________________
કપૂhese જ્ઞાનીનો અદભૂત આશય છે
એક વખત પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી Hઆહાર પૂર્ણ કર્યા પછી મુમુક્ષુ ભક્તો સાથે બેઠાં હતાં. તે સમયે રસોડામાંથી કોલાહલ સંભળાયો. એક મુમુક્ષભક્ત જઈને જોયું તો રસોઈયા અને નોકર વચ્ચે મારામારી થઈ હતી. રસોઈયાએ નોકરને માર્યું હતું તથા તેનો પગ ભાંગી નાંખ્યો હતો. શ્રીમદ્જીએ પેલા મુમુક્ષુ ભક્તને પૂછતાં તેમણે સઘળી વાત વિદિત કરી. આથી શ્રીમદ્જીએ રસોઈયાને બોલાવીને આકરાં વચન કહ્યાં, “હે દુષ્ટ! અહીંથી જતો રહે.” શ્રીમદ્જીના મુખેથી આવાં વચનો સાંભળીને તે રસોઈયો તુરત જ ત્યાંથી જતો રહ્યો. તે પછી થોડીક વારમાં જ આજુબાજુના બીજા નોકરો પણ આવી ગયા અને રસોઈયાને શોઘવા લાગ્યા, પરંતુ તેમને તે મળ્યો નહીં.
બીજે દિવસે ખંભાતના મહામુમુક્ષુ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદની સાથે વાત કરતાં કરતાં શ્રીમદ્જીએ તેમને પૂછયું,
અમે ગઈ કાલે રસોઈયા ઉપર કેમ ક્રોધ કર્યો હશે?ત્રિભોવનભાઈએ કહ્યું, “મને ખબર નથી.” આથી શ્રીમદ્જીએ કહ્યું, “જો અમે તેને ત્યાંથી વિદાય ન કર્યો હોત તો એ બધાં નોકરો ભેગા થઈને તેને મારી નાંખત. એટલે અમે તેને આકરા શબ્દોમાં કહ્યું હતું.” ત્રિભોવનભાઈ જ્ઞાની પુરુષનો આવો અદ્ભુત આશય જોઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા.
આમ, જ્ઞાની પુરુષનું બાહ્ય વર્તન ક્યારેક અજ્ઞાની જેવું દેખાતું હોય છે, પરંતુ જ્ઞાનીની અદ્ભુત વિલક્ષણ દશા હોય છે અને તે તેમનો આશય સમજવાથી જ સમજાય છે. જ્ઞાનીનાં વચનો મુખ્યપણે પૂર્વાપર અવિરોઘ, આત્માર્થ-ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર તથા અનુભવસહિત હોય છે. જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનોમાં દિવસ અને રાત જેવો ભેદ હોય છે, જે ભેદ દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ ઇ -૨૧)