________________
“ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શુન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરૂષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.”
નૂતન વર્ષે આપણે પણ પરમકૃપાળુદેવ જેવી કામના રાખવા પ્રયત્ન કરીએ. નૂતન વર્ષે સૌનું જીવન ન્યારું, ખારું, સુવાસિત, સફળ, નીતિમય અને ધર્મમય બને તથા સંત-સદ્ગુરુ પાસેથી આપણને જીવન જીવવાની સાચી કળા પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.
જ મિતેશભાઈ એ. શાહ | ‘મા’ની ગોદ
(રાગ : તું રંગાઈ જાને રંગમાં...) સુખ મળે છે “મા”ની ગોદમાં, મીઠાશ મળે “મા'ની ગોદમાં જન્મદાતા જીવનદાતા, ગુણગરિમા મારી “મા'.
મારા દુઃખ સહે મારી “મા', વાત્સલ્યવીરડી,પ્રેમપરબડી, ‘મા’ના પ્રેમપ્રવાહમાં. સુખ મારી માતા મારી શાતા, માતા જીવનનું મૂળ,
| ‘મા’ની સેવા વિના બધું ધૂળ, મારી સાથે મારા માથે, માતા રહે છે હૃદયમાં. સુખહૈયા અનેક, ‘મા’ના હૈયે, નિરંતર હરિનો વાસ,
‘મા’ના હૈયે હુરિનો વાસ, ‘ઉત્તમ'ભાવે ‘રામ' ગાવે, મનરંગો ‘મા’નારંગમાં. સુખ૦ હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ છાનો? મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?મહા હેતવાળી દયાળુ જ ‘મા’તું! દિવ્યધ્વનિ, ઑક્ટોબર-૨૦૧૬ :
૨૫)