________________
જૈન તત્ત્વદર્શન -
શ્રી સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રદેવે લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વને ષટ્કવ્યાત્મક જોયું છે. જીવ, પરાશનું ગૌધનનું પુદ્ગલ,ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ—આ છ દ્રવ્ય કહેવાય છે. સંપૂર્ણ વિશ્વ, અવકાશ જ જેનું લક્ષણ છે એવા અરૂપી આકાશતત્ત્વથી વ્યાપ્ત છે. આકાશના મધ્ય ભાગમાં રહેલા અનંતાનંત જીવ, તેથી પણ અનંતગુણ્ણા પુદ્ગલ દ્રવ્ય, એક અખંડ ધર્માસ્તિકાય, એક અખંડ અધર્માસ્તિકાય તથા અસંખ્યાત કાળદ્રવ્યથી યુક્ત આકાશસ્થાનને લોક કહે છે,
જ્ઞાનદર્શનરૂપ ચૈતન્ય લક્ષણવાળા જીવ દ્રવ્ય કહેવાય છે. પુદ્ગલાદિ શેષ પાંચ દ્રવ્ય ચેતનારહિત હોવાને કારણે અજીવ દ્રવ્ય કહેવાય છે. તેમાં પણ જે સ્પર્શ, રસ, ગંધ તથા વર્ણથી યુક્ત મૂર્તિક પદાર્થોને પુદ્ગલ કહે છે. જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે નિમિત્તરૂપથી સહાયક છે એવું અમૂર્ત, અખંડ, સંપૂર્ણ લોકવ્યાપ્ત ધર્માસ્તિકાય દ્રવ્ય છે. જે જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં નિમિત્તરૂપથી સહાયક છે તે અમૂર્ત, અખંડ, સંપૂર્ણ લોકવ્યામ અઘર્માસ્તિકાય દ્રવ્ય છે, જે સ્વયંમાં વર્તના કરતું રહે છે તથા અન્ય જીવાદિ દ્રવ્યોને પરિણમન (અવસ્થા પરિવર્તન)માં નિમિત્તરૂપથી સહાયતા કરે છે એવું એકપ્રદેશી, અમૂર્તિક કાળદ્રવ્ય અસંખ્ય કાલાણુઓના રૂપમાં લોકાકાશના સંપૂર્ણ પ્રદેશોમાં વ્યાપ્ત થઈ સ્થિત છે તે કાળદ્રવ્ય કહેવાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ ચાર સદાય પોતાના સ્વરૂપમાં શુદ્ધ નિર્વિકારી રહે છે, પરંતુ જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી નિર્વિકારી હોવા છતાં પણ એકબીજાનું નિમિત્ત પામીને સ્વયં જ વિકારયુક્ત થાય છે.
અનેક પ્રકારે પુદ્ગલદ્રવ્ય છે, જેમાં એક કાર્મણ વર્ગણા જાતિના પુદ્ગલ જીવના જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોને વિકૃત કે આવરિત દિવ્યાન/ઑક્ટોબર-૨૦૧૬ ૦૦૦૦૦.૦ ૧૯