________________
પ્રત્યક્ષ સંતનો સ્પર્શ મનુષ્યત્વને બક્ષે છે. જલબિંદુ સ્વાતિ નક્ષત્રમાં માછલીના પેટમાં પડતાં સાચું મોતી બને છે, તેમ સંત મળતા અને તેમનો આશ્રય ગ્રહણ કરતાં મનુષ્યભવ સફળ બને છે. “સાધનાની સફર ખેડે તે સંત છે;
મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયા આખીને જીતનારા હારી જાય છે;
જે પોતાની જાતને જીતે તે અરિહંત છે.”
જ પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ)
શ્રીમદ્ રાજચંદ્રજી વિષે ના, તો | મહાત્મા ગાંધીજી શું કહે છે?
“શ્રીમદ્જીએ ઘણા ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. તેમનું વલણ જૈનદર્શન તરફ વિશેષ હતું એમ તેઓ કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. ઘર્મના ઝઘડાથી તેમને હંમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મની ખૂબીઓ પૂછી જોઈ જતા ને તે તે થર્મની પાસે મૂકતા. જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ઘર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. મને સામાન્ય રીતે ઘર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય. છતાં રાયચંદભાઈની ઘર્મવાર્તામાં મને રસ આવતો. મારા જીવન પર શ્રીમદ્દો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાયે વર્ષોથી ભારતમાં ઘાર્મિક પુરુષની શોથમાં છું, પરંતુ એમના જેવા ઘાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે શ્રીમની હરીફાઈમાં આવી શકે.
'દિવ્યધ્વનિ ઑક્ટોબર-૨૦૧૬ :
= (૧)