Book Title: Divya Dhvani 2016 10
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ કોઈ વિશેષ મુમુક્ષુને જ્ઞાની પુરુષનો યથાર્થ નિર્ણય થયેથી જ સમજાય છે. એટલે જ શ્રીમદ્જીએ કહ્યું છે, “જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.” જ રીનાબેન એ. શાહ આયુર્વેદના સોનેરી સૂત્રો છે છાશ પીવી જમ્યા પછી, કોગળા કરવા ખાધા પછી. જેનો બગડ્યો ઝાડો, તેનો બગડ્યો દા'ડો. ( અષાઢ મહિને સૂંઠ ખાય, તેને ક્યારે રોગ ન થાય. જળ, માટી ને ખુલ્લી હવા, કુદરતની એ ઉત્તમ દવા. છે. ગળો, ગોખરું, આમળા, સાકર-ઘીથી ખવાય, વૃદ્ધપણું વ્યાપે નહિ, રોગ સમૂળો જાય. € જમીને ડાબે પડખે સૂએ, તેનો રોગ રણમાં રૂએ. € ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તુમ્બે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય. € જેની સારી દિનચર્યા, તેની સારી ભવચર્યા. [; ડાબે પડખે લેવું, જમ્યા પછી ઘડીવાર, અને દિવસે ના ઊંઘશો, જમો ન વારંવાર. સમરસ લગ્ન એટલે જોડાણ. બે વસ્તુઓનું જ્યારે જોડાણ Jકરવું હોય ત્યારે બન્ને વસ્તુ સરખી-સમરસ થયા સિવાય એક થાય નહીં. લગ્નમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાનો વિચાર રહેલો છે. એટલે એની પાસેથી સુખ મળશે' એવી અપેક્ષા રાખ્યા કરતાં ‘હું એને સુખી કરીશ” એવી ભાવના એ સમરસ થવાની નિશાની છે. શ્રી રવિશંકર મહારાજ (૨રો દિવ્યધ્વનિ/ઑક્ટોબર-૨૦૧૬

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43