________________
હ
(તમ કને શું માગવું?
મહાત્મા ગૌતમ બુદ્ધ પાર્સે એક જિજ્ઞાસુ ગયો અને પૂછ્યું, “આપ ઘણા વર્ષોથી દેશમાં ધર્મનો
પ્રચાર કરી રહ્યા છો, અનેક લોકો આપની વાત સાંભળે છે, પણ કેટલા લોકો ઘર્મના વાસ્તવિક સ્વરૂપને આત્મસાત્ કરી શકે છે?” બુદ્ધે કહ્યું, “તમે એક કામ કરો. નગરમાં જઈને તપાસ કરો કે લોકો જીવનમાં શું ઇચ્છે છે ?”
જિજ્ઞાસુ આખા નગરમાં ફરતો ગયો અને લોકોને પૂછીને માહિતી નોંધતો ગયો. તેણે પોતાની નોંધપોથીનું વિશ્લેષણ કર્યું તો જાણવા મળ્યું કે કોઈ જીવનમાં ધન ઇચ્છે છે તો કોઈ પુત્ર, કોઈ નવા ગૃહને ઇચ્છે છે તો કોઈ વેપારમાં સફળતા, કોઈને વિવાહની ચિંતા છે તો કોઈને યશની કામના. એક પણ વ્યક્તિ એવી ન મળી કે જેને સત્ય, શાંતિ કે ધર્મની ખેવના હોય. જિજ્ઞાસુએ બુદ્ધને આ વાતની જાણ કરી. બુદ્ધે સ્મિત કરતાં કહ્યું, “હું તને એ સમજાવા માગું છું કે જ્યાં સુધી મનુષ્યના જીવનમાં શાંતિ, સત્ય કે ઘર્મની પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા થતી નથી, ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે તે પ્રયત્ન કરી શકતો નથી. ઘણા લોકો ઘમપદેશ સાંભળે છે, પરંતુ ખૂબ ઓછા લોકો જ મોક્ષની કામના રાખે છે.”
સામાન્ય માનવી કીર્તિ, કંચન, કામિની, કાયા અને કુટુંબ-- આ પાંચ ‘ક’ની પ્રાપ્તિ અને સુરક્ષા અર્થે જીવન વ્યતીત કરી નાખે છે, પણ જીવનના અંતે તેને નિરાશા અને દુઃખ સાંપડે છે. મોટા ભાગના લોકો નાશવંત વસ્તુઓની પ્રાપ્તિ માટે શાશ્વત તત્ત્વની ઉપેક્ષા કરતા હોય છે. આપણે પરમાત્મા પાસે સાંસારિક પદાર્થોની યાચના ન કરવી જોઈએ, કારણ કે સાંસારિક બાબતોની ઇચ્છીયાચના તે પાપ છે. “માગે તેની આઘે, ત્યારે તેની પાસે. પ્રભુ પાસે માગવું તો શું માગવું? મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની અંતરંગ ઇચ્છા દર્શાવતા કહે છે,
te દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬