવ્યો. પણ છેલ્લે તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટને બાંઘવા માટેના દોરડાં અને ખીલાં તેઓએ અગાઉ
જ્યાં વિશ્રામ કર્યો હતો ત્યાં ભૂલી ગયા છે. હવે શું કરવું? સૌ થાકેલા હતા. રાત્રિવિરામ કરવો જરૂરી હતો. ઊંટને બાંધ્યા વગર રાખે તો રાત્રે રણમાં ક્યાંય પણ જતા રહે. સૌ કોઈ ઊંટને બેસાડવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ઊંટ બેસે જ નહીં. એક વડીલ અનુભવી આ તમાશો જોતા હતા. તેમણે સલાહ આપી કે તમે દરરોજ જેમ કરો છો તેમ દોરડા લાવવાની, ઊંટને પગે બાંધવાની, ખીલા ખોડવાની, ગાંઠ વાળવાની – આવી બધી જ પ્રક્રિયાઓ કરો. તમારે એવો જ
અભિનય કરવાનો છે કે તમે ઊંટને બાંધી રહ્યા છો...સૌએ વડીલનું માનીને આવો અભિનય કર્યો. ઊંટને ઈશારો કરીને બેસવા કહ્યું તો રોજની માફક બધા જ ઊંટ બેસી ગયા. બધાને નવાઈ લાગી.
આખી રાત પસાર થઈ ગઈ. સવારે બધા જ ઊંટ હાજર હતા. હવે કાફલાને આગળ વધવું હતું. સૌ ઊંટને ઊભા કરવા લાગ્યા, પણ આ શું? એક પણ ઊંટ ઊભું ન થયું. બધાએ બહુ જ પ્રયત્નો કર્યા...ત્યાં પેલા વડીલ સજ્જન આવ્યા...તેમણે સમજાવ્યું કે તમે રાત્રે ઊંટને અભિનયથી બાંધી દીઘા છે. તેઓ માને છે કે તેઓ બંઘાયેલા છે...હવે જો તમારે ઊંટને ઊભા કરવા હોય તો રોજની માફક દોરડાં છોડવાની ક્રિયા કરો તો જ ઊંટ ઊભા થશે. સૌએ ========૦૦૦ દિવ્યાન/ઑક્ટોબર-૨૦૧૬
pep