________________
વડીલની સૂચના પ્રમાણે કર્યું તો ઊંટ ઊભા થઈ ગયા.
આ વાર્તાનો મર્મ શું છે? ટેવ અને વર્તન. આપણા મનમાં એક ચોક્કસ પ્રકારના ઢાંચાની રચના થઈ જાય પછી આપણે તે પ્રમાણે જ વર્તીએ છીએ. આપણી અત્યારની જિંદગી, આપણી ટેવો અને વર્તન મુજબ છે...શું તે બદલી શકાય? તેનો જવાબ છે—હા. વ્યક્તિ જાગૃતિપૂર્વક સતત પ્રયત્ન કરીને પોતાની વિચારતરાહ અને વર્તનતરાહ બદલી શકે છે. આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ ક્રિયાથી લાભ થાય, શેનાથી ગેરલાભ થાય-એ બધી સમજ આપણી પાસે છે જ, પણ આપણે ટેવ અને વર્તનથી બંધાઈ ગયા પછી તેમાંથી છૂટવા માંગતા નથી અને અપેક્ષાઓ ખૂબ ઊંચી રાખીએ છીએ...તો મિત્રો! નવા વર્ષે, ચાલો સૌ વિચારો, ટેવો અને વર્તન બદલીએ તેમજ આપણે જેવું જોઈએ તેવું (આદર્શ જીવન જીવવાની શરૂઆત કરીએ.. ખરું ને?
* ડૉ. દીપકભાઈ આઈ. પટેલ
9 હળવાશની પળોમાં 2 ફિ ચિંટુ : પપ્પા, ગન અને મશીનગનમાં શું તફાવત? પિતા : બેટા, હું અને તારી મમ્મી ઝધડીએ ત્યારે હું બોલું તે
‘મન’ અને તારી મમ્મી બોલે તે મશીનગન’.. . શિક્ષક : રમેશ, તને આટલો માર પડવા છતાં હસે છે?
શરમ નથી આવતી? રમેશ : સર, તમે જ કહ્યું છે ને કે મુશ્કેલીનો સામનો હસતાં
હસતાં કરવો જોઈએ! િમકાનમાલિક ખૂબ ક્રોધી હતો. તેથી ભાડુઆત દૂધ લઈને તેની
પાસે આવ્યો. મકાનમાલિક : આજે કેમ દૂઘ લાવ્યો? ભાડુઆત : આજે નાગપંચમી છે તેથી હું તમને દૂધ
પીવડાવવા આવ્યો છું ! દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ buiv ==૨૭